રાશિફળ 23 માર્ચ: આજે આ રાશિના જાતકો પર ભોલેનાથની અપાર કૃપા, જાણો કેવો રહેશે દિવસ

Mar 23, 2020, 08:28 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

આવક, ખર્ચા, કૌટુંબિક અને વ્યવસાયિક જીવનમાં સંતુલન જાળવવું જોઈએ. બીજાના વખાણ કરો અને ખુલ્લા મનથી વાત કરો. તમને જ ફાયદો છે. સમજદારીથી નવી તકનો ફાયદો ઉઠાવો. આગળ વધવાની તક મળશે. 

2/12

વૃષભ

વૃષભ

વ્યવહારિક રહેશો. કેટલાક ખાસ લોકોનું ધ્યાન તમારા કામ અને તમારા પર રહેશે. મોટા નિર્ણય ભરોસાપાત્ર લોકોની સલાહ લઈને કરો. કરેલા કામોનો પૂરો  ફાયદો થશે, સફળતા મળશે. ધૈર્ય અને સંયમ રાખો.

3/12

મિથુન

મિથુન

ધનલાભ થશે. એવા કામથી ફાયદો થશે જે લાંબા સમય સુધી ચાલશે. તમારી બુદ્ધિથી કામ પૂરા કરાવશો. પોતાને સાબિત કરી બતાવશો. મિત્રો અને પરિવારનો સહયોગ મળશે. સારા સમાચાર મળશે. 

4/12

કર્ક

કર્ક

નવું કામ શરૂ કરવા અને સમસ્યાઓના ઉકેલ માટે સારો દિવસ છે. નવી નોકરીની ઓફર મળે તો વ્યવહારિક ઢબે વિચારજો. બગડેલા કામ પૂરા કરવાનો સમય છે. કોન્ફિડન્સ અને મહેનતથી કામ કરો. 

5/12

સિંહ

સિંહ

આર્થિક સ્થિતિમાં બદલાવના યોગ છે. મહત્વકાંક્ષાઓ વધશે. અપેક્ષાઓને સંતુલિત રાખો. ઓફિસમાં તણાવભરી સ્થિતિ ખતમ થશે. મોટા ટેન્શન દૂર થશે. પતાવેલા કામો પર એક વાર  નજર ફેરવો. 

6/12

કન્યા

કન્યા

રોજબરોજના કામ આજે જ પૂરા કરો. જેનાથી આવક વધશે. કૌટુંબિક જવાબદારીઓ વધશે. લોકોની મદદ મળશે. જરૂરિયાતવાળા લોકોની મદદ કરો. પૈસા અને મહત્વના દસ્તાવેજો સંભાળીને રાખો. 

7/12

તુલા

તુલા

આજે કામ પર ધ્યાન આપો. સમય પર કામ પતાવવાની કોશિશ કરો. કામ સમયસર પૂરા થઈ શકે છે અને કરેલા કામોથી ફાયદો પણ થશે. ધનલાભના યોગ છે. તમારી વાતને રજુ કરવાની તક મળશે. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

કોઈ વાત મનમાં ન રાખો. કરેલા કામોનો ફાયદો થઈ શકે છે. પૈસાની સ્થિતિમાં સુધાર લાવવાની તક મળશે. બેરોજગાર લોકો કોઈ અનુભવીની સલાહ લો. બિઝનેસના મામલામાં જવાબદારી વધી શકે છે. 

9/12

ધનુ

ધનુ

દિવસ સામાન્ય રહેશે. કોશિશોના વખાણ થશે. નવી નોકરી શરૂ કરી હોય કે નવું કામ હાથમાં લીધુ હોય તો કામ વધુ લાગી શકે છે. તમારું પ્લાનિંગ ગુપ્ત રાખો. 

10/12

મકર

મકર

દિવસ સારો છે. કેટલાય દિવસથી કરવા માંગતા કામ હવે પૂરા થઈ શકે છે. ધૈર્ય રાખો બધુ બરાબર થઈ જશે. મિત્રો સાથે સમય સારો પસાર થશે. નોકરીમાં કોશિશો સફળ થશે. મહત્વપૂર્ણ નિર્ણય લેશો. 

11/12

કુંભ

કુંભ

મનમાં ચાલતી બેચેનીમાંથી છૂટકારો મળશે. ગુસ્સા અને ઉત્તેજનાને કંટ્રોલ કરો. મોજમસ્તીની ઈચ્છા રહેશે. કોઈ બગડતા કામ આજે પૂરા કરશો. મહેનતથી સફળતા મળશે. બિઝનેસમાં મોટો ફાયદો થઈ શકે છે. 

12/12

મીન

મીન

મનમાં અનેક પ્રકારના વિચારો આવશે. વારંવાર મૂડ બદલાશે. ધનલાભ થઈ શકે છે. પરિવાર અને સાથે કામ કરનારા કેટલાક લોકો અને સમાજથી મદદ મળશે. મહેનત અને કોન્ટેક્ટના દમ પર કામ પૂરા કરાવશો.