close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાશિફળ 21 ઓક્ટોબર: આ 4 રાશિના જાતકો પર આજે મહાદેવની કૃપા રહેશે, ભાગ્ય આપશે ભરપૂર સાથ

Oct 21, 2019, 08:22 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

કામકાજની સાથે જવાબદારી વધી શકે છે. દિવસભર વ્યસ્તતા રહેશે. બિઝનેસના કેટલાક મામલા સમજદારીથી પતાવી શકશો. મોટેભાગે સફળ રહેશો. ઓફિસમાં થોડી શાંતિ રહેશે. મુસાફરીનો કોઈ કાર્યક્રમ બની શકે છે. પરેશાનીઓના ઉકેલ લાવવામાં સફળતા મળશે. 

2/12

વૃષભ

વૃષભ

જૂના ટેન્શન દૂર થશે. પોતાના પર ધ્યાન આપશો. નવા કપડાં ખરીદી શકો છો. તમારી સક્રિયતાનું સ્તર વધશે. સમાજ અને પરિવાર બંને ક્ષેત્રે કામકાજ પૂરા  થઈ શકે છે. દિમાગમાં અનેક પ્રકારના આઈડિયા આવી શકે છે. આવક અને ખર્ચાના મામલે ધ્યાન આપવું પડશે. સફળતા માટે ધૈર્ય જરૂરી છે. મિત્રોની મદદ મળશે. 

3/12

મિથુન

મિથુન

ઉતાવળમાં કોઈ કામ ન કરો. નાણાકીય સ્થિતિની ચિંતા કરવાની રહેશે. ફાલતુ ખર્ચા થઈ શકે છે. નોકરી અને ધંધામાં કોઈ વાતને લઈને સમસ્યા આવી શકે છે. નાણાકીય મામલે સાવધાની રાખવી પડશે. સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન રાખો. ઓફિસ કે વર્ક પ્લેસ પર તણાવપૂર્ણ સ્થિતિ બની શકે છે. આજે તમારા મિત્રો અને પરિવારની જરૂરિયાતોમાં ફસાઈ શકો છો. પેટ સંબંધિત રોગ થવાના યોગ છે. 

4/12

કર્ક

કર્ક

નોકરીમાં પરેશાની થઈ શકે છે. રૂટીન કામોમાં કેટલાક જોખમ હોઈ શકે છે. જીદ કરશો તો વિવાદ થવાની શક્યતા છે. વધુ વિચારવામા સમય ન બગાડો. અચાનક પરેશાનીઓ વધશે. કામકાજમાં અડચણો આવવાથી મૂડ ખરાબ થશે. ભાગદોડ રહેશે. માથાનો દુખાવો અને આંખોમાં બળતરા થઈ શકે છે. 

5/12

સિંહ

સિંહ

પરિવારમાં સુખ શાંતિ વધશે. કાર્યક્ષેત્રે નવા કરાર કે સંધિ થવાની શક્યતા છે. સામાજિક કામકાજમાં સન્માન મળી શકે છે. કોઈ સારા મિત્ર સાથે મુલાકાતના યોગ છે. તમારું ધ્યાન કોઈ દૂરના સ્થાને વધુ રહેશે. ઓફિસમાં કોઈ વ્યક્તિ ગુપ્ત રીતે મદદ કરી શકે છે. રોમાન્સ માટે સારી તક મળી શકે છે. પાર્ટનર આર્થિક મદદ કરશે. 

6/12

કન્યા

કન્યા

કારોબાર વધશે. નીચલા સ્તરના કર્મચારીઓનો સહયોગ મળશે. તમારી મુલાકાત ખાસ લોકો સાથે થઈ શકે છે. નિયમિત કામકાજથી કેટલાક સમય માટે છૂટકારો મળશે. મોટાભાગની સમસ્યાઓ દૂર થવાના યોગ છે. જે કામને અધૂરા સમજી રહ્યાં હતાં તે પૂરા થશે. મોટા લોકોનો સહયોગ મળી શકે છે. ફાયદો પણ થઈ શકે છે. 

7/12

તુલા

તુલા

નોકરી કે ધંધામાં લાભની સંભાવના છે. વિશેષ લાભ કે ઉન્નતિ માટે આજે તમારે થોડી વધુ કોશિશ કરવી પડશે. પરંતુ સફળ થશો. શરૂ  કરેલા કામો ભાગ્યની મદદથી પૂરા થશે. ફાયદાની ચિંતા જરૂર કરો. બીજાને નારાજ કર્યા વગર ચતુરાઈથી કામ કરો. લવ પાર્ટનર પર વધુ ખર્ચ થશે. લવર કે જીવનસાથી પર ગુસ્સો ન કરો. કોઈના પર તમારી ભાવના જબરદસ્તીથી ન થોપો.

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

બિઝનેસમાં ફાયદો ઓછો થશે. ટ્રાન્સફરના યોગ છે. કોઈ નવું કામ શરૂ ન કરો. દિવસ થોડો ટફ બની શકે છે. કાર્યક્ષેત્રની સ્થિતિઓ તમારું ધ્યાન ભટકાવી શકે છે. મન ફાલતું કામોમાં વધુ રહેશે. વિચારેલા કામો પૂરા ન થવાથી મૂડ ખરાબ રહેશે. અપરણિત લોકોને પ્રેમ સંબંધોમાં તણાવ થઈ શકે છે. 

9/12

ધનુ

ધનુ

રોજબરોજના કામો પૂરા થશે. સમજી વિચારીને લીધેલા નિર્ણયોથી ફાયદો થશે. નાણાકીય સ્થિતિમાં સારા ફેરફાર થશે. પરિવાર  અને સમાજમાં તમારું મહત્વ વધશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. જીવનસાથી સાથે તમારા  સંબંધ વધુ ગાઢ બનશે. પાર્ટનર સાથે સારો સમય પસાર થશે.

10/12

મકર

મકર

નવી ડીલ ન કરો તો સારું. પૈસા અટવાઈ શકે છે. ઈચ્છા ન હોવા છતાં પૈસા ખર્ચ થઈ શકે છે. પરિવારના લોકો તમને કોઈ કપરી સ્થિતિમાં મૂકી શકે છે. પ્લાનિંગ ગુપ્ત રાખો. કોઈ સાથે શેર ન કરો. વાદ વિવાદમાં અટવાઈ શકો છો. કામકાજમાં સૂસ્ત માહોલ રહેશે. માથા અને પેટનો દુખાવો થઈ શકે છે. 

11/12

કુંભ

કુંભ

આર્થિક તંગી ખતમ થશે. આવક અને ખર્ચ બરાબર રહેશે. ઓફિસમાં અધિકારીઓનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં તમે પૂરેપૂરી તાકાતથી  કામ પૂરા કરશો. અચાનક ધનલાભ થઈ શકે છે. સારા લોકોની સંગતિથી ફાયદો થઈ શકે છે. કોઈ ખાસ પરિણામની વાટ જોતા હશો અને ધૈર્ય રાખશો તો ખુશ થશો. 

12/12

મીન

મીન

બિઝનેસ ન વધારો તો સારું. જેમ ચાલે છે તેમ ચાલવા દો. મોંઘી ચીજોની ખરીદી થઈ શકે છે. આજે કોઈ નવા કે મોટા નિર્ણય ન લો તો સારું. સાવધાની રાખો. પૈસા ખર્ચ કરવામાં ખુબ ચતુરાઈથી કામ લેશો. લવ લાઈફ માટે સારો દિવસ છે. થાક અને ઊંઘની ઉણપથી સમસ્યા થઈ શકે છે.