રાશિફળ 19 ઓગસ્ટ: આજે ગ્રહોનો ગજબનો છે સંયોગ, 3 ગ્રહોની તિકડીનો કેવો પડશે તમારા પર પ્રભાવ જાણો

Aug 19, 2020, 08:07 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. આજે 19 તારીખ બુધવારના રોજ ચંદ્રમાનો સંચાર દિવસ રાત સિંહ રાશીમાં થઈ રહ્યો છે. આ રાશિમાં ચાલી રહેલા ચંદ્રમાનો સૂર્ય અને બુધ સાથે સંયોગ બની રહ્યો છે. એક જ રાશિમાં 3 ગ્રહોની હાજરીથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ ગજબ સંયોગની તમામ રાશિ પર કેવી અસર રહેશે તે જાણો. 

1/12

મેષ

મેષ

કેટલાક કામોમાં અડચણો આવી શકે છે. જોબ સ્વિચ કરવાનું મન થશે. પરંતુ સમજી વિચારને નિર્ણય લો. ઉતાવળ કરવાથી કોઈ કામમાં નુકસાન થશે. પૈસા અને સેવિંગ મામલે કોઈ વ્યક્તિની સલાહ લેશો. 

2/12

વૃષભ

વૃષભ

બિઝનેસમાં ફાયદો થશે, નોકરીયાતોની પદોન્નતિના ચાન્સ. કામકાજની પદ્ધતિમાં ફેરફાર કરવાથી ફાયદો થશે. કામકાજનું ટેન્શન પણ ઓછું છશે. કેરિયરમાં આગળ વધવાની તક મળશે. આવક વધવાની તક.

3/12

મિથુન

મિથુન

ગ્રહોની સ્થિતિ ખાસ છે. અટવાયેલા કામો પૂરા થશે. લવ પાર્ટનરની મદદથી ધનલાભના યોગ છે. ભાવનાત્મક સહયોગ મળશે. ઓફિસમાં કોઈ નવું કામ કે નવી જવાબદારી મળી શકે છે. 

4/12

કર્ક

કર્ક

જોબ બદલવાનું કે એકસ્ટ્રા આવકનો વિચાર આવશે. જેમાં ભાગ્યનો સાથ મળી શકે છે. નવી શરૂઆતમાં સફળ થશો. અટવાયેલા પૈસા પાછા મળશે. અચાનક ફાયદો થશે. બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે. આત્મવિશ્વાસ વધશે. 

5/12

સિંહ

સિંહ

બિઝનેસમાં સાવધ રહેવું પડશે. ઓફિસ કે ધંધામાં જે કામ હાથમાં લેશો તેમાં સફળતાના ચાન્સ ઓછા છે. એકલાપણાથી બચો. આજે મળનારા પૈસા બચાવીને રાખો. બિઝનેસમાં કોઈ અનુભવીની સલાહ લો. ઉતાવળ ન કરો.

6/12

કન્યા

કન્યા

આવક વધારવા અને  ખર્ચા ઘટાડવા પર પ્લાનિંગ  કરી શકો છો. પ્રેમીઓ માટે સારો દિવસ છે. નોકરીમાં બદલાવ અને પદોન્નતિની સંભાવના છે. આજે કોઈને સલાહ ન આપો. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઈ શકે છે.

7/12

તુલા

તુલા

અટવાયેલા કામો પૂરા થઈ શકે છે. નોકરી અને  બિઝનેસમાં સમય પર સહયોગ ન મળવાથી પરેશાની થશે. કામનો વિરોધ થશે. આમ છતાં કઈક નવું કરવાનું વિચારશો. જીવનસાથીની મદદ મળશે. કઈક મોટી યોજના ઘડશો. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

બિઝનેસમાં ફાયદાના યોગ છે. નોકરીયાતો માટે સમય ઠીક છે. અટવાયેલા કામો પૂરા થશે. જૂની સમસ્યાઓનો ઉકેલ આવશે. દુશ્મનો પર જીતના યોગ છે. વેપારમાં સમજી વિચારીને નિર્ણય લો. કોઈ મોટો ફાયદો થઈ શકે. 

9/12

ધનુ

ધનુ

બિઝનેસ કરનારા સાવધાન રહે. કાનૂની મામલે ગૂંચવાઈ શકો છો. ફાલતુ કામોમાં સમય બગડી શકે છે. લવલાઈફમાં ફેરફારના યોગ છે. અવિવાહિતો માટે સારો સમય છે. સ્વાસ્થ્ય મામલે સંભાળીને રહો.

10/12

મકર

મકર

જૂની પરેશાનીઓ ખતમ થશે. અટવાયેલા કામો પૂરા કરવાની કોશિશ કરો. એનર્જી લેવલ વધી શકે છે. આંખ બંધ કરીને કોઈના પર ભરોસો ન કરો. અણબન થઈ શકે છે. વાણી પર નિયંત્રણ રાખો. 

11/12

કુંભ

કુંભ

કેરિયર માટે સારો દિવસ છે. ધનલાભ થઈ શકે છે. પ્રોપર્ટી મામલે પણ સમય સારો કહી શકાય. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઈ શકે. ઓફિસ અને બિઝનેસમાં અનુભવી લોકોની સલાહ મળશે. 

12/12

મીન

મીન

અચાનક ફાયદાના યોગ છે. પાર્ટનર પણ તમારી મદદ કરશે તો ધનલાભ થશે. જૂના દેવાની પતાવટ થશે. ફાલતુ ખર્ચા પર કંટ્રોલ થઈ શકે છે. આવકના નવા સોર્સ મળવાના યોગ છે. કોઈ પણ વાત સાવધાનીથી કહો.