રાશિફળ 26 ફેબ્રુઆરી: આ રાશિના જાતકો પર આજે ભાગ્ય મહેરબાન, પણ આ લોકોએ રહેવું પડશે ખુબ સાવધાન

Feb 26, 2020, 08:23 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

તમે કોઈ પરિણામ કે નિર્ણયની વાટ જોતા હશો તો શાંતિ રાખો, બધુ ઠીક થઈ જશે. ઓફિસ્માં તમારા નિયમિત કામથી હટકે કઈંક કરવાની કોશિશ કરશો તો સફળ રહેશો. મહેનતથી સફળતા મળવાના યોગ છે. કોઈ મોટો ફાયદો થઈ શકે છે. મનગમતા કામોને પૂરા કરવા માટે તમારે થોડી રાહ જોવી પડી શકે છે. પરિવારની સાથે સમય વિતાવવાની કોશિશ કરશો. બિઝનેસ માટે સારો દિવસ છે. 

2/12

વૃષભ

વૃષભ

તમારા મત અને વાતોથી તમે મોટાભાગના લોકોને પ્રભાવિત કરી શકો છો. ઓફિસમાં તમારાથી નાના લોકો તરફથી ટેન્શન મળી શકે છે. ગૂંચવાયેલા કામોને ઉકેલવા માટે સ્થિતિ તમારી ફેવરમાં થઈ શકે છે. તમારા વિચારવાની રીતમાં  ફેરફાર થઈ શકે છે. મિત્રોથી સમયસર મદદ મળી શકે છે. ઘર પરિવારના કામકાજ પતાવવામાં મન લાગશે. 

3/12

મિથુન

મિથુન

બિઝનેસમાં નવી યોજનાઓ બની શકે છે. અટવાયેલા પૈસા મળવાના યોગ છે. કોઈ પાસેથી ઉધાર પૈસા લેવા પડી શકે છે. કોશિશ સફળ થશે. ઓફિસના કામથી મુસાફરી થશે. જે ફાયદાકારક નીવડશે. જીવનસાથીનો સહયોગ મળશે. કોઈ ઈચ્છા પૂરી થશે. અપરણીત લોકો માટે સારો દિવસ છે. લગ્નનો પ્રસ્તાવ મળવાના યોગ છે. 

4/12

કર્ક

કર્ક

નવા બિઝનેસ તરફ આકર્ષિત થશો. નોકરીમાં ફેરફારના યોગ છે. આવક વધશે. કોઈ જૂની યોજના અચાનક યાદ આવી શકે છે અને તેના પર કામ કરશો. વ્યવહારકુશળતાથી તમને અધિકારીઓનું સન્માન મળશે. જૂના રોગ દૂર થશે. કઈંક નવું કરવાની ઈચ્છા થશે. 

5/12

સિંહ

સિંહ

બિઝનેસમાં નવી યોજનાઓ બની શકે છે. અટવાયેલા પૈસા મળવાના યોગ છે. કોઈ પાસેથી ઉધાર પૈસા લેવા પડી શકે છે. કોશિશ સફળ થશે. ઓફિસના કામથી મુસાફરી થશે. જે ફાયદાકારક નીવડશે. જીવનસાથીનો સહયોગ મળશે. કોઈ ઈચ્છા પૂરી થશે. અપરણીત લોકો માટે સારો દિવસ છે. લગ્નનો પ્રસ્તાવ મળવાના યોગ છે.

6/12

કન્યા

કન્યા

નોકરી અને બિઝનેસના નિર્ણયો ભાવનામાં આવીને ન લો. વિવાદોનો સામનો કરવો પડી શકે છે. કોઈ જૂના વિવાદ સામે આવી શકે છે. પરિવારની સમસ્યાઓ રહેશે. માનસિક પરેશાની વધશે. નીકટના સંબંધમાં અચાનક ઉલટફેરના યોગ છે. થોડા પરેશાન રહેશો. 

7/12

તુલા

તુલા

દેવામાંથી છૂટકારો મળશે. તમારા કામ પર પૂરી નજર રાખો. અધિકારીઓનો સહયોગ મળશે. આજે તમારા માટે યોજના બનાવવી એ મહેનત કરવા કરતા પણ વધુ કારગર સાબિત થશે. તમારા માટે પરિવાર, સંપત્તિ-જમીન, મિત્રો અને સંબંધીઓ ખુબ ખાસ હોઈ શકે છે.  તમારો વ્યવહાર પાર્ટનરને ખુશ કરશે. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

બિઝનેસ સારો ચાલશે. કોઈ ખાસ કામ પૂરું થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. ભૌતિક સુવિધાઓ તરફ ઢળશો. વ્યક્તિગત સમસ્યાઓનો ઉકેલ આવશે. જમીન-સંપત્તિ ખરીદવામાં ધ્યાન રહેશે. રોકાણની યોજના બનશે. અચાનક સૂઝનારી કે અચાનક મળનારી કોઈ વ્યક્તિ ફાયદો કરાવશે. આરામ મળી શકે છે. 

9/12

ધનુ

ધનુ

નોકરીમાં પદોન્નતિની સંભાવના છે. પોતાનો કોઈ ધંધો  હોય તો તેના પર ધ્યાન રહેશે. બિઝનેસ અને કામકાજ સંબંધી પરેશાનીઓ દૂર થશે. ફાલતુ ભાગદોડ ખતમ થઈ શકે છે. દિવસ સારો રહેશે. ઘર અને ઓફિસ બંને જગ્યાએ માહોલ ખુશનુમા રહેશે. લવ લાઈફ અને દાંપત્ય જીવન માટે સારો દિવસ છે. 

10/12

મકર

મકર

આર્થિક મામલે સુધાર થઈ શકે છે. નવા કોન્ટેક્ટથી ફાયદો થઈ શકે છે. તમારા કામકાજના વખાણ થશે. અચાનક ક્યાંકથી ધનલાભ થશે. નોકરીમાં મનગમતી બદલી કે પદોન્નતિની સંભાવના છે. દાંપત્યજીવન પણ સુખદ રહેશે. લવ લાઈફ માટે સારો દિવસ છે. 

11/12

કુંભ

કુંભ

બિઝનેસમાં આત્મનિર્ભરતા રહેશે. નવા લોકો સાથે સંપર્ક બનશે. કામકાજ વધશે. સાથેના લોકોનો સહયોગ મળશે. નવા લોકો સાથે સંબંધ સારા થશે. બેરોજગારોને નોકરી મળશે. આર્થિક સ્થિતમાં જલદી સુધારો આવી શકશે. વિચારેલા કામો પૂરા થશે. જૂની સમસ્યાઓનું સમાધાન મળશે. 

12/12

મીન

મીન

વાણી પર સંયમ રાખો. અનિયમિત દિનચર્યાના કારણે આળસ, થાક થશે. કેટલાક નાના કામોમાં પરેશાનીઓ રહેશે. આવક મુજબ જ ખર્ચ કરો તો સારું રહેશે. આત્મવિશ્વાસને નિયંત્રણમાં રાખો. કોઈ વાત પર થોડી બેચેની થઈ શકે છે. જોશમાં આવીને કોઈ રોકાણ ન કરો.