રાશિફળ 5 નવેમ્બર: ધનુ રાશિમાં ગુરુનો પ્રવેશ આ રાશિના જાતકોને ખુબ ફાયદો કરાવશે, કયો અંક અને રંગ શુભ તે જાણો

Nov 5, 2019, 08:38 AM IST

આજે મંગળવાર 5 નવેમ્બરના રોજ કારતક માસની સુદ નોમ છે. આ સાથે જ અક્ષય નવમી પણ છે. શાસ્ત્રોમાં અક્ષય નવમીનું ઘણું મહત્વ ગણાવવામાં આવ્યું છે. અક્ષયનો અર્થ થાય છે જેનો ક્ષય ન થાય. આ દિવસે કરેલા કાર્યોનું ફળ અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. તેને ઈચ્છા નવમી, આંબળા નવમી, કૂષ્માંડ નવમી, આરોગ્ય નવમી, અને ધાતૃ નવમીના નામથી પણ ઓળખે છે. આ દિવસે આંબળાના વૃક્ષની પૂજા થાય છે. પૌરાણિક માન્યતા છે કે આ નવમી પર આંબળાની પૂજા કરનારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. 

1/12

મેષ

મેષ

આજે બધુ ગુલાબી ગુલાબી નજરે ચડશે તમને. કોઈના પ્રેમમાં પડી શકો છો. કાર્યસ્થળ પર નાની ભૂલોને નજર અંદાજ કરી શકો છો. કોઈ મોંઘો સામાન ખરીદવા માટે પૈસા ભેગા કરવામાં સક્ષમ રહી શકો છો. યોગ અને ધ્યાન તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે. કોઈ મોટા સમારોહમાં ભાગ લેવું રોમાંચિત કરશે. શૈક્ષણિક મોરચે નવી શરૂઆત કરશો. શુભ અંક: 8 શુભ રંગ: પીળો

2/12

વૃષભ

વૃષભ

કાર્યસ્થળ પર તમને લઈને કોઈના મનમાં શંકા હશે તે તમે દૂર કરવામાં સમર્થ રહેશો. શૈક્ષણિક મોરચે તમે તમારા ક્ષેત્રમાં શ્રેષ્ઠ સાબિત થઈ શકો છો. આવક વધશે અને નાણાકીય ચિંતાઓ દૂર થશે. સામાજિક મોરચે જે લોકોને તમે જાણતા નથી તેમની સાથે વિનમ્રતાથી વાત કરી શકો છો. મિત્રો સાથે બહાર જવાના કારણે તમારું એકલાપણું દૂર થશે. સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો શુભ અંક: 6 શુભ રંગ: લીલો

3/12

મિથુન

મિથુન

કોઈ મહત્વપૂર્ણ જવાબદારી માટે તમને લાયક ગણવામાં આવશે. સમજદારીથી જવાબદારી પૂરી  કરશો. પિરવારમાં જે લોકો એકબીજાને પસંદ નથી કરતા તેમની વચ્ચે તમે સેતુનું કામ કરશો. આ કામથી તમને  ખુબ સંતોષ મળશે. રોમેન્ટિંક મોરચે તમે આપસી સમજદારીથી સ્થિતિ રોમાંચક બનાવશો. બચત પ્રાથમિકતા રહેશે. બજેટમાં કાપ મૂકી શકો છો.  શુભ અંક:4 શુભ રંગ: ડાર્ક સિલેટિયા કલર

4/12

કર્ક

કર્ક

અંગત કામમાં ભાગ લેવા માટે તમને મંજૂરી મળી શકે છે. શૈક્ષમિક મોરચે કામને પ્રાથમિકતા મુજબ રાખીને તમે સારા પરિણામ મેળવી શકો છો. જરૂરિયાતના સમયે કોઈની મદદ કરીને તમે સંતોષનો અનુભવ કરશો. કાર્યસ્થળ પર સહકર્મી માટે તમારી સલાહ મહત્વપૂર્ણ સાબિત થશે. મુસાફરીમાં કોઈ ખાસ રસ ન હોવાના કારણે તમારા રોમાંચમાં અડચણ આવી શકે છે. રોમેન્ટિક મોરચે તમારી આંખ જ બધુ કહેવા માટે કાફી છે.  શુભ અંક: 11 શુભ રંગ: સફેદ

5/12

સિંહ

સિંહ

વૈવાહિક મોરચે કોઈ સંવેદનશીલ મામલે તમારી સતર્કતાના કારણે ઘરની શાંતિ અને સદભાવ જાળવી રાખવામાં સક્ષમ રહેશો. શૈક્ષણિક મોરચે તમારી આકરી મહેનત સફળ થવાની છે. તમે તમારી માસૂમિયતથી કોઈને પણ જીતી શકો છો. કોઈના પ્રેમાળ સાથમાં તમે મસ્તીના કેટલાક પળ વિતાવી શકો છો. કેટલાક લોકો ઘર ખરીદી શકે છે. રોકાણથી કોઈ સારી આવકના સંકેત છે.  શુભ અંક: 11 શુભ રંગ: સિલ્વર રંગ

6/12

કન્યા

કન્યા

વેપારીઓ અને નોકરીયાતોને સારી આવકના સંકેત છે. ઘરેલુ મોરચા પર તમે કોઈ પણ અડચણ વગર પ્રગતિની શરૂઆત કરી શકો છો. તમને અનાયસે કોઈનો પ્રેમ મળી શકે છે. વ્યવસાયિક મામલે તમે કોઈ નક્કર નિર્ણય લઈ શકો છો. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.  શુભ અંક: 2 શુભ રંગ: પીચ

7/12

તુલા

તુલા

આર્થિક મોરચે તમારા સિતારા બુલંદી પર છે. તમારી આવક અનેકઘણી વધવાની છે. જેને મનમા ને મનમાં ચાહતા હશો તેને તમારી ચાહતનો અહેસાસ થશે. તમને સકારાત્મક સંકેત મળવાના છે. કોઈ પણ કામને સારી રીતે કરવાની તમારી કાર્યશૈલી કાર્યસ્થળ પર માપી લેવાશે અને તેનો ફાયદો મળી શકે છે. ઘરેલુ મોરચે બધુ સારુ રહેશે. વૈવાહિક સંબંધમાં પ્રેમ વધશે અને નવિનતા આવશે. તમે તમારા પરિવારના યુવાઓનો ઉત્સાહ વધારો છો જેનાથી તેમને ચમકવાની તક મળશે.  શુભ અંક: 9 શુભ રંગ: કથ્થાઈ

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

જે લોકો સંપત્તિના કારોબારમાં છે તેમને સારી આવક થવાની છે. જો તમે કોઈ નવું સાહસ કરવા જઈ રહ્યાં છો તો તે અંગે રણનીતિ બહાર જઈને વિચારો. ભવિષ્યમાં કોઈ કામ માટે રોકાણ તમારી પ્રાથમિકતા રહેશે. બિન બુલાયે મહેમાન તમારી અંગત યોજનાઓ પર પાણી ફેરવી શકે છે. પ્રેમી સાથે ગંભીર વિવાદ ઊભો થઈ શકે છે.  શુભ અંક: 5 શુભ રંગ: ઊંડો લાલ

9/12

ધનુ

ધનુ

આર્થિક મોરચે તમારા સિતારા બુલંદી પર છે. તમારી આવક અનેકઘણી વધવાની છે. જેને મનમા ને મનમાં ચાહતા હશો તેને તમારી ચાહતનો અહેસાસ થશે. તમને સકારાત્મક સંકેત મળવાના છે. જે લોકો સંપત્તિના કારોબારમાં છે તેમને સારી આવક થવાની છે. જો તમે કોઈ નવું સાહસ કરવા જઈ રહ્યાં છો તો તે અંગે રણનીતિ બહાર જઈને વિચારો.  શુભ અંક: 5 શુભ રંગ: લાલ

10/12

મકર

મકર

કાર્યસ્થળે કોઈ કોઈ પણ સમસ્યા વગર તમને કોઈની મદદ મળી જશે. તમારા કામના કારણે તમે કોઈ સમારોહની શાન બની શકો છો. તમારી આપસી સમજદારીથી પ્રેમ મજબુત થઈ શકે છે. સુખદ યાત્રા પર જવાની શક્યતા છે. સંપત્તિનો મામલો સરળતાથી ઉકેલાતો જોવા મળે છે. ખરીદી કરતી વખતે ખર્ચનું ધ્યાન રાખવું સારું રહેશે.  શુભ અંક: 2 શુભ રંગ: હળવો ગુલાબી

11/12

કુંભ

કુંભ

આજે તમે જે સંગઠન માટે કામ કરી રહ્યા છો તેના કોઈ સમારોહની જવાબદારી તમને સોંપાઈ શકે છે. શૈક્ષણિક મોરચે અભ્યાસને વ્યવસ્થિત કરીને તમે કામના બોજથી બચી શકો છો. વધતા ખર્ચના કારણે તમે તમારા માટે કઈંક ખરીદવાની હિંમત ભેગી કરી શકતા નથી. પહેલા જેવા કામ મેળવવા માટે શોર્ટકટ નથી અપનાવી શકતા. સામાજિક મોરચે તમને મળવા માટે કોઈ આતુર છે. કોઈ તમારી મદદ ઈચ્છે છે.  શુભ અંક: 18 શુભ રંગ: કેસરિયા

12/12

મીન

મીન

આજે તમારું કોઈ સુંદર સ્વપ્ન પૂરું થવાનું છે. જેનાથી અપાર ખુશી મળશે. તીર્થયાત્રા પર બહાર જશો. ખર્ચ ઓછો કરીને બચત કરવી એ તમારી પ્રાથમિકતા રહેશે. કોઈ મહત્વપૂર્ણ ડીલ માટે કરેલી વાતચીત સકારાત્મક રેહશે. તમે પોતાને તંદૂરસ્ત રાખવા માટે સમય કાઢી શકો છો. લગ્ન યોગ્ય લોકો જલદી લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.  શુભ અંક: 5 શુભ રંગ: સિલેટિયા