18 જાન્યુઆરી રાશિફળ - કન્યા રાશિવાળાઓને મળી શકશે એક ‘ખાસ પ્રપોઝલ’, મીનવાળાઓને પણ થશે ફાયદો

Jan 18, 2019, 08:43 AM IST

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો. 

1/12

મિથુન

મિથુન

કન્ફ્યુઝનની સ્થિતિ સામે લડવામાં તમે સફળ થઈ શકો છો. ધીરજ અને પ્રયાસોની વચ્ચે સંતુલન રાખશો, તો મોટાભાગની સમસ્યાઓ સોલ્વ થઈ શકે છે. ધન લાભ થવાના યોગ બની રહ્યાં છે. કોઈ એક વ્યક્તિની સાથે તમારા સંબંધોની વચ્ચે કોઈ સમસ્યા સોલ્વ થવાના યોગ બની રહ્યાં છે. કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરીમાં તમે ખુશ રહેશો. નવી જવાબદારી પણ મળી શકે છે 

2/12

કર્ક

કર્ક

તકલીફોમાંથી છૂટકારો મળી શકે છે. કોઈ નવી ટેકનિકને કારણે તમારું કામકાજ સરળ થઈ શકે છે. કોઈ નવું ઉપકરણ પણ આજે તમે ખરીદી શકો છો. કોઈ નવા વિચાર પર કામ કરી શકો છો. નવો વિચાર, ટેકનિક તમારા માટે કારગત અને ફાયદાકારક સાબિત થઈ શકે છે. બિઝનેસમાં પરિવારની સહાયતાથી સફળતા મળી શકે છે. નવા વેપારની શરૂઆત કરી શકો છો. પ્રેમમાં સફળતા મળવાના યોગ છે.

3/12

સિંહ

સિંહ

તમારા મનમાં કોઈ મોટા વિચાર આવી શકે છે. ભરોસામંદ લોકોની યોગ્ય સમયે સલાહ અને મદદ મળી શકે છે. તમે પોતાની પ્રતિભા બતાવવામાં સફળ થઈ શકો છો. વાંચવા અને કંઈ નવુ શીખવામાં રસ રહેશે. બિઝનેસ કે નોકરીમાં કામથી મુસાફરી થઈ શકે છે. સંયમ રાખો અને પોતાના માટે કંઈ સારુ કામ પણ થશે. વિચારેલા કામ પૂરા કરવાના પ્રયાસો કરશો.

4/12

કન્યા

કન્યા

કરિયરમાં બદલાવ માટે આ યોગ્ય સમય કહી શકાય છે. સ્પષ્ટ વાતો કરવાની તકલીફોથી બચી શકો છો. મિત્રો અને સંબંધીઓની મદદ તમને મળી શકે છે. ધન લાભ થવાના યોગ છે. કરવામાં આવેલ કામમાં ફાયદો થઈ શકે છે. સંબંધોમાં સુધાર થવાના યોગ બની રહ્યાં છે. સૌનું સન્માન કરો. તમારા માટે કેટલાક નિર્ણયોમાં સટીકતા આવી શકે છે. પ્રોફેશનમાં સફળતા મળી શકે છે. વિવાહ યોગ્ય લોકોને પ્રસ્તાવ મળી શકે છે. કોઈ મોટા નિર્ણયો લેતા પહેલા સાથના લોકોની સલાહ લઈ શકો છો. 

5/12

તુલા

તુલા

અવિવાહિત લોકોની લવ લાઈફ સારી થઈ શકે છે. પરણિત લોકોને પાર્ટનરની મદદ મળી શકે છે. જીવનસાથીની સાથે તમારા સંબંધો મધુર રહેશે. કાર્યક્ષેત્રમાં કેટલાક લોકોની મદદ મળી શકે છે. ફરવા અને મનોરંજનમાં સમય વીતી શકે છે. આજે કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. વેપારમાં વ્યસ્તતા વધી શકે છે. નોકરીમાં નવુ કામ મળવાના યોગ છે. 

6/12

વૃશ્ચિક

વૃશ્ચિક

મહેનત ઓછી કરશો અને ફાયદો વધુ થઈ શકે છે. તેની સાથે જ તમારી ખાસ વાતચીત પણ થઈ શકે છે. જેનો ફાયદો તમને કરિયરમાં થઈ શકે છે. સાથે કામ કરનારી કોઈ વ્યક્તિ, તમને કરિયરથી જોડાયેલા મામલામાં બહુ જ મદદ કરી શકે છે. આજે તમે ખુશ રહેશો. કાર્યક્ષેત્રમાં મોટા કામ સંયમથી કરો. બીજા લોકો તમારા ફેવરમાં આવી શકે છે. કાર્યસ્થળ પર તમારા માટે સારી સ્થિતિ બની શકે છે. 

7/12

ધન

ધન

મનની વાત કોઈને કહેવા ઈચ્છો છો તો કહી દો. આજે તમે દરેક ચીજ પર ધ્યાન આપો. તમારા મનનો અવાજ સાંભળવાનો પ્રયાસ કરો. આજે તમે કોઈ રહસ્ય જાણવાના પ્રયાસોમાં રહેશો. તમારી જવાબદારી વધી શકે છે. વેપારમાં નવા લોકો સાથે કનેક્ટ રહેવું પડી શકે છે. દાંપત્ય જીવનમાં ખુશ રહેવાના યોગ છે. જીવનસાથી તરફથી સન્માન મળશે. 

8/12

મકર

મકર

તમારી કોઈ મોટી સમસ્યા સોલ્વ થઈ શકે છે. આવકના અનેક રસ્તા ખુલી શકે છે. આજે કામકાજ વધુ થઈ શકે છે. બોસ સાથે વાતચીતમાં તમને સફળતા મળી શકે છે. બિઝનેસમાં ફાયદાના યોગ છે. સાથીઓની મદદ મળી શકે છે. પાર્ટનરના સહયોગથી તમે સફળ થઈ શકો છો. રોજિંદા કામ પૂરા થઈ શકે છે અને તમારી હેલ્થ સારી રહેશે.

9/12

મેષ

મેષ

તમારું વ્યક્તિત્વ આકર્ષક રહેશે. મન પણ મજબૂત રહેશે. ઘર, જમીન-મિલકત સાથે સંબંધિત કેટલાક સારા કામ અને નવી તક મળી શકે છે. ઓફિસમાં કેટલાક અધૂરા કામ પૂરા કરવામાં તમે લાગેલા રહેશો. તમારા મનની શંકા પણ દૂર થઈ શકે છે. જે બદલાવ થઈ રહ્યાં છે, તે તમારી પ્રગતિ માટે પણ જરૂરી છે. પરિવાર અને સમાજના લોકો તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે.

10/12

વૃષભ

વૃષભ

આજ તમે થોડી સ્ફૂર્તિ અને ચિંતા બતાવો તો મહેનતથી સફળતા મળી શકે છે. વિચારેલા કામ આજે સરળતાથી પૂરા થવાના યોગ છે. આજે તમે આવનારા દિવસોનું પ્લાનિંગ કરી શકો છો. કોઈ ખાસ વ્યક્તિ સાથે તમને મળીને તમે કંઈક શેર કરશો. થોડા મોટા નિર્ણયો તમે લઈ શકો છો. બિઝનેસ વધવાની શક્યતા છે.

11/12

કુંભ

કુંભ

નોકરવાળી અને બિઝનેસવાળા લોકો કામકાજથી સંતુષ્ટ થઈ શકો છો. મોટા અધિકારીઓ સાથે વાતચીત પણ શક્ય છે. કોઈની મદદ કરવાનો મોકો મળી શકે છે. દુશ્મનો પર જીત મળશે. આજે તમને સંબંધોનો ફાયદો મળી શકશે. સંતાનથી સુખ મળવાના યોગ છે. અધિકારી તમારા કામના વખાણ કરી શકે છે. પતિ-પત્નીની વચ્ચે સામજસ્ય રહેશે.

12/12

મીન

મીન

ધનલાભ મોટા પાયે મળી શકે છે. રૂપિયાના ક્ષેત્રમાં સારા સુધાર થવાના યોગ છે. કેટલાક અવસરોનો તમને ફાયદો મળી શકે છે. અચાનક ધન લાભ થઈ શકે છે. ઈન્વેસ્ટમેન્ટ વિશે તમે આજે વિચારી શકો છો. તમારી સાથે કામ કરનારા તમારા વખાણ કરી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધી શકે છે. સુખ મળશે. ક્યાંકથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વેપાર-ધંધો સારો ચાલશે. કાર્યસ્થળ પર માહોલ સારો મળી શકે છે.