close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાશિફળ 25 જૂન: આ 6 રાશિના જાતકોની નોકરી અને બિઝનેસમાં થશે પ્રગતિ, દરેક કામ સફળ થશે

Jun 25, 2019, 08:00 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

પરેશાનીઓમાંથી મુક્તિ મળવાના યોગ છે. અચાનક ફાયદો થઈ શકે છે. કામકાજમાં મન લાગશે. સકારાત્મક રહો. જે પણ વાત મનમાં આવશે તેને તરત કહેવાની કોશિશ કરશો. કઈ પણ  કહેતા પહેલા વિચારો, નાણાકીય મામલાને ઉકેલવામાં સફળ થઈ શકો છો. ઘર અંગે તમારી યોજના કારગર સાબિત થઈ શકે છે. રોજબરોજના કામ અટકશે નહીં. રાજકીય ક્ષેત્રે જોડાયેલા લોકોથી ફાયદો થઈ શકે છે. 

2/12

આજે થોડા ચંચળ રહેશો. માતાનું સુખ મળી શકે છે. સમય સાથે બધુ ઠીક થઈ જશે. મિત્રો સાથે સમય પસાર થશે. અટવાયેલા કામ પાર્ટનરની મદદથી પૂરા થશે. આજે તમે જેને પોતાની ભાવના વ્યક્ત કરવા માંગો છો તે તમારી વાત સમજી શકશે. મનનું સાંભળશો તો બધુ ઠીક રહેશે. તમારી આવક અને ખર્ચ બરાબર રહેશે. 

3/12

મિત્રો અને ભાઈઓનો સહયોગ મળશે. અચાનક કોઈ ખાસ કામ તમારે કરવું પડી શકે છે. એવું કામ શરૂ કરો જે જલદી પૂરું થાય. આજે લેવાનારા મોટાભાગના નિર્ણય તમારી ફેવરમાં થવાના યોગ છે. પરિવારની જરૂરિયાતો અને કામકાજ માટે તમારે ઘણો સમય આપવો પડી શકે છે. અધિકારીઓ પણ તમારાથી ખુશ થશે. 

4/12

ઘણા ઉત્સાહિત થઈ શકો છો. અનેક પ્રકારની જવાબદારીઓમાં વ્યસ્ત રહેશો. બિઝનેસ વધારવાની કોશિશ કરશો. કોઈ જૂનુ કામ આજે પૂરું કરવાની કોશિશ કરશો. મકાનના નક્શામાં પણ કોઈ ફેરફારના યોગ છે. સંતાનથી રાહત મળશે. વિવાહ પ્રસ્તાવ મળી શકે છે. નોકરીયાતો અને બિઝનેસ કરનારા લોકોને આવકના નવા સોર્સ મળી શકે છે.   

5/12

કાર્યક્ષેત્રે થનારા મોટા કામના પરિણામ સામે આવી શકે છે. નવા પ્રેમ સંબંધ શરૂ થઈ શકે છે. તમારા દિમાગમાં પૈસાને લઈને કોઈ પ્લાનિંગ ચાલશે. પ્રેમી અને સંતાનને લઈને ઘણા પઝેસિવ થઈ શકો છો. કોઈ જૂના મિત્રને મળવાના યોગ છે. નવી નોકરીની વાત પણ તમને જાણવા મળી શકે છે. કામ મામલે મુસાફરી થવાની શક્યતા છે. 

6/12

બિઝનેસમાં પ્રગતિના યોગ છે. તમારી મહત્વકાંક્ષાઓ વધી શકે ચે. આસપાસના કે સાથેના લોકોને કોઈ ખાસ કામ માટે તમારી જરૂર પડી શકે છે. મુસાફરીના યોગ છે. કાર્યક્ષેત્રમાં આવનારી મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે. તમારા કેટલાક કામ પૂરા થઈ શકે છે. સારો અનુભવ કરશો. 

7/12

તમારું ધ્યાન પરિવાર અને પૈસા પર રહેશે. દરેક તકનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરો. તમારા બધા કામ સરળતાથી અને સમય પર પૂરા થઈ શકે છે. તમને ઓફિસમાં કોઈ પુરસ્કાર કે સન્માન મળી શકે છે. કામકાજમાં વ્યસ્તતા રહેશે. ચીજો ધીરે ધીરે તમારી ફેવરમાં થઈ શકે છે. ધનલાભના યોગ છે. 

8/12

તમારા કામ પર ધ્યાન આપો. ડિસ્ટર્બ કર્યા વગર કામ કરવાની ક્ષમતાના કારણે તમે તમારા કામમાં સફળ થઈ શકો છો. કામને લઈને મુસાફરી કરવી પડી શકે છે. બોસ સાથે કોઈ ખાસ મુદ્દે વાતચીત થઈ શકે છે. વિવાહ પ્રસ્તાવ મળવાના યોગ છે. નવા મિત્રો બનશે. મન પ્રસન્ન રહેશે. તમામ સાથે પ્રેમભર્યો વ્યવહાર રાખો. આસપાસના લોકો કે સાથેના લોકોનો સહયોગ મળી શકે છે. 

9/12

દિવસ સારો છે. કોઈ નવી જમીન કે મકાન ખરીદવાનો વિચાર આવી શકે છે. નિવાસ કે કામ કરવાની જગ્યામાં ફેરફારનો મૂડ બની શકે છે. પરિવારના લોકો અને પ્રિયજનો પર પૈસા ખર્ચ કરવાનો વિચાર મનમાં આવી શકે છે. આજે તમે કામકાજમાં ઘણુખરું સફળ થઈ શકો છો. વિચારેલા કામ પૂરા કરશો તો સારું છે. કોઈ એવા કામની યોજના સામે આવી શકે છે જેનાથી તમારી પ્રસિદ્ધિ વધશે. અટવાયેલા પૈસા પરત મળવાના યોગ છે. 

10/12

ટેક્નિકલ કે ભાવનાત્મક સમસ્યાનો ઉકેલ આવી શકે છે. તમારા મનમાં લાંબા સમયથી ચાલી રહેલો તણાવ ખતમ થવાના યોગ છે. અનેક મામલાની જવાબદારી સંભાળવી પડી શકે છે અને તેની ચિંતા પણ કરવી પડશે. જે ચીજો વાસ્તવમાં તમારા માટે ખાસ છે તેને લઈને તમારે કોઈ સમાધાન કરવાની જરૂર નથી. તમે અચાનક કોઈ નિર્ણય લઈ શકો છો. 

11/12

કોઈ ખુશખબર મળી શકે છે. અધૂરા અને અટવાયેલા કામો પૂરા કરવા માટે દિવસ ઠીક છે. રોજબરોજના કામથી ફાયદો થશે. સામાજિક કામોમાં તમને સફળતા મળી શકે છે. ખાસ લોકો સાથે સારા સંબંધ બનશે. કોઈ સહકર્મી સાથે મળીને કરેલા કામોમાં સફળ થશો. તમારું ધ્યાન મિત્રો સાથેના કાર્યક્રમ પર હશે. 

12/12

આગળ વધવા માટે તમને એકથી એક સારી તક મળશે. પૈસાની દરેક બાબત પર બારીકાઈથી વિચારો. સકારાત્મકતા રાખો. કેટલાક ખાસ કામો આજે પૂરા થઈ શકે છે. કોઈ નવી વ્યક્તિ પ્રત્યે આકર્ષણ મહેસૂસ થશે. કોન્ફિડન્સ સાથે રોજબરોજના કામો પૂરા કરી શકો છો. નવા લોકો સાથે મુલાકાત થશે અને મિત્રતા થશે. તમારી આવક સામાન્ય રહેશે.