AC Service: ઘરે એસીની સર્વિસ કરવી એકદમ ઈઝી, ફોલો કરો સ્ટેપ બાય સ્ટેપ આ પ્રોસેસ, ફ્રીમાં થઈ જશે કામ
AC Service At Home: ઉનાળામાં એસીનો વપરાશ વધારે થાય છે જેના કારણે તેને સર્વિસની જરૂર પડે છે. એસીની સર્વિસ કરાવવામાં હજારો રુપિયા ખર્ચ થાય છે. પરંતુ જો તમે આ સ્ટેપ ફોલો કરી ઘરે એસીની જરૂરી અને સામાન્ય સર્વિસ કરી લેશો તો એક પણ રુપિયાનો ખર્ચ નહીં થાય.
એસીનો પાવર બંધ કરો
એસીની સર્વિસ કરતાં પહેલા એસીની સ્વિચ ઓફ કરી દો અને પ્લગને પણ અનપ્લગ કરી દો જેથી કોઈપણ પ્રકારનું રિસ્ક ન રહે.
એર ફિલ્ટર સાફ કરો
મોટાભાગના સ્પ્લિટ એસીનું ફ્રંટ કવર સરળતાથી ખુલી જાય છે. તેથી ઉપરનું કવર કાઢી અને એક ફિલ્ટરને કાઢી પાણીથી સારી રીતે સાફ કરી લો. જેથી ધુળ અને કચરો નીકળી જાય. ફિલ્ટરને શેમ્પૂના પાણીથી સાફ કરી અને 5 મિનિટ તડકામાં રાખી સુકવી લો.
ફિન્સની સફાઈ કરો
ત્યારબાદ બ્લોઅર અને એલ્યૂમીનિયમ ફિન્સ પર જામેલી ધૂળને પણ બ્રશની મદદથી અથવા માઈક્રોફાઈબર કપડાથી સાફ કરો.
ડ્રેનેજ પાઈપ સાફ કરો
એસીમાંથી પાણી બહાર કાઢવા માટેની પાઈપ જો જામ થઈ જાય તો પાણી લીક થાય છે. તેથી પાતળો વાયર લઈ ડ્રેનેજ પાઈપને સાફ કરો જેથી અંદરનો કચરો નીકળી જાય. તેના માટે બ્લોઅરની મદદ લઈ શકો છો.
Trending Photos