રાશિફળ 16 ઓગસ્ટ: આ 6 રાશિના જાતકો પર ભાગ્ય આજે મહેરબાન, પણ આ રાશિવાળા રહે સાવધાન

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

મેષ

1/12
image

તમારી આસપાસના લોકોથી ઘણુ વધારે ભાવનાત્મક સમર્થન મેળવવા માટે તૈયાર રહો. પાછા બેસી જવું, આરામ કરવું અને શાંતિથી બેસવા માટે સારો સમય છે. મહિનાનો પહેલો દિવસ છે અને ચીજો પર વધુ ભાર ન આપો તો સારુ છે. તમારા કામ એકબાજુ રાખો અને પોતાના માટે સમય કાઢો. 

વૃષભ

2/12
image

આજે એ કામ કરો જે સામાન્ય રીતે તમે કરતા નથી. તમારી ક્ષિતિજને વ્યાપક બનાવવા અને થોડું વધુ જાણવા માટે નવા હિતો શોધવાની કોશિશ કરો. એક સરખી કામ કરવાની ઘરેડના કારણે તમે તમારા કાર્યોથી ઉબાઈ જશો. આથી સુનિશ્ચિત કરો કે તમે ચીજોને અહીં અને ત્યાં બરાબર ઓપરેટ કરી શકો છો. 

મિથુન

3/12
image

આજે તમે પોતાનામાં ભાવનાત્મક તણાવ મહેસૂસ કરી શકો છો. અનેક પ્રકારની  લાગણીઓ તમારા અંદર દોડી રહી છે અને તે તમને ભારે પડી શકે છે. આજે તમે તમારો દિવસ ચીજોથી ધીમી ગતિએ પસાર કરો. કામમાંથી એક દિવસ છૂટ્ટી લો અને કઈંક એવું કરો કે જે તમને શાંતિ આપે. તમે સારું મહેસૂસ કરશો. 

કર્ક

4/12
image

પૈસાના મામલે તમારું કામ અટકશે નહીં. અચાનક ધનલાભ થઈ શકે છે. લોકોના મનમાં શું ચાલી રહ્યું છે કે તે સમજી શકશો. અંગત અને કૌટુંબિક જીવનમાં સફળતા અને સંતુષ્ટી મળી શકે છે. બિઝનેસમાં મહેનતના દમ પર સફળતા મળવાના યોગ છે. ખર્ચા કરવાના મામલે મન પર નિયંત્રણ રાખવાની કોશિશ કરો. કૌટુંબિક મામલા સરળતાથી ઉકેલાઈ શકે છે. ધૈર્ય રાખશો તો સફળતા મળી શકે છે. અટકેલા કામો પૂરા થવાના યોગ છે અને તમારા કામોના વખાણ થઈ શકે છે. 

સિંહ

5/12
image

મિત્રો અને ભાઈઓનો સહયોગ મળશે. નવા કામ શરૂ થશે અને વિચારેલા કામો પૂરા થશે. સંપત્તિના કામ પર ધ્યાન આપશો. પરાક્રમ વધી શકે છે. ડીલમાં સારી સફળતા મળવાના યોગ છે. જવાબદારીઓ પર ધ્યાન આપો. પાર્ટનર માટે સમય કાઢો. 

કન્યા

6/12
image

દિવસ સારો છે તમારી ભાવનાઓ પર કંટ્રોલ કરશો તો ફાયદો થશે. વિપરિત લિંગની વ્યક્તિથી ફાયદાના યોગ છે. સમય પર કામ પૂરા થશે. કોઈના મેન્ટલ સપોર્ટથી તમારી માનસિક સ્થિતિમાં સંતુલન રહેશે. 

તુલા

7/12
image

હાલાતને બદલવાની કોશિશ કરશો. હિંમત અને દિમાગથી બગડેલી સ્થિતિને સંભાળવામાં મદદ મળશે. સારા વ્યવહારના કારણે કેટલાક લોકોની મદદ મળી શકશે. અટવાયેલા કામ પૂરા થવાની શક્યતા છે. કામમાં પણ મન લાગશે. સંયમમાં રહેવું પડશે. 

વૃશ્ચિક

8/12
image

અનેક કામ સરળતાથી પૂરા થશે અને તમારી અસર લોકો પર રહેશે. જે કામ અને વાત અટકી રહી છે તેના માટે વચ્ચેનો રસ્તો પણ નીકળશે. કામકાજમાં સફળતાના યોગ છે. જીવનસાથીની મદદ મળશે. ઘરની સમસ્યાઓનો ઉકેલ આવશે. કાનૂની મામલામાં ધ્યાન રાખો.

ધનુ

9/12
image

આજે એવા કામ પૂરા થશે જેનું તમે દિવસોથી પ્લાનિંગ કરી રહ્યાં હતાં. લાંબા સમયથી અધૂરી ઈચ્છાઓ પૂરી થશે. કોશિશોમાં સફળતા મલશે. મીઠું બોલીને બધુ કામ કરાવી લેશો. ભાગ્યનો ભરપૂર સાથ મળશે. પોતાના પર ભરોસો રાખો. 

મકર

10/12
image

જે કામને પૂરા કરવામાં સમસ્યા આવતી હોય તેને ટાળો. મોટું પગલું ભરતા પહેલા સારી રીતે વિચારો, કોઈ અનુભવીની સલાહ લો. શારીરિક સમસ્યાઓ ખતમ થશે. બિઝનેસમાં સારી સ્થિતિ સર્જાશે. કોશિશ કરશો તો અટવાયેલા નાણા પરત મળશે. 

કુંભ

11/12
image

દિવસ સામાન્ય રહેશે. પરેશાનીમાં પોતાની જાતને સંભાળો. વિવાદથી દૂર રહો. કેટલાક વિવાદોમાં સમાધાન થઈ શકે છે. પૈસા મામલે પ્રગતિ થશે. જૂના અટવાયેલા કામોમાં ગતિ આવશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. 

મીન

12/12
image

રોજબરોજના અને પાર્ટનરશીપના કામ સમયસર પૂરા થશે. મિત્રો અને ભાઈઓની મદદના યોગ છે. કોઈ કન્ફ્યૂઝન ખતમ થશે. પૈસા અને અન્ય મામલે ફાયદાકારક દિવસ છે. માનસિક રીતે સક્રિય રહેશો. કામકાજમાં સુધારનો દિવસ છે.