આમિર ખાન પહોંચ્યો સુવર્ણમંદિર, નમાવ્યું શિશ

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા આમિર ખાન (Aamir Khan) હાલમાં પોતાની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા (Lal Singh Chaddha)ના શૂટિંગ માટે પંજાબમાં છે. આમિર હાલમાં સ્વર્ણ મંદિર ખાતે પહોંચ્યો હતો. અહીં આમિરને જોઈને લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આમિરની આ મુલાકાતની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આમિર સાથે આ ફિલ્મમાં કરીના કપૂર (Kareena kapoor) જોવા મળશે. 

Nov 30, 2019, 04:53 PM IST

નવી દિલ્હી : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા આમિર ખાન (Aamir Khan) હાલમાં પોતાની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા (Lal Singh Chaddha)ના શૂટિંગ માટે પંજાબમાં છે. આમિર હાલમાં સ્વર્ણ મંદિર ખાતે પહોંચ્યો હતો. અહીં આમિરને જોઈને લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આમિરની આ મુલાકાતની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આમિર સાથે આ ફિલ્મમાં કરીના કપૂર (Kareena kapoor) જોવા મળશે. 

1/5

હાલમાં આમિર ખાને ટ્વિટર પર આ ફિલ્મનો ફર્સ્ટ લૂક શેયર કરીને બધાને ચોંકાવી દીધા હતા. 

2/5

 

આમિરે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક શેયર કર્યો છે. 

3/5

આમિર અને કરીનાની જોડી થ્રી ઇડિયટ્સ અને તલાશમાં જોવા મળી હતી. આ બંને ફિલ્મોને બોક્સઓફિસ પર સારી સફળતા મળી હતી. આમ, દર્શકોને આ જોડી પસંદ છે. 

4/5

મળતી માહિતી પ્રમાણે આમિર ખાનની આ ફિલ્મ હોલિવૂડ સ્ટાર ટોમ હેક્સની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રિમેક છે. આ ફિલ્મ ઓસ્કાર અવોર્ડ જીતનારી ચર્ચિત ફિલ્મ છે. આમિરે આ ફિલ્મ માટે બહુ મહેનત કરી છે. 

5/5

આ ફિલ્મ 2020ની ક્રિસમસ વખતે રિલીઝ થવાની છે. (ફોટો સાભાર : તમામ તસવીર ANIની છે)