close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાશિફળ 7 ઓક્ટોબર: આ 4 રાશિના જાતકો પર આજે ભોલેનાથની અઢળક કૃપા રહેશે. મોટા ધનલાભના યોગ

Oct 7, 2019, 09:03 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. આજે સાંજે 8 વાગ્યા સુધી શિવ યોગ પણ રહેવાનો છે. આજે ચંદ્રમાની ગતિ સિંહ બાદ કન્યા રાશિમાં પણ થઈ રહી છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.
 

1/12

મેષ

મેષ

કામકાજમાં તમારી જવાબદારી વધશે. દિવસભર વ્યસ્ત રહેશો. બિઝનેસમાં કેટલાક મામલા અટોપી શકશો. મોટેભાગે સફળ રહેશો. ઓફિસમાં થોડી શાંતિ રહેસે. મુસાફરીનો કાર્યક્રમ બની શકે છે. પરેશાનીઓને પહોંચી વળવાનું પ્લાનિંગ કરશો. 

2/12

વૃષભ

વૃષભ

જૂના ટેન્શન દૂર થશે. પોતાના પર ધ્યાન આપશો. નવા કપડાં ખરીદી શકો છો. તમારી સક્રિયતાનું સ્તર વધશે. સમાજ અને પરિવાર બંને ક્ષેત્રે તમે કામકાજ પૂરા કરશો. દિમાગમાં અનેક પ્રકારના આઈડિયા પણ આવી શકે છે. આવક અને ખર્ચા મામલે ધ્યાન આપવું પડશે. સફળતા માટે ધૈર્ય જરૂરી છે. મિત્રોની મદદ મળશે. 

3/12

મિથુન

મિથુન

ધનલાભ થઈ શકે છે. એવા કામથી ફાયદો થશે જે લાંબા સમય સુધી ચાલશે. અનેક પ્રકારના રોચક વિચારો અને યોજનાઓ બની શકે છે. અપરણીત લોકોના વિવાહ નક્કી થઈ શકે છે. તમારી બુદ્ધિથી તમે કામ પૂરા કરાવી શકો છો. આજે તમે પોતાને સાબિત કરી બતાવશો. મિત્રો અને પરિવારનો સહયોગ મળવાના યોગ છે. કોઈ સારા સમાચાર પણ તમને મળી શકે છે. તમે ખુશ થશો. બેરોજગારો માટે સારો દિવસ બની શકે છે. 

4/12

કર્ક

કર્ક

અચાનક ધનલાભ થઈ શકે છે. અટવાયેલા પૈસા પાછા મળવાના યોગ છે. પૈસા મામલે ઉકેલ આવી શકે છે. મિત્રો તમને સમસ્યામાંથી બહાર કાઢવામાં મદદ કરશે. કામકાજ સંબંધિત સારા અને વ્યવહારિક આઈડિયા તમારા મગજમાં આવશે. કોઈ સાથે અણબન થઈ હશે તો જલદી ઉકેલ આવશે. વ્યવહારકુશળતા અને સહનશક્તિથી કામ લેશો તો મોટાભાગના મામલે ઉકેલ આવશે. 

5/12

સિંહ

સિંહ

બિઝનેસમાં નવી યોજના બની શકે છે. અટવાયેલા નાણા પાછા મળી શકે છે. કોઈથી ઉધાર પૈસા લેવા પડી શકે છે. કોશિશો સફળ થશે. ઓફિસના કોઈ કામથી મુસાફરીના યોગ છે. જે ફાયદો કરાવશે. જીવનસાથીનો સહયોગ મળશે. કોઈ ઈચ્છા પૂરી થશે. 

6/12

કન્યા

કન્યા

નોકરી અને બિઝનેસના નિર્ણયો ભાવનામાં આવીને ન લો. વિવાદનો સામનો કરવો પડી શકે છે. કોઈ જૂનો વિવાદ સામે આવી શકે છે. પરિવારની સમસ્યાઓ રહેશે. માનસિક પરેશાનીઓ વધશે. નજીકના સંબંધમાં ઉલટફેરના યોગ છે. થોડા પરેશાન થશો. વાહનનો ઉપયોગ સાવધાનીથી કરો. 

7/12

તુલા

તુલા

કરજથી છૂટકારો મળી શકે છે. તમારા કામ પર પૂરી નજર રાખો. અધિકારીઓનો સહયોગ મળશે. આજે યોજના બનાવવી એ મહેનત કરતા પણ વધુ કારગર સાબિત થઈ શકે છે. તમારા માટે પરિવાર, જમીન-સંપત્તિ મામલે, મિત્રો અને સંબંધીઓ ખાસ બની શકે છે. તમારો વ્યવહાર પાર્ટનરને ખુશ કરશે. કઈંક નવું અને સકારાત્મક કામ કરશો તો તમે તમારા જીવનમાં સારો એવો સુધારો કરી શકશો. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

બિઝનેસ સારો ચાલશે. ખાસ કામ પૂરું થઈ શકે છે. ભૌતિક સુવિધાઓ તરફ ઢળશો. વ્યક્તિગત સમસ્યાઓનો ઉકેલ આવશે. જમીન-સંપત્તિ ખરીદવા પર ધ્યાન રહેશે. રોકાણની યોજના બની શકે છે. અચાનક સૂજનારી કે મળનારી વ્યક્તિથી તમને ફાયદો થશે. આરામ મળશે.   

9/12

ધનુ

ધનુ

નોકરીમાં પદોન્નતિની સંભાવના. પોતાનો બિઝનેસ હશે તો તેના પર ધ્યાન રહેશે. બિઝનેસ અને કામકાજ સંબંધિત પરેશાનીઓ દૂર થશે. ફાલતુ ભાગદોડ બંધ થશે. ઘર અને ઓફિસ બંને જગ્યાએ માહોલ ખુશનુમા રહેશે. લવ લાઈફ અને દાંપત્ય જીવન માટે સમય સારો છે. થાક અને તણાવ થઈ શકે છે.   

10/12

મકર

મકર

આર્થિક મામલે સુધાર થઈ શકે છે. નવા કોન્ટેક્ટનો ફાયદો થશે. કામકાજના વખાણ થશે. અચાનક ક્યાંકથી ધનલાભ થશે. નોકરીમાં મનગમતી બદલી કે પદોન્નતિની સંભાવના છે. દાંપત્ય જીવન પણ સુખી રહેશે. લવલાઈફ માટે સારો દિવસ છે. ભારે ભોજનથી પરેશાની થઈ શકે છે. 

11/12

કુંભ

કુંભ

બિઝનેસમાં આત્મનિર્ભરતા રહેશે. નવા લોકોનો સંપર્ક થશે. કામકાજ વધશે. સાથેના લોકોનો સહયોગ મળશે. નવા લોકો સાથે સારા સંબંધ બનશે. બેરોજગારોને નોકરી મળશે. આર્થિક સ્થિતિમાં જલદી સુધાર લાવવામાં સફળ થશો. વિચારેલા કામો પૂરા થશે. જૂની સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. 

12/12

મીન

મીન

વાણી પર સંયમ રાખો. અનિયમિત દિનચર્યાના કારણે આળસ અને થાક થઈ શકે છે. કેટલાક નાના કામોમાં પરેશાની રહેશે. આવક મુજબ જ ખર્ચ કરો તો સારું. આત્મવિશ્વાસ નિયંત્રણમાં રાખો. કોઈ વાત પર થોડી બેચેની થઈ શકે છે. જોશમાં આવીને નવું રોકાણ ન કરો.