રાશિફળ 8 ઓક્ટોબર: આજે વિજયાદશમી, આ રાશિના જાતકોના ગોચર ગ્રહો તેમને અપાવશે દુશ્મનો પર જીત

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.
 

મેષ

1/12
image

અનેક દિવસોથી અટવાયેલા કામો પૂરા થઈ શકે છે. કૌટુંબિક સંબંધો મધુર રહેશે. તમારી ઈમેજ સુધારવાની તક તમને મળી શકે છે. વિચારેલા કામો પૂરા થઈ શકે છે. તમારા માટે દિવસ ઉત્સાહવર્ધક રહેશે અને મનોરંજન પણ થતું રહેશે. કૌટુંબિક મામલે તમારે ધ્યાન આપવું પડશે. કેટલાક ઘરેલુ અટવાયેલા કામોનો ઉકેલ આવી શકે છે. પરણિત લોકોને સુખ મળી શકે છે. પ્રેમ વધશે. જૂની બીમારીઓમાં થોડી રાહત મળી શકે છે. 

વૃષભ

2/12
image

કારોબારમાં વ્યસ્તતા રહેશે. કાર્યક્ષેત્રે સન્માન મળી શકે છે. મહેનતથી ધન કમાઈ લેશો. જે કામ છેલ્લા કેટલાય દિવસોથી અધૂરા પડ્યા હતાં તે પતી શકે છે. નવા કરાર કે નવા સંબંધ બનવાની સંભાવના છે. સમય સારો છે. કેટલાક ક્ષેત્રોમાં તમે એક સાથે સક્રિય રહેશો. આગળ વધવા માટે તમારે જીવનમાં કેટલાક ફેરફાર કરવા પડી શકે છે. પરણિત લોકોને રોમાન્સની તક મળી શકે છે. મુસાફરીના પણ યોગ છે. 

મિથુન

3/12
image

ઉતાવળમાં કોઈ કામ ન કરો. પૈસાની સ્થિતિની ચિંતા કરવી પડશે. તમારે ફાલતુ ખર્ચા થઈ શકે છે. નોકરી અને ધંધામાં કોઈ વાતને લઈને ગૂંચવણ થઈ શકે છે. પૈસાના મામલે સાવધાની રાખવી પડશે. સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન વર્તો. ઓફિસ કે વર્ક પ્લેસ પર તણાવપૂર્ણ સ્થિતિ બની શકે છે. આજે તમે મિત્રો અને પરિવારની જરૂરિયાતોમાં ફસાઈ શકો છો. પેટ સંબંધિત રોગના યોગ છે. 

કર્ક

4/12
image

નોકરીમાં પરેશાની થઈ શકે છે. રૂટિન કામોમાં કેટલાક જોખમો ઊભા થઈ શકે છે. જીદ કરશો તો કોઈ સાથે વિવાદ થવાની શક્યતા છે. વધુ વિચારવામાં સમય ન બગાડો. અચાનક તમારી પરેશાનીઓ વધી શકે છે. કામકાજમાં અડચણો આવવાથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે. ભાગ દોડ રહેશે. કેટલાક મામલાઓમાં લોકોની મદદ મળશે નહીં. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવશે. 

સિંહ

5/12
image

પરિવારમાં સુખ શાંતિ વધશે. કાર્યક્ષેત્રમાં નવા કરાર અને સંધિ થવાની શક્યતા છે. સામાજિક કામકાજમાં સન્માન મળશે. કોઈ સારા મિત્રની મુલાકાતના યોગ છે. તમારુ ધ્યાન કોઈ દુરના સ્થળ પર વધુ રહેશે. ઓફિસમાં કોઈ વ્યક્તિ ગુપ્ત રીતે તમારી મદદ કરી શકે છે. રોમાન્સની સારી તકો મળી શકે છે. પાર્ટનર તમને આર્થિક મદદ કરી શકે છે. આજે તમે સાથે કામ કરનારા તરફ આકર્ષિત થઈ શકો છો. 

કન્યા

6/12
image

કારોબાર વધશે. તમારાથી નીચલા સ્તરના કર્મચારીઓનો સહયોગ મળશે. તમારી મુલાકાત ખાસ લોકો સાથે થઈ શકે છે. તમને નિયમિત કામકાજથી છૂટકારો મળી શકે છે. પરેશાનીઓ ખતમ થવાના યોગ છે. આવક વધારવા અને  ખર્ચા ઘટાડવા પર પ્લાનિંગ  કરી શકો છો. પ્રેમીઓ માટે સારો દિવસ છે. નોકરીમાં બદલાવ અને પદોન્નતિની સંભાવના છે. આજે કોઈને સલાહ ન આપો. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઈ શકે છે.

તુલા

7/12
image

અટવાયેલા કામો પૂરા થઈ શકે છે. નોકરી અને  બિઝનેસમાં સમય પર સહયોગ ન મળવાથી પરેશાની થશે. કામનો વિરોધ થશે. આમ છતાં કઈક નવું કરવાનું વિચારશો. જીવનસાથીની મદદ મળશે. કઈક મોટી યોજના ઘડશો. 

વૃશ્ચિક

8/12
image

પૈસાના મામલે તમારે નુકસાન થઈ શકે છે. કેટલાક કાયદાકીય મામલાઓમાં તમે ગૂંચવાઈ શકો છો. સમયનું ધ્યાન રાખો. કેટલાક ખાસ કામમાં વધુ મહેનત કરવી પડી શકે છે. અચાનક થનારા કોઈ ઘટનાક્રમ પર તમે તરત કોઈ નિર્ણય ન લો. સ્વાસ્થ્ય સાામાન્ય રહેશે. થોડો થાક લાગી શકે છે. 

ધનુ

9/12
image

શેરમાર્કેટમાં સમજી વિચારીને રોકાણ કરો. બિઝનેસ કરનારા સાવધાન રહે. કાનૂની મામલે ગૂંચવાઈ શકો છો. ફાલતુ કામોમાં સમય બગડી શકે છે. લવલાઈફમાં ફેરફારના યોગ છે. અવિવાહિતો માટે સારો સમય છે. સ્વાસ્થ્ય મામલે સંભાળીને રહો.

મકર

10/12
image

તમને નુકસાન થઈ શકે છે. દેખાડા અને આડંબરથી દૂર રહો. પરિવારમાં આર્થિક સ્થિતિને લઈને વિવાદ થઈ શકે છે. એકસ્ટ્રા જવાબદારી મળી શકે છે. પૈસાના મામલે સાવધાન અને ચોક્કસ રહો. નહીં તો મોટું નુકસાન થશે. તમે થોડા પરેશાન રહેશો. પાર્ટનરના વ્યવહારથી દુ:ખી રહેશો. 

કુંભ

11/12
image

કેરિયર માટે સારો દિવસ છે. ધનલાભ થઈ શકે છે. પ્રોપર્ટી મામલે પણ સમય સારો કહી શકાય. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઈ શકે. ઓફિસ અને બિઝનેસમાં અનુભવી લોકોની સલાહ મળશે. 

મીન

12/12
image

અચાનક ફાયદાના યોગ છે. પાર્ટનર પણ તમારી મદદ કરશે તો ધનલાભ થશે. જૂના દેવાની પતાવટ થશે. ફાલતુ ખર્ચા પર કંટ્રોલ થઈ શકે છે. આવકના નવા સોર્સ મળવાના યોગ છે. કોઈ પણ વાત સાવધાનીથી કહો.