રાશિફળ 22 સપ્ટેમ્બર: આ રાશિના જાતકો ગુસ્સો કાબૂમાં રાખે નહીં તો ન થવાનું થશે, જાણો કેવો રહેશે દિવસ

Sep 22, 2020, 07:47 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

આજે નોકરીમાં પદોન્નતિની શક્યતા છે. પરંતુ આવકમાં ઘટાડો થવાના યોગ પણ છે. બચત અને રોકાણની યોજના બનાવશો. કેટલાક વિચારેલા કામો પૂરા કરવા માટે વધુ મહેનત કરવી પડશે. પ્રપોઝ કરવા માટે સારો સમય છે. 

2/12

વૃષભ

વૃષભ

સમજી વિચારીને રોકાણ કરો. લેવડ દેવડ અને રોકાણમાં સાવધાની રાખવી પડશે. કોઈ ખાસ રહસ્ય ઉજાગર થશે. શનિ-ચંદ્રમાંના કારણે બચત વપરાશે. ઉતાવળમાં કઈંક એવું કામ કરશો કે બાજી બગડશે. સાવધાની વર્તવી પડશે. 

3/12

મિથુન

મિથુન

લેવડ દેવડમાં સાવચેતી રાખો. ઓફિસમાં વધુ મહેનત કરવી પડશે. મહત્વપૂર્ણ સફળતા મળવાની પણ શક્યતા નથી. જૂના રોગ હેરાન કરશે. ઉતાવળે નિર્ણય લેશો તો પસ્તાશો. નુકસાન થવાની પણ શક્યતા છે. કોઈની મદદ મળશે નહીં. 

4/12

કર્ક

કર્ક

વિચારેલા કામો પૂરા ન થવાથી દુખી થશો. ધન હાનિના યોગ છે. તણાવ અને ભાગદોડવાળો દિવસ રહશે. વધુ કામ કરશો પરંતુ ફાયદો ઓછો મળશે. કોઈ પ્રકારની બેદરકારી વર્તશો. પરિવારના કોઈ મોટા સભ્યની તબિયત બગડશે.   

5/12

સિંહ

સિંહ

કામકાજમાં સફળતા મળશે. ફાયદાકારક ડીલ થશે. નોકરીયાતોને આંશિક ધનલાભના યોગ છે. જે ઈચ્છશો તે મળશે જેથી પ્રસન્નતા વધશે. કોઈ શુભ સમાચાર મળશે. કોશિશ કરશો તો લગભગ દરેક કામથી ફાયદો થશે. 

6/12

કન્યા

કન્યા

વધુ મહેનત કરવી પડશે અને તેનો ફાયદો પણ તમને મળશે. બિઝનેસમાં સારા લાભની આશા છે. નોકરીયાતો માટે સારો સમય છે. જૂના ટેન્શન દૂર થશે. ચંદ્રમા તમારા કર્મભાવથી મનના ભાવને જોશે. અધૂરા કામ પૂરા કરશો. ફરવા જશો. 

7/12

તુલા

તુલા

સમજી વિચારીને રોકાણ કરો. ધન અને પરિવારના સહયોગથી મન પ્રસન્ન રહેશે. કેરિયર અને વ્યવસાયમાં પ્રગતિની દરેક શક્ય કોશિશ કરો. મહેનતના દમ પર લોકો પર પ્રભાવ પાડશો. જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરો.   

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

બિઝનેસમાં તણાવ વધશે. થોડા સાવધ રહો. કોઈ નુકસાનના સમાચાર મળી શકે છે. કોઈ પણ સ્થિતિનો વિરોધ કરશો તો તમે જ હેરાન થશો. કોઈ પણ નવું કામ શરૂ ન કરો. ખુબ સાવચેતી રાખો. જૂના રોગ પરેશાન કરી શકે છે.

9/12

ધનુ

ધનુ

અચલ સંપત્તિથી ફાયદાના યોગ છે. બિઝનેસ કરનારા માટે સારો દિવસ છે. લવ લાઈફ માટે સારો સમય છે. નોકરી અને બિઝનેસમાં જરૂરી કામ આજે પૂરા થઈ શકે છે. પ્રોપર્ટી મામલે ફાયદો થઈ શકે. સમજી વિચારીને નિર્ણય લેજો. 

10/12

મકર

મકર

બેરોજગારોને રોજગારી મળશે. વ્યાપારમાં લાભ થશે. અટવાયેલા કામો પૂરા થશે. કામ અને મહેનતથી આલોચકોને જવાબ આપશો. જૂના દેવાની પતાવટ કરશો. કોઈ નવી વાત જાણવા મળશે. સંભાળીને રહો.   

11/12

કુંભ

કુંભ

નોકરીયાતોને પ્રમોશન મળી શકે છે. અધિકારીઓની મદદ મળશે. જૂની યોજનાઓ પૂરી થવાથી ફાયદો થઈ શકે છે. કોઈ નવું કામ કરી શકો છે. લવ પાર્ટનરની સલાહથી ધનલાભ થશે. લવ લાઈફ માટે સારો દિવસ છે. જૂના રોગ પરેશાન કરશે. 

12/12

મીન

મીન

બિઝનેસમાં મોટા નિર્ણય સાવચેતીથી લો. નુકસાન થવાના યોગ છે. કોઈ કામ ટળી શકે છે. ખાસ કામને લઈને કન્ફ્યુઝન વધશે. બિઝનેસ કે નોકરીમાં જૂના કામને લઈને મનમાં ડર રહી શકે છે. પ્લાનિંગ ફેલ જવાની સંભાવના છે.