close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાશિફળ 6 ઓક્ટોબર: આ 7 રાશિના જાતકો પર આજે ભાગ્ય રહેશે મહેરબાન, મોટા ફાયદાના યોગ

Oct 6, 2019, 08:25 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

બેરોજગારો માટે સારો દિવસ છે. કેરિયરમાં આગળ વધવાના તક મળી શકે છે. તમારા કોન્ફિડન્સના કારણે જોખમભર્યા કામોમાં સફળતા મળી શકે છે. પૈસા અને બિઝનેસના મામલે ધ્યાન આપવું પડશે. કેરિયરમાં આગળ વધવાની તક મળશે. સામાજિક માન સન્માન વધશે. કૌટુંબિક સંબંધોમાં સુધારના યોગ છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. ખર્ચા વધી શકે છે. 

2/12

વૃષભ

વૃષભ

ઓફિસમાં કામકાજ બહુ રહેશે. કેટલાક લોકો તમારી પાસેથી કામ કઢાવવાની કોશિશ કરી શકે છે. સાવધન રહો. માનસિક ભટકાવના કારણે કામ પર ધ્યાન આપવામાં મુશ્કેલી પડશે. વધુ ન વિચારો. તમારા દિલની વાતો પાર્ટનરથી બિલકુલ ન છૂપાવો. શારીરિક રીતે વધુ નહીં પરંતુ મામૂલી મુશ્કેલીઓ જરૂર પડશે. 

3/12

મિથુન

મિથુન

પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરો. તમારા મૌલિક વિચારો અને રીતોનો ઉપયોગ કરો તો વધુ સફળ રહેશો. મોટા ભાગની સમસ્યાઓનું સમાધાન પણ નવા પ્રકારે નીકળી શકે છે. તમારા અંગત નિયમ અને સિદ્ધાંતોને મુદ્દા બનાવીને કોઈ વાત પર ન અડો. વિવાદમાં જેટલા પડશો તેટલા ઊંડા ફસાશો. પરિણામ કઈ નીકળશે નહીં. પૈસાની સ્થિતિને લઈને ફાલતુ ટેન્શન થઈ શકે છે. 

4/12

કર્ક

કર્ક

વર્તમાન કામની સરખામણીમાં વધુ મહેનત કરવી પડશે. પૈસાની લેવડ દેવડ કે તેના સંલગ્ન કોઈ પણ પ્રકારની વાત જીવનસાથી સાથે કરવાથી બચવું પડશે. નવી યોજના સામે આવશે. મહત્વપૂર્ણ મામલાઓ પર  કોઈ યોજના બની શકે છે. કોઈ અન્યની વાત તમને કોઈ અન્ય સુધી પહોંચાડવાનું કામ પણ તમને મળી શકે છે. દિવસ ઠીક છે. વિચારેલા કેટલાક કામ પૂરા થશે. 

5/12

સિંહ

સિંહ

ઈચ્છો તો તમારા વિચારોને યોગ્ય ઢબે રજુ કરવાની સ્થિતિ બદલી શકો છો. સ્થિરતા, સુરક્ષા અને સહજતા મહેસૂસ થશે. કામકાજને વધુ સમય આપવો પડશે. વાતચીતમાં સહજતા રહેશે. જવાબદારીના કામ ધ્યાનથી અને સાવધાનીથી કરવાની કોશિશ કરો. તમારા કેટલાક કામોમાં કમી પણ થઈ શકે છે. નિષ્ફળતાનો ડર રહેશે. ફક્ત વ્યવહારું યોજનાઓ જ ન બનાવો.   

6/12

કન્યા

કન્યા

જરૂરી કામો અને વધતા સમય અંગે સારી રીતે વિચારીને આગળ વધો અને મોટેભાગે સફળ પણ થશો. જેટલા કામો પતાવવાના હોય તે બધા માટે સમય કાઢસો અને કામકાજ મેનેજ કરવામાં સફળ પણ થશો. કોઈ મોટો નિર્ણય લેવામાં પરેશાની હોઈ શકે છે. આજે તમે વધુ ભાવુક થઈ શકો છો. આસપાસ અને સાથેના કેટલાક લોકોથી પરેશાન થશો. 

7/12

તુલા

તુલા

કોઈ સારા સમાચાર મળી શકે છે. આવનારા દિવસોમાં મોટો ફાયદો થવાના યોગ છે. પોતાના માટે સમય કાઢો. તમારા માટે સારું રહેશે. જૂની વાતો પર વિચારવાનું બંધ કરો. જૂની ચિંતા સાથે આવનારા દિવસોનું પણ ટેન્શન રહેશે. જો કે તમારા મનમાં રહી રહીને જૂની વાતો જ ચાલશે. કોઈ સાથે કારણ વગર વિવાદમાં ન પડો, બિઝનેસમાં કોઈ રિસ્ક ન લો.

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

એકાગ્રતામાં વારંવાર કમી મહેસૂસ થઈ શકે છે. કોઈ સાથે વ્યર્થ ચર્ચા, અણબન કે ગેરસમજ પણ થવાના યોગ છે. આજે તમારી મહત્વકાંક્ષા અને જોશ પણ ચરમસીમા પર રહેશે. ચતુરાઈ અને સમજદારીથી તમે સફળ થશો. તમે ફક્ત જરૂરી કામો પર ધ્યાન આપો. ગંભીર વાતચીતમાં તમને સફળતા મળશે.

9/12

ધનુ

ધનુ

જે કામ હાથમાં લીધુ છે તેના પર ગંભીરતાથી વિચારો. મિત્રો મદદગાર સાબિત થશે. મિત્રો અને પરિવારના લોકો સાથે સમય પસાર થશે. તમને અચાનક નાના મોટા ફાયદા થઈ શકે છે. તમારી આકર્ષણ શક્તિ વધશે. પોતાના પર કંટ્રોલ નહીં રહે. ઈચ્છા ન હોવા છતાં કોઈ રહસ્યની વાત લોકોને જણાવી શકો છો. તમે કોઈ ટેન્શનમાં રહેશો. પૈસાની સ્થિતિને લઈને તણાવ થઈ શકે છે. કેટલાક ખાસ કમો અધૂરા રહી શકે છે. 

10/12

મકર

મકર

તમારી ઈચ્છા પ્રમાણે જ કામ કરશો. ખાસ કામ પતાવવા પર તમારું ધ્યાન રહેશે. રોકાણ કે પૈસા વધારવાની નવી નવી ટેક્નિક તમારા દિમાગમાં ચાલતી રહેશે. બિઝનેસનું પ્લાનિંગ થઈ શકે છે. એક ડગલું આગળ વધવા પર નુકસાન થઈ શકે છે. તમારા કેટલાક મામલા ટળી શકે છે અને કેટલીક બાબતોમાં તમે ફસાઈ શકો છો. કેરિયરથી લઈને શિક્ષણ અને રોકાણ જેવી બાબતોમાં નિર્ણય લેવો યોગ્ય નથી. 

11/12

કુંભ

કુંભ

તમે લીધેલા નિર્ણયો ખરા સાબિત થઈ શકે છે. કામ કરવાની રીતમાં ફેરફાર લાવવાનું મન બનાવી શકો છો. જે કામ કરવાનું વિચારશો તે પૂરા કરી જ લેશો. ઓફિસમાં કોઈ વિવાદ થઈ શકે છે. કોઈ સાથે અણબન થવાની શક્યતા છે. 

12/12

મીન

મીન

નોકરી કે કેરિયરમાં બદલાવ લાવવાનું વિચારશો. તેનાથી તમારી ઈમેજ સુધરશે. કઈંક અલગ અને હટકે કામ કરવાનું મન થઈ શકે છે. મિત્રો સાથે સમય પસાર થઈ શકે છે. મોટાભાગનો સમય એકલા પસાર કરશો. કેટલાક મિત્રો  કે સંબંધ તમારા કામકાજમાં અડચણ બની શકે છે. મિત્રો સાથે વિવાદ થઈ શકે છે.