close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાશિફળ 17 જૂન: 7 ગ્રહો આવી ગયા છે આમને સામને, આ 5 રાશિના જાતકો ખુબ સંભાળીને રહે

Jun 17, 2019, 08:36 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.
 

1/12

કેટલાક નવા અનુભવ થઈ શકે છે. અનેક પ્રકારની સમસ્યાઓનો ઉકેલ લાવવાની કોશિશ કરશો અને તેમાં સફળતાની પણ શક્યતા છે. આજે તમે તમારી વાત સ્પષ્ટ  રીતે કહેવાની કોશિશ કરશો. બીજાની વાત પણ એટલી જ સારી રીતે સમજવાની કોશિશ કરો. આજે તમે દરેક વ્યક્તિ અને તમારા કામથી કઈંક શીખવાની કોશિશ કરો. કૌટુંબિક સંબંધોને મજબુત કરવા માટે સારો સમય છે. 

2/12

તમારા માટે દિવસ સારો હોઈ શકે છે. નાણાકીય મામલે તમારે ધ્યાન આપવું પડશે. દરેક પ્રકારના પડકાર માટે તૈયાર રહો. નવું જાણવા માટે ઉત્સુક બની શકો છો. આજે તમે કોઈને મહત્વપૂર્ણ મામલે કારગર સલાહ આપી શકો છો. જૂના કોઈ નુકસાનની ભરપાઈ થઈ શકે છે. આજે ફ્રી થઈને કામ કરો. ભાઈઓ, મિત્રો અને સાથે  કામ કરનારાઓની મદદ મળી શકે છે. 

3/12

આજે તમે પોતાની યોજના પર ભરોસો રાખો. પૈસાના મામલે રસપ્રદ ઓફર મળી શકે છે. જેના પર ગંભીરતાથી વિચારો. ઓફિસ અને બિઝનેસમાં તમે  બીજાની દેખાદેખી કરી શકો છો. કેરિયર, કોન્ટેક્ટ્સ અને ઈમેજ માટે સારો દિવસ હોઈ શકે છે. કોઈ સ્થાનથી પૈસા મેળવવા માટે રાહ જોવી પડશે અને પૈસા મળી પણ શકે છે. જમીન-સંપત્તિથી ફાયદાના યોગ છે. વિદ્યાર્થીઓને સ્પર્ધામાં સફળતા મળી શકે છે. મહિલાઓ માટે શુભ દિવસ છે. ધનલાભની શક્યતા છે. 

4/12

લોકો સાથે સંબંધ વધારવા માટે સારો દિવસ છે. કેરિયર માટે સંભાવનાઓ વધુ સ્પષ્ટ થશે. તમારા કાર્યક્ષેત્ર સંબંધિત કોઈ રહસ્ત તમને જાણવા મળશે. તમારા પ્રસ્તાવને મોટાભાગના લોકોનું સમર્થન મળશે. તમારા કામ અને જવાબદારીઓ પર પૂરતું ધ્યાન આપો. કામકાજ અને કેરિયરમાં તમને ઘણી વાતો માલુમ પડશે. નજીકના લોકો સાથે સંબંધ મજબુત થશે. અચાનક ધનલાભથી ખુશ થશો. પરિવારમાં વાતાવરણ સારું રહેશે. બિઝનેસમાં પ્રગતિના યોગ છે. 

5/12

તમારા ક્ષેત્રમાં બીજાથી આગળ નિકળવા માટે ઉત્સાહિત રહેશો. ગમે તેટલા વ્યસ્ત રહો પરંતુ ઘર પરિવારના લોકો સાથે સંપર્કમાં રહો. પૈસા કમાવવાની તકો મળશે. વધારાની આવકના યોગ છે. કોઈ પાર્ટ ટાઈમ કામ પણ મળી શકે છે. રોમાન્સ અને સંબંધોના મામલે પણ સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. માંગલિક કામોમાં સામેલ થવાની તક મળશે.   

6/12

તમારા માટે સમય સારો કહી શકાય. પૈસા સંબંધિત પરેશાનીઓ ખતમ થઈ શકે છે. આજે તમને કોઈ ખાસ વ્યક્તિની સલાહ કે મદદ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે ખુબ સક્રિય રહેશો. તમારા મોટાભાગના મામલાઓ સરળતાથી ઉકેલાઈ શકે છે. કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ સાથે મનની વાત શેર કરશો. સમસ્યાઓનો ઉકેલ સરળતાથી મળવાની શક્યતા છે. કોઈ વયોવૃદ્ધ વ્યક્તિની મદદ કરશો. મોટાભાગના કામ સમયસર પૂરા થશે. જમીન સંપત્તિથી ફાયદો થઈ શકે છે. 

7/12

કોઈ ખાસ કામને લઈને ઉત્સાહિત થઈ શકો છો. નવા અનુભવ મળી શકે છે. વ્યવસાયી લોકોની મુલાકાત થવાના યોગ છે. જે ભવિષ્યમાં તમારી કરિયર આગળ વધારી શકે છે. બિઝનેસમાં મોટી ડીલ કરવા માંગતા હોવ તો આ મામલે સારો દિવસ છે. બીજાને તમારી વાત સરળતાથી સમજાવી શકશો. જે કામ ઘણા દિવસથી કરવાનું વિચારતા હતાં તે કરી શકશો. 

8/12

અનેક ચીજોને સારી રીતે સમજાવવામાં મદદ મળી શકે છે. નવા જાણકારીઓ મળશે. તમારી પાસે દરેક વાતનો જવાબ રહેશે. એકલા હાથે સારું કામ કરવાની ઈચ્છા તમારા મનમાં થઈ શકે છે. લોકો તમારાથી પ્રભાવિત થઈ શકે છે. પૈસા સંબંધિત કેટલીક તકો તમને મળી શકે છે. સમય તમારી સાથે રહેશે. કોઈ ખાસ મામલે યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હાજર રહી શકો છો. જેનો ફાયદો ઉઠાવી શકશો. 

9/12

એકલા હાથે કામ કરવાની ઈચ્છા થઈ શકે છે. કોન્ફિડન્સ વધશે. લોકો તમારાથી પ્રભાવિત થશે. નાણાકીય મામલે નવી તકો મળી શકે છે. સમય તમને સાથ આપશે. કોઈ ખાસ મામલે યોગ્ય સ્થળે યોગ્ય સમયે હાજર રહેશે જેનો ફાયદો ઉઠાવી શકશો. વિવાદોમાં સફળતા મળવાના યોગ છે. 

10/12

તક મળે તો થોડો આરામ કરો. કોઈ યોજના પર કામ કરી રહ્યા છો તો પૈસાની સ્થિતિમાં સુધાર થવાની શક્યતા છે. જીવનસાથી માટે કોઈ નાની મોટી ગિફ્ટ ખરીદી શકો છો. અંગત પરેશાનીઓનો ઉકેલ આવશે. થોડું સમજી વિચારીને વાતચીત કરશો તો બધુ ઉકેલાશે. લોકો સાથે વાતચીત કરશો તો અનેક નવા વિચાર તમારી સામે આવી શકે છે. કરિયરમાં સફળતાના યોગ છે. નવી શરૂઆત માટે દિવસ સારો છે. કામકાજ સારી રીતે કરી શકશો. બિજનેસમાં સફળતા મળશે. 

11/12

કોઈ કાયદાકીય મામલો હશે તો સારા સમાચાર મળશે. મિત્રો સાથે કામકાજ અર્થે પ્લાનિંગ બની શકે છે. લોકો સાથે તાલમેળ રહેશે અને મુલાકાત પણ થઈ શકે છે. ગોચર કુંડળીના કર્મ ભાવમાં ચંદ્રમાં હોવાના કારણે તમને સફળતા મળવાના યોગ છે. બહુ જલદી મુસાફરીના યોગ છે. જૂના રોકાણથી ફાયદાના યોગ છે. સમાજ અને પરિવારમાં સન્માન મળી શકે છે. 

12/12

તમારા વિચાર સ્પષ્ટ રીતે રજુ કરો. કારોબારમાં લોકો તમારી સાથે સહમત થઈને તમારી વાત માની શકે છે. ઓફિસ અને બિઝનેસ મામલે સફળતાનો દિવસ છે. તમે કોશિશ કરશો તો કોઈ ખાસ વ્યક્તિને પ્રભાવિત કરવામાં સફળતા મળી શકે છે. કોઈ ભરોસાપાત્ર મિત્રની મદદ લઈને કામ કરો. અચાનક થયેલી મુલાકાત પ્રેમ સંબધ શરૂ કરાવી શકે છે. આત્મવિશ્વાસ વધશે.