રાશિફળ 28 માર્ચ: કોરોનાનો કાળો કેર, લોકડાઉનની સ્થિતિમાં કેવો રહેશે તમારો આજનો દિવસ તે જાણો

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

મેષ

1/12
image

પોતાનો વ્યવહાર લચિલો રાખશો એટલા સફળ થશો. પરિવારને લઈને વધુ પઝેસિવ થઈ શકો છો. પરિવારની કોઈ જૂની અણબન ખતમ થઈ શકે છે. લચીલા વ્યવહારના દમ પર કામ કરનારાઓ સાથે સમાધાન થઈ શકે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. પરેશાનીઓ વધુ સમય માટે નહીં રહે. આળસ છોડીને એક-એક કરીને કામ હાથમાં લો અને સમય પર પૂરુ કરો. કોશિશ અને દૂરંદેશીપણાથી તમને મદદ મળી શકે છે. 

વૃષભ

2/12
image

અચાનક ધનલાભ થઈ શકે છે. મહત્વપૂર્ણ લોકો સાથે તમારી મુલાકાત કે ફોન પર વાત થઈ શકે છે. વાતચીત, ઈન્ટરવ્યું તથા સોદાબાજી માટે સારો દિવસ બની શકે છે. મિત્રો અને સાથીઓના દમ પર તમે વધુ કામ પૂરા કરી શકો છો. કેટલીક જવાબદારીઓ તમે બીજા દિવસ માટે ટાળી શકો છો. અધૂરા કામ પૂરા થવાની શક્યતા છે. ભૂમિ-સંબંધી લેણદેણમાં રૂચિ વધશે. બિઝનેસમાં નવા એગ્રિમેન્ટ થશે. સંપત્તિ વધારવાની કોઈ યોજના તમારી સામે આવી શકે છે. 

મિથુન

3/12
image

બિઝનેસ કરનારાઓને સારા પ્લાનિંગથી સફળતા મળી શકે છે. નોકરીયાતોને અધિકારીઓ તરફથી મદદ મળી શકે છે. રૂપિયાને લઈને સારો દિવસ છે. નવા લોકો સાથે પ્રોફેશનલ સંબંધ બની શકે છે. કામકાજમાં જેટલી મહેનત કરશો તેટલુ ફળ અને સન્માન મળશે. તમારી પ્રતિભા બતાવવાની તક મળી શકે છે. ધ્યાન રાખો કે નોકરી અને અંગત જીવનમાં તમે જે નિર્ણયો લેશે તેની અસર લાંબા સમય સુધી પડશે. 

કર્ક

4/12
image

આજે તમારામાં કામકાજ પૂરા કરવા માટે ખુબ એનર્જી રહેશે. મન પર કાબુ રાખો. મહેનતનું પરિણામ તમારી ફેવરમાં થઈ શકે છે. કોઈ કામ માટે થોડી વધુ મહેનત કરવી પડી શકે છે. પોતાના પર ધ્યાન આપો. કોઈ નવી ચીજ શીખશો. 

સિંહ

5/12
image

સકારાત્મક વિચારધારા રાખીને આગળ વધશો તો વધુ કામ પૂરા કરી શકશો. કામ પર વારંવાર વિચાર કરવાની તક મળી શકે છે. પર્સનલ લાઈફ પણ સારી રહેશે. નોકરીયાતો નવી યોજના ઘડી શકે છે. આગળ વધવાની પણ કોશિશ કરશો. તમારા મિત્રો અને મદદગાર લોકોનું સન્માન કરો. ઈજ્જત કરો. 

કન્યા

6/12
image

ઓફિસમાં સાથે કામ કરનારા લોકો અને મોટા લોકો સાથે મહત્વપૂર્ણ મામલાઓ પર વાતચીત થવાના યોગ છે. તેમા તમને ખુશી મળી શકે છે. કઈંક નવું શીખી શકો છો. અટકાયેલા કામો પૂરા થવાના યોગ છે. તમારા વિચારોને પણ મહત્વ મળી શકે છે. ખાસ લોકો સાથે મુલાકાતના યોગ બને છે. 

તુલા

7/12
image

કામને ધૈર્ય અને સમજદારીથી પૂરું કરવાની કોશિશ કરો. આ રાશિના કેટલાક લોકો રોજગારીની તલાશમાં રહેશે. ટેક્નિકલ ફિલ્ડવાળા લોકો માટે સારો દિવસ રહેશે. ભાગ્યનો સાથ મળી શકે છે. તમારા માટે દિવસ મોટાભાગે સકારાત્મક રહી શકે છે. તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે. 

વૃશ્ચિક

8/12
image

કેટલાક નવા અનુભવો માટે તૈયાર રહો. તેનાથી તમારા આત્મવિશ્વાસ અને સન્માનમાં વધારો થઈ શકે છે. ઘર પર કેટલાક કામ આજે ફોન ઉપર જ પૂરા કરશો. મોટા ભાગના મામલાઓ તમારી ફેવરમાં રહેશે. બિઝનસે વધારવાની તકો મળી શકે છે. 

ધનુ

9/12
image

તમારી દિનચર્યા વ્યવસ્થિત રાખો. નજીકના લોકોને તમારાથી કેટલીક અપેક્ષાઓ હોઈ શકે છે. બિઝનેસ પાર્ટનર સાથે મળીને કરવામાં આવેલા કામોથી ફાયદો થશે. બિઝનેસની શરૂઆત સુસ્ત રહેશે. ધીરે ધીરે કામકાજમાં ગતિ આવી શકે છે. સંતાનોને પણ સમય આપવો પડી શકે છે. મોટા સપના જોશો પરંતુ સમસ્યાનું સમાધાન થઈ જશે.

મકર

10/12
image

બગડેલા કામો અને સ્થિતિઓને કોશિશ કરીને સુધારી શકો છો. નવા સંબંધોથી ફાયદા થઈ શકે છે. મિત્રોથી મદદ મળશે. કામકાજ અને તેના માટે જરૂરી લોકોને સમજો. પ્રેમી કે કોઈ કરીબી મિત્ર સાથે બોલચાલ લગભગ બંધ હતી તો આજથી શરૂ થઈ શકે છે. રાજનીતિક અને સામાજિક કામોમાં સફળતા મળવાના યોગ છે.

કુંભ

11/12
image

પરેશાન લોકોને રાહત મળી શકે છે. કોઈ કામને મન લગાવીને કરશો તો જલદી સફળ થશે. બિઝનેસ કરનારાઓને જેટલું કામ મળે તેટલુ સ્વીકારતા જાઓ. એક એક કરીને કામ પૂરા કરો. નવા કામની યોજના બની શકે છે. કોઈ પ્રકારના રોકાણ કરતા પહેલા બરાબર ચેક કરો.  

મીન

12/12
image

તમારી તમામ યોજનાઓ અને વિચારો સારી રીતે બીજાને સમજાવી શકો છો. તમને આવનારા દિવસોમાં ફાયદો થઈ શકે છે. જૂની સમસ્યાનો કોઈ નવો પહેલુ પણ તમારી સામે આવી શકે છે. ઓફિસના જૂના કામ પૂરા કરવા માટે ઠીક દિવસ છે. રોમાન્સ માટે પણ સારો દિવસ છે. પાર્ટનર તમારી વાત માનશે.