ટોપલેસ PHOTO જોઇ પૂછ્યો પ્રશ્ન- શું પુત્રએ કર્યા ક્લિક? અભિનેત્રીએ આપ્યો તાબડતોડ જવાબ

અભિનેત્રી એલિઝાબેથ હર્લે (Elizabeth Hurley) પોતાના બોલ્ડ ફોટોના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે, પરંતુ તાજેતરમાં જ્યારે તેમણે ટોપલેસ ફોટા શેર કર્યા તો એક પત્રકારે ટીકા કરતાં વિચિત્ર પ્રશ્ન કર્યો. આ પ્રશ્નના જવાબમાં હોલીવુડ સ્ટાર  એલિઝાબેથ હર્લે (Elizabeth Hurley) એ પણ આકરો જવાબ આપ્યો છે. 

ટોપ તસવીરો કરી હતી શેર

1/6
image

જોકે બ્રિટનની અભિનેત્રી અને મોડલ એલિઝાબેથ હર્લે (Elizabeth Hurley) એ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટોપલેસ તસવીરો શેર કરી હતી.  https://www.instagram.com/p/CKeohSilW8I/

પીયર્સ મોર્ગને કરી ટીકા

2/6
image

તેમની આ તસવીરો પર રાઇટર અને જર્નલિસ્ટ પીયર્સ મોર્ગને ખૂબ ટીકા કરી છે. મોર્ગને પોતાના ટોક શોમાં આ મુદ્દે સવાલ ઉઠાવ્યા અને કહ્યું 'તે શાનદાર લાગે છે પરંતુ તે આખરે કેમ આમ કરી રહી છે? અને તેમના ફોટા કોણ પાડે છે? તેમનો 18 વર્ષનો પુત્ર આ ફોટા ક્લિક કરી રહ્યો છે? શું આ વિચિત્ર નથી? ત્યારબાદ અભિનેત્રી ટ્રોલ થવા લાગી હતી. 

એક્ટ્રેસએ પણ આપ્યો બેબાક જવાબ

3/6
image

જ્યારે મોર્ગનનું આ નિવેદન 55 વર્ષની અભિનેત્રી એલિઝાબેથ હર્લે (Elizabeth Hurley) એ સાંભળ્યું તો તે પણ ચૂપ ન રહી. તેમણે પણ ખૂબ બેબાક અંદાજમાં તેના પર જવાબ આપ્યો. 

જાણો કોણે ક્લિક કરી તસવીરો

4/6
image

એલિઝાબેથ હર્લે (Elizabeth Hurley) એ મોર્ગનને જવાબ આપતાં કહ્યું કે આ ફોટા તેમના પુત્રએ ક્લિક કર્યા નથી. આ ફોટા તેમની 80 વર્ષને માતાએ ક્લિક કર્યા છે. તેમણે આગળ જણાવ્યું કે ગત વર્ષે લોકડાઉનના સમયથી જ તેમની માતા સાથે રહે છે. 

મોટાભાગે પુત્ર કરે છે તસ્વીરો ક્લિક

5/6
image

તમને જણાવી દઇએ કે એલિઝાબેથ હર્લે (Elizabeth Hurley) જ પોતાની પોસ્ટ્સના કેપ્શનમાં ઘણીવાર બતાવી ચૂકી છે કે તેમનો પુત્ર જ મોટાભાગે તેમની તસવીરો ક્લિક કરે છે. 

સિંગલ મધર છે એલિઝાબેથ

6/6
image

એલિઝાબેથ હર્લે (Elizabeth Hurley) એક સિંગલ મધર છે, તેમના પુત્રનું નામ ડેમિયન છે. તમામ તસવીર સાભાર:  Instagram@elizabethhurley1