close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાશિફળ 9 સપ્ટેમ્બર: આજે કઈ રાશિના જાતકો પર રહેશે ભોલેનાથની કૃપા અને કોણે રાખવી પડશે સાવચેતી તે ખાસ જાણો

Sep 9, 2019, 08:17 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.
 

1/12

મેષ

મેષ

કામકાજની સાથે તમારી જવાબદારી વધી શકે છે. દિવસભર વ્યસ્ત રહેશો. બિઝનેસના કેટલાક મામલા તમે સમજદારીથી પતાવી શકો છો. મોટેભાગે સફળ પણ રહેશો. ઓફિસમાં થોડી શાંતિ રહેશે. મુસાફરીનો કાર્યક્રમ બની શકે છે. પરેશાનીઓને પહોંચી વળશો. 

2/12

વૃષભ

વૃષભ

જૂના ટેન્શન દૂર થશે. પોતાના પર ધ્યાન આપશો. નવા કપડાં ખરીદશો. સક્રિયતાનું સ્તર વધશે. સમાજ અને પરિવાર બંને ક્ષેત્રે કામકાજ પૂરા થઈ શકે છે. દિમાગમાં અનેક પ્રકારના આઈડિયા આવશે. આવક અને ખર્ચાના મામલે તમારે ધ્યાન આપવું પડશે. સફળતા માટે ધૈર્ય જરૂરી છે. મિત્રોની મદદ મળતી રહેશે. 

3/12

મિથુન

મિથુન

ધનલાભ થઈ શકે છે. લાંબા સમય સુધી ચાલે તેવા કામથી ફાયદો થશે. અનેક પ્રકારના રોમાંચક વિચારો અને યોજનાઓ આજે બની શકે છે. અપરણિત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. તમે બુદ્ધિથી પોતાના કામ પતાવી શકો છો. આજે તમે પોતાને સાબિત કરીને બતાવશો. મિત્રો અને પરિવારનો સહયોગ મળશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. તમે ખુશ થશો. બેરોજગાર લોકો માટે દિવસ સારો કહી શકાય. 

4/12

કર્ક

કર્ક

અચાનક ધનલાભ થઈ શકે છે. અટવાયેલા પૈસા મળી શકે છે. પૈસાના મામલે ઉકેલ આવી શકે છે. મિત્રો તમને સમસ્યાઓમાંથી બહાર નીકળવામાં મદદ કરશે. કામકાજ સંબંધિત સારા અને વ્યવહારિક આઈડિયા આવશે. કોઈ સાથે અણબન હોય તો જલદી ઉકેલવાની કોશિશ કરો. વ્યવહારકુશળતા અને સહનશક્તિથી કામ લેશો તો મોટાભાગના મામલા ઉકેલાશે. 

5/12

સિંહ

સિંહ

આર્થિક સ્થિતિમાં કેટલાક બદલાવ આવે તેવા યોગ છે. જેનાથી તમે ખુશ થશો. તમારી મહત્વકાંક્ષા વધશે. અપેક્ષાઓનું સંતુલન રાખવું પડશે. તમારે બિઝનેસ કે કાર્યક્ષેત્રે સંબંધિત મુસાફરી કરવી પડશે. અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. ઓફિસમાં તણાવભરી સ્થિતિ દૂર થશે. મહેનત અને સમજદારીથી તમે એવા કામ પતાવશો જે પડકારભર્યા છે. કોઈ મોટું ટેન્શન દૂર થશે. 

6/12

કન્યા

કન્યા

ઓફિસ કે બિઝનેસમાં નવી પહેલ કરવાનો સમય છે. તમે કામકાજમાં નવા પ્રયોગ કરવામાં સફળ થઈ શકો છો. દિવસ સારો છે. આજે તમે જે પણ વિચારશો તેમાં સફળતા મળશે. અધિકારીઓ તમારા વખાણ કરશે. જીવનસાથી સાથે સમય સારો  પસાર  થશે. ભાગીદારીથી ફાયદો થશે. રોજબરોજના કામકાજથી ફાયદો થશે. પ્રોપર્ટીના કામ પણ પૂરા થઈ શકે છે. જૂના કામ સમયથી પૂરા થશે. કોટુંબિક સમસ્યાનું સમાધાન થશે. 

7/12

તુલા

તુલા

વિચારેલા જૂના કામ શરૂ કરો. ફાયદો થશે. આજે તમે સારું મહેસૂસ કરશો. સામૂહિક અને સામાજિક કામ કરવા માટે સારો દિવસ છે. પરિવારના મોટાભાગના  કામ તમારે પતાવવા પડશે. મિત્રો સાથે સમય પસાર કરશો. કોઈ પ્રકારના રોકાણની યોજના પણ બનાવી શકો છો. ધનલાભ થઈ શકે છે. ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

તમારા માટે દિવસ ખાસ રહેશે. કેટલીક એવી વસ્તુઓ સામે આવી શકે છે જે તમને આવનારા દિવસોમાં મોટો ફાયદો કરાવશે. કોઈ મુશ્કેલ મામલે ઉકેલ લાવવા સારો દિવસ છે. તમારી સમજદારીનો ઉપયોગ કરો. કાર્યક્ષેત્રમાં ઓળખીતા લોકો મદદ કરશે. નવી ડીલ તમારા માટે ફાયદાકારક બની શકે છે. દિવસ સારો રહેશે. કોઈ બીમારી ઠીક થશે. ભાગ્યનો સાથ અને અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. 

9/12

ધનુ

ધનુ

નોકરી, કેરિયર અને પૈસાની રીતે સારો દિવસ છે. નવી નોકરી કે પ્રમોશનની કોશિશમાં તમારી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. તમારી ઉત્સુકતા પણ ચરમસીમાએ રહેશે. નવા લોકોનો સંપર્ક થશે. અનેક લોકો તમને મદદ કરવા તૈયાર રહેશે. 

10/12

મકર

મકર

કોઈ મહત્વપૂર્ણ કામ કરી શકો છો. જે તમને મોટો ફાયદો કરાવશે. પૂરી મહેનત કરવા પર મજા આવશે. કોઈ જૂના કામને પતાવ્યાં બાદ તમને ફાયદો થશે. નવા કામ શરૂ કરવાની જગ્યાએ જૂના કામ પતાવવા પર ભાર મૂકો. જે લોકો અપરણિત છે તેમના માટે દિવસ સારો છે. બીજાથી આગળ નિકળવાની ઈચ્છા વધશે. 

11/12

કુંભ

કુંભ

આજે તમે મજબુતાઈ અને ધૈર્યથી કામ કરશો. દિવસભર પૈસા અંગે વિચારતા રહેશો. ભૂમિ અને પ્રોપર્ટીના કામથી ધનલાભ થવાના યોગ છે. કોઈ નવું કામ કરવાનું વિચારી રહ્યાં હોય તો કેટલાક કામ તમારી સામે આવી શકે છે. રોજબરોજના કામકાજ વધુ રહેશે. થોડા સમયમાં બધુ ઠીક થઈ જશે. ધૈર્ય રાખો. ઓફિસમાં તમે પ્રગતિ અંગે વિચારો. આગળ વધવા માટે કઈંક નવું શીખવું પડશે. 

12/12

મીન

મીન

આજે તમે જે પણ કામ કરશો તેમાં કઈક ફાયદો થશે જ. કામકાજથી પૈસા મળશે. મનમાં પૈસાને લઈને અનેક પ્રકારના વિચાર આવી શકે છે. તેના પર તરત કોઈ  પગલા લઈ શકો છો. દસ્તાવેજી કામો પર ભાર મૂકો. કેટલાક કાગળ તમારા માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે. ફરવા માટે પણ સારો સમય છે.