રાશિફળ 18 ઓગસ્ટ: આજે સુકર્મા યોગ, કોઈ પણ કાર્ય કરશો તો નહીં આવે વિધ્ન, જાણો કેવો રહેશે દિવસ

જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.
 

આજે કજરી તીજનો પર્વ છે. તેને ઉત્તર પ્રદેશ-મધ્ય પ્રદેશમાં કજરી તીજ, કજ્જલી તીજ તો રાજસ્થાનમાં સાતુડી પણ કહે છે. આજે સુકર્મા યોગ પણ છે. આ યોગમાં કોઈ શુભકાર્ય કરવું જોઈએ. માન્યતા મુજબ આ યોગમાં કોઈ નવી નોકરી જોઈન કરો કે ઘરમાં કોઈ ધાર્મિક કાર્યનું આયોજન કરો. આ યોગમાં કરાયેલા કાર્યોમાં કોઈ પણ પ્રકારનું વિધ્ન આવતું નથી અને કાર્ય શુભફળ આપનારું રહે છે. 

1/12
image

આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. આગળ વધવાની સારી તકો મળી શકે છે. લવ પાર્ટનરનો સહયોગ મળશે. મૂડ સારો રહેશે. આજે કરાયેલું રોકાણ આવનારા દિવસોમાં ફાયદો કરાવશે. ભાગ્યનો સાથ મળી શકે છે. મહેનતથી પૈસા કમાવવાનો દિવસ છે. તણાવમાં ઘટાડો થઈ શકે છે. 

2/12
image

ઓફિસ કે ફિલ્ડમાં સંભાળીને કામ કરો. પૈસાનું ધ્યાન રાખો અને વિવાદથી પણ બચો. ધન લાભ અને કરાયેલા કામોનો ફાયદો પણ થોડો ઓછો થશે. તમારા આક્રમક વલણને છોડીને દરેક કામમાં મગજ લગાવો અને પોતાને પણ નિયંત્રણમાં રાખો. તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે. 

3/12
image

સમજી વિચારીને નિર્ણય લો. પોતના વિચારોથી બીજાને સહમત કરાવી શકશો. કોઈ નવી જગ્યાએ જવાનાય યોગ છે. નવા લોકો સાથે મુલાકાત થશે જે ફાયદો કરાવશે. જેટલી મહેનત કરશો તેટલા સફળ થશો. બેરોજગારોને નોકરીની તકો છે. 

4/12
image

દિવસ સારો છે. ઉત્સાહ વધશે. ઘર અને આસપાસની ચીજો તમારા કંટ્રોલમાં રહેશે. અટવાયેલા નાણા પરત મળશે. આવક, ખર્ચ અને પૈસાના દરેક પ્રકારના મામલાની ઝીણવટભરી તપાસ કરો. મોટા નિર્ણયો લેવા માટે સારો દિવસ છે. 

5/12
image

મોટા કામ પતાવવામાં ધ્યાન આપશો. પૈસા અને જુસ્સો પણ વધશે. મોટાભાગના કામ સમયસર પૂરા થશે. પાર્ટનર સાથે સંબંધમાં સુધાર થશે. વિવાદનો ઉકેલ આવશે. નોકરી કે બિઝનેસમાં નવી રૂપરેખા તૈયાર કરશો. 

6/12
image

જે કામ કરવાનું છે કે જવાબદારી મળી છે તે ખુશીથી સ્વીકારો. બધુ સરળતાથી પતશે. તમારા કામથી બીજાને  પ્રેરણા મળશે. નાણાકીય સ્થિતિમાં સુધાર થશે. મહેનતનું ફળ મળશે. સંબંધો મામલે વ્યવહારિક રહો. 

7/12
image

અટવાયેલા કામો પૂરા થઈ શકે છે. નોકરી અને બિઝનેસમાં સમય પર સહયોગ નહી મળવાથી પરેશાની થશે. કેટલાક લોકો તમારા કામનો વિરોધ કરી શકે છે. અપરણિત લોકોને વિવાહના પ્રસ્તાવ મળી શકે છે. 

8/12
image

સારા લોકો સાથે મુલાકાત થશે. જેનો ફાયદો પણ થશે. મિત્રો સાથે સમય પસાર થશે. આજે કરાયેલી બિઝનેસ ડીલ ફાયદાકારક રહેશે. બિઝનેસ સારો ચાલશે. પરિવારમાંથી પણ મદદ મળશે. માહોલ ખુશનુમા રહેશે. 

9/12
image

ભાવનાઓ સારી રીતે પ્રદર્શિત કરી શકશો. ઈન્ટરવ્યુ કે સંબંધની વાત થશે તો સારું છે. ગંભીરતાથી કરાયેલી ચર્ચાથી કોઈ ખાસ મામલાનો ઉકેલ આવી શકે છે. કાર્યક્ષેત્રમાં ઘણુખરું સફળ થશો. સંતાન તરફથી સારા સમાચાર મળશે. 

10/12
image

નાની મોટી યાત્રા કે મહત્વપૂર્ણ વાતચીત થશે. ખાસ લોકો તમને અને કામને નોટિસ કરશે. તમારી બુદ્ધિમત્તાથી કપરાં કામો પતાવશો. વધુ મહેનતવાળું કામ પણ કરવું પડી શકે છે. પૈસાનું ટેન્શન દૂર થવાની શક્યતા છે. સારા સમાચાર મળી શકે છે. 

11/12
image

લોકોને મળવામાં અને વાત કરવામાં સફળ થશો. આસપાસના લોકો પર ધ્યાન રાખો. ઓફિસમાં વધુ જવાબદારીવાળું કામ મળી શકે છે. બીજાની મદદથી કરાયેલા કામોમાં અટવાઈ શકો છો. માંગલિક કામો થઈ શકે છે. મોટા ભાઈ કે મિત્રોની મદદ મળશે.

12/12
image

પોતાના પર ભરોસો કરો અને આગળ વધવાનું કામ કરો. બિઝનેસ કે નોકરીમાં ખાસ કામ પતાવવા માટે સારો દિવસ છે. ભાગ્યનો સાથ મળશે. મહત્વ અને સન્માન વધવાના યોગ છે. પૈસાની સ્થિતિમાં સુધાર અને ઉન્નતિ થવાની તકો મળી શકે છે.