PHOTOS: પતિના કારનામાને કારણે આ અભિનેત્રીઓ શરમનો સામનો કરી ચૂકી છે, એક અભિનેત્રીએ તો છૂટાછેડા લીધા

પતિ રાજ કુંદ્રાના કાળા કારનામાને કારણે શિલ્પા શેટ્ટી બદનામ થઈ રહી છે. રાજ કુંદ્રાને મુંબઈ પોલીસે કસ્ટડીમાં લીધો છે, કારણ કે તેના પર અશ્લીલ વીડિયો બનાવવાના આરોપ લાગ્યા છે. લોકો આ વિશે જુદી જુદી રીતે વાતો પણ કરી રહ્યા છે.

પતિ રાજ કુંદ્રાના કાળા કારનામાને કારણે શિલ્પા શેટ્ટી બદનામ થઈ રહી છે. રાજ કુંદ્રાને મુંબઈ પોલીસે કસ્ટડીમાં લીધો છે, કારણ કે તેના પર અશ્લીલ વીડિયો બનાવવાના આરોપ લાગ્યા છે. લોકો આ વિશે જુદી જુદી રીતે વાતો પણ કરી રહ્યા છે. આ વાત પહેલેથી જાણતી હોવાના અને માત્ર પૈસા જોઈને રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હોવાના...વગેરે જેવા આક્ષેપો શિલ્પા શેટ્ટી પર થઈ રહ્યા છે. આ કેસમાં ફસાયા બાદ શિલ્પા  શેટ્ટી સુપર ડાન્સરની શૂટિંગ પર પણ નથી જઈ શકી અને આ સમય તેમના માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થયો હશે, પરંતુ બોલિવૂડમાં આવુ પહેલીવાર નથી બન્યું કે જ્યારે કોઈ અભિનેત્રીને તેના પતિના કારણે આવી શરમનો સામનો કરવો પડ્યો હોય. આ પહેલા પણ દિવ્યા કુમાર ખોસલા, નિશા રાવલ, સુઝેન ખાન વગેરે અભિનેત્રીઓ આવી પરેશાનીમાંથી પસાર થઈ ચૂકી છે. થોડા દિવસો પહેલા નિશા રાવલની વાત ચર્ચાનો વિષય બની હતી.

નિશા રાવલ

1/4
image

થોડા દિવસ પહેલા નિશા રાવલ લોકોની ચર્ચાનો વિષય બની હતી અને તેની પાછળનું કારણ તેના પતિ કરણ મેહરા હતા. નિશા રાવલે પોતાના પતિ વિરુદ્ધ ઘરેલું દુર્વ્યવહારની ફરિયાદ નોંધાવી હતી. જેનો તેના પતિએ સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.

દિવ્યા કુમાર ખોસલા

2/4
image

દિવ્યા કુમાર ખોસલાને ત્યારે શર્મશાર થવુ પડ્યું જ્યારે તેના પતિ અને ટી-સિરીઝના માલિક ભૂષણ કુમાર પર એક મૉડલે દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. જોકે, ભૂષણ કુમારે આ આરોપોને ખોટા ગણાવ્યા હતા અને તેમના ચરિત્ર પર ડાઘ લગાડવા માટે આવી અફવા ફેલાવવામાં આવી હોવાની સ્પષ્ટતા કરી હતી.

સુઝેન ખાન

3/4
image

સુઝેન ખાનને એક સમયે ઋત્વિક રોશનને કારણે ઘણુ બધુ સાંભળવુ પડ્યુ હતુ. લગ્નજીવનનાં ઘણા વર્ષો બાદ ઋત્વિકનું નામ બાર્બરા મોરી અને કંગના રનૌત સાથે જોડાયુ હતું. આ બધા વિવાદોના પગલે ઋત્વિક અને સુઝૈન અલગ થઈ ગયા. હવે સુઝેન પોતાના ઘરમાં અલગ રહે છે.

ઝરીના વહાબ

4/4
image

ઝરીના વહાબ આદિત્ય પંચોલીની પત્ની છે. આદિત્ય પંચોલી વિશે એક વાત કહેવામાં આવે છે કે આદિત્ય જેટલા ફિલ્મોમાં નથી દેખાયા તેના કરતા વધારે તેઓ વિવાદોમાં ઘેરાયેલા છે. આદિત્ય પંચોલી પર બે વાર દુષ્કર્મનો આરોપ પણ મૂકાયો છે. જેના પગલે તેમના પત્ની ઝરીના વહાબને પણ ઘણી વાતો સાંભળવાનો વારો આવે છે.