close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાશિફળ 10 ઓક્ટોબર: આ રાશિના જાતકોને આજે ગોચર ગ્રહો જમીન સંપત્તિ મામલે કરાવશે ખુબ ફાયદો

Oct 10, 2019, 08:30 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

બિઝનેસ બરાબર ચાલશે. જૂના પૈસા પાછા મળી શકે છે. જમીન સંપત્તિના મામલે ફાયદો થવાના યોગ છે. જૂના પૈસા ક્યાક અટકેલા હશે તો તે પણ આજે મળવાની સંભાવના છે. કરજને પહોંચી વળવા માટે સહયોગ અને રસ્તો પણ મળશે. પૈસા સંબંધિત મામલે વિચાર કરવો પડશે. પિતાની પૂરી મદદ મળી શકે છે. કાર્ય સ્થળ પર તમારા સાથીઓનો સહયોગ મળશે.

2/12

વૃષભ

વૃષભ

નોકરીયાતોને અધિકારીઓ સહયોગ મળશે. આજે અનેક કામ કરવા પડી શકે છે. પરંતુ કામકાજથી ગભરાઓ નહીં. પાર્ટનરનો પ્રેમ અને સુખ મળવાના યોગ છે. ધનલાભના યોગ છે. ગૂંચવાયેલા મામલાઓને ઉકેલવા તમારા માટે સરળ છે. રોકાણના પણ યોગ બની રહ્યાં છે. નવા મકાનની ખરીદીનું મન થશે. ધાર્મિક મુસાફરી થઈ શકે છે. કોઈ સારી તક મળી શકે છે. 

3/12

મિથુન

મિથુન

ભાગ્ય અને સમય તમારી ફેવરમાં થઈ શકે છે. આજે કોઈ કામમાં ઉલટફેર થવાના કારણે તમને ફાયદો થઈ શકે છે. જૂના કામ પતાવવા અને નવા કામ શરૂ કરવા માટે સારો દિવસ છે. તમારા જરૂરી કામો પૂરા થશે. જોખમભર્યા કામોમાં સફળતા મળવાના યોગ છે. મોટાભાગનો સમય મિત્રો સાથે પસાર થઈ શકે છે. 

4/12

કર્ક

કર્ક

રૂટિન કામોમાં જોખમ ઊભુ થઈ શકે છે. જીદ કરશો તો કોઈ સાથે વિવાદ થવાની શક્યતા છે. કામકાજમાં અડચણોથી મૂડ ખરાબ થશે. ભાગદોડ  રહેશે. કેટલાક મામલે લોકોની મદદ નહીં મળી શકે. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે. 

5/12

સિંહ

સિંહ

પરિવારમાં સુખ શાંતિ વધશે. કાર્યક્ષેત્રમાં નવા કરાર કે સમજૂતિ થવાની શક્યતા. સામાજિક કામમાં સન્માન મળશે. ઓફિસમાં કોઈ ગુપ્ત રીતે મદદ કરી શકે છે. પાર્ટનર તમને આર્થિક મદદ કરી શકે છે. રોમાન્સની સારી તક છે. 

6/12

કન્યા

કન્યા

કારોબાર વધશે. નીચલા સ્તરના કર્મચારીઓનો સહયોગ મળશે. ખાસ લોકો સાથે મુલાકાત થઈ શકે છે. નિયમિત કામકાજમાંથી થોડા સમય માટે છૂટકારો મળશે. જે કામને અધૂરું સમજતા હતાં તે પૂરું થશે. મોટા લોકોના સહયોગથી ફાયદો થશે. 

7/12

તુલા

તુલા

નોકરી અને બિઝનેસમાં લાભની શક્યતા. વિશેષ લાભ અને ઉન્નતિ માટે થોડી વધારે કોશિશ કરવી પડશે. જેમાં સફળ થશો. શરૂ કરાયેલા કામો ભાગ્યના જોરે પૂરા થશે. બીજાને નારાજ કર્યા વગર ચતુરાઈથી કામ કરો. લવર કે જીવનસાથી પર ગુસ્સો ન કરો.

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

બિઝનેસમાં ફાયદો ઓછો જ થશે. ટ્રાન્સફરના યોગ છે. કોઈ નવું કામ શરૂ ન કરો. કાર્યક્ષેત્રે ધ્યાન ભટકી શકે છે. ફાલતુ કામોમાં મન પરોવાયેલું રહેશે. વિચારેલા કામો પૂરા ન થવાથી મૂડ ખરાબ રહી શકે છે. પ્રેમ સંબંધમાં તણાવ ઊભો થાય. 

9/12

ધનુ

ધનુ

રોજબરોજના કામો પૂરા થશે. સમજી વિચારને લેવાયેલા નિર્ણયથી ફાયદો થશે. પૈસાની સ્થિતિમાં સારા ફેરફારની તકો મળી શકે છે. પ્રેમ સંબંધમાં સફળતા મળશે. પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો. સ્પાઈસી ફૂડ ન ખાઓ.

10/12

મકર

મકર

નવી ડીલ ન કરો તો સારું. પૈસા અટવાઈ શકે છે. ઈચ્છા ન હોવા છતાં પૈસા ખર્ચાઈ શકે છે. પ્લાનિંગ ગુપ્ત રાખો. પરિવારના લોકો કોઈ કપરી સ્થિતિમાં નાખી શકે છે. વાદ વિવાદમાં ગૂંચવાઈ શકો છો. કામકાજમાં સુસ્તીનો માહોલ રહેશે. 

11/12

કુંભ

કુંભ

આર્થિક તંગી ખતમ થશે. આવક અને ખર્ચ બરાબર રહેશે. કાર્યક્ષેત્રે તમે પૂરી તાકાતથી કામ પતાવશો. અચાનક ધનલાભના ચાન્સ. સારા લોકોની સંગતથી ફાયદો થશે. આજે તમે કોઈ ખાસ પરિણામના ઈન્તેજારમાં ધૈર્ય રાખશો તો ખુશ થશો.

12/12

મીન

મીન

બિઝનેસ ન વધારો તો સારું. જેમ ચાલે છે તેમ ચાલવા દો. કોઈ મોટા કે નવા નિર્ણય ન લો તો સારું. સાવધાની રાખો. પૈસા ખર્ચ કરવામાં ચતુરાઈથી  કામ લેશો. થાક અને ઊંઘની કમીથી પરેશાની થઈ શકે છે.