close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાશિફળ 19 એપ્રિલ: આજે હનુમાન જયંતી, આ રાશિના જાતકો પર રહેશે પવનપુત્રની વિશેષ કૃપા

Apr 19, 2019, 08:59 AM IST

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે ખાસ જાણો. 

1/12

કોઈ પરિણામની રાહ જોઈ રહ્યાં હોવ તો શાંતિ રાખો, બધુ ઠીક થશે. ઓફિસમાં નિયમિત કામથી અલગ કઈંક કરવાની કોશિશ કરશો તો સફળ થશો. મહેનતથી સફળતાના યોગ છે. કોઈ મોટો ફાયદો થઈ શકે છે. બિઝનેસ માટે સારો દિવસ છે. 

2/12

તમારા મત અને વાતોથી લોકો પર પ્રભાવ પડશે. ગૂંચવાયેલી સ્થિતિને ઉકેલવામાં સફળ થશો. વિચારવાની રીતમાં બદલાવ આવશે. મિત્રોની સમયસર મદદ મળશે. ઓફિસમાં તમારાથી નાના કર્મચારીઓથી ટેન્શન વધશે. 

3/12

રોજબરોજના કામ પૂરા કરવા માટે વધુ કોશિશ કરો. તમારી જવાબદારીઓનું ધ્યાન રાખો. સમય અને ધૈર્યનો પૂરેપૂરો ઉપયોગ  કરો. આજે તેની જરૂર પડશે. તમારા દમ પર અને શાંત મનથી જે કામ કરશો તેમાં સફળતા મળશે. પોઝિટિવ રહેવાની  કોશિશ કરો.

4/12

પૈસા કમાવવાની કોશિશમાં સફળતા મળશે. પાર્ટ ટાઈમ કામ મળી શકે છે. વધારાના કામમાં કોઈની મદદ મળી શકે છે. જૂના મામલામાં અણબન ખતમ થશે. બીજાના દ્રષ્ટિકોણને સમજવાની કોશિશ કરો. તમે કોઈ સારા સમાચારની રાહ જોશો. 

5/12

મિત્રો અને ભાઈઓનો સહયોગ મળશે. નવા કામ શરૂ થશે અને વિચારેલા કામો પૂરા થશે. સંપત્તિના કામ પર ધ્યાન આપશો. પરાક્રમ વધી શકે છે. ડીલમાં સારી સફળતા મળવાના યોગ છે. જવાબદારીઓ પર ધ્યાન આપો. પાર્ટનર માટે સમય કાઢો. 

6/12

દિવસ સારો છે તમારી ભાવનાઓ પર કંટ્રોલ કરશો તો ફાયદો થશે. વિપરિત લિંગની વ્યક્તિથી ફાયદાના યોગ છે. સમય પર કામ પૂરા થશે. કોઈના મેન્ટલ સપોર્ટથી તમારી માનસિક સ્થિતિમાં સંતુલન રહેશે. 

7/12

હાલાતને બદલવાની કોશિશ કરશો. હિંમત અને દિમાગથી બગડેલી સ્થિતિને સંભાળવામાં મદદ મળશે. સારા વ્યવહારના કારણે કેટલાક લોકોની મદદ મળી શકશે. અટવાયેલા કામ પૂરા થવાની શક્યતા છે. કામમાં પણ મન લાગશે. સંયમમાં રહેવું પડશે. 

8/12

અનેક કામ સરળતાથી પૂરા થશે અને તમારી અસર લોકો પર રહેશે. જે કામ અને વાત અટકી રહી છે તેના માટે વચ્ચેનો રસ્તો પણ નીકળશે. કામકાજમાં સફળતાના યોગ છે. જીવનસાથીની મદદ મળશે. ઘરની સમસ્યાઓનો ઉકેલ આવશે. કાનૂની મામલામાં ધ્યાન રાખો.

9/12

આજે એવા કામ પૂરા થશે જેનું તમે દિવસોથી પ્લાનિંગ કરી રહ્યાં હતાં. લાંબા સમયથી અધૂરી ઈચ્છાઓ પૂરી થશે. કોશિશોમાં સફળતા મલશે. મીઠું બોલીને બધુ કામ કરાવી લેશો. ભાગ્યનો ભરપૂર સાથ મળશે. પોતાના પર ભરોસો રાખો.

10/12

જે કામને પૂરા કરવામાં સમસ્યા આવતી હોય તેને ટાળો. મોટું પગલું ભરતા પહેલા સારી રીતે વિચારો, કોઈ અનુભવીની સલાહ લો. શારીરિક સમસ્યાઓ ખતમ થશે. બિઝનેસમાં સારી સ્થિતિ સર્જાશે. કોશિશ કરશો તો અટવાયેલા નાણા પરત મળશે. 

11/12

દિવસ સામાન્ય રહેશે. પરેશાનીમાં પોતાની જાતને સંભાળો. વિવાદથી દૂર રહો. કેટલાક વિવાદોમાં સમાધાન થઈ શકે છે. પૈસા મામલે પ્રગતિ થશે. જૂના અટવાયેલા કામોમાં ગતિ આવશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. 

12/12

રોજબરોજના અને પાર્ટનરશીપના કામ સમયસર પૂરા થશે. મિત્રો અને ભાઈઓની મદદના યોગ છે. કોઈ કન્ફ્યૂઝન ખતમ થશે. પૈસા અને અન્ય મામલે ફાયદાકારક દિવસ છે. માનસિક રીતે સક્રિય રહેશો. કામકાજમાં સુધારનો દિવસ છે.