36 વર્ષ બાદ ફરી ચર્ચામાં આવી લીલા રંગની આંખવાળી આ યુવતી

પોતાની લીલા રંગની આંખથી સમગ્ર દુનિયામાં ચર્ચામાં આવેલી અફઘાન મહિલા ફરી એકવાર ચર્ચામાં આવી છે. તેને તાલિબાનની ક્રુરતાથી મોટી રાહત મળી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદથી પરિસ્થિતિ બહુ જ બગડી ગઈ છે. આ વચ્ચે શરબત ગુલા (Sharbat Gula) નામની આ મહિલાને ઈટાલીએ સુરક્ષિત રીતે આશરો આપ્યો છે. 

Dec 1, 2021, 05:07 PM IST

ઝી મીડિયા/બ્યૂરો :પોતાની લીલા રંગની આંખથી સમગ્ર દુનિયામાં ચર્ચામાં આવેલી અફઘાન મહિલા ફરી એકવાર ચર્ચામાં આવી છે. તેને તાલિબાનની ક્રુરતાથી મોટી રાહત મળી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદથી પરિસ્થિતિ બહુ જ બગડી ગઈ છે. આ વચ્ચે શરબત ગુલા (Sharbat Gula) નામની આ મહિલાને ઈટાલીએ સુરક્ષિત રીતે આશરો આપ્યો છે. 
 

1/5

શરબત ગુલાએ માંગી હતી મદદ

શરબત ગુલાએ માંગી હતી મદદ

ડેઈલી મેલના રિપોર્ટ અનુસાર, આ વર્ષે ઓગસ્ટમાં અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ શરબદ ગુલાએ દેશ છોડવા માટે મદદ માંગી હતી. શરબત તાલિબાની આતંકીઓથી બચવા માટે છુપાવીને અફઘાનિસ્તાનથી નીકળી ગઈ હતી અને હવે ઈટાલીમાં તેને આશ્રય મળ્યો છે. 

2/5

1985 માં છપાઈ હતી તેની તસવીર

1985 માં છપાઈ હતી તેની તસવીર

શરબત ગુલાની તસવીર વર્ષ 1985 માં નેશનલ જ્યોગ્રાફિક (National Geographic) ના કવર પેજ પર છપાઈ હતી. પાકિસ્તાનના એક શરણાર્થી શિબિરમાં તે રહેતી હતી. તે સમયે તે માત્ર 12 વર્ષની હતી અને તે સમયે અફઘાન યુદ્ધનો તે મુખ્ય ચહેરો બની હતી. લીલા આંખવાળી તેની તસવીરે દુનિયાભરમાં ચર્ચા જગાવી હતી. 

3/5

અમેરિકન ફોટોગ્રાફરે લીધી હતી તસવીર

અમેરિકન ફોટોગ્રાફરે લીધી હતી તસવીર

અમેરિકન ફોટોગ્રાફર સ્ટીવ મૈકકરીએ પાકિસ્તાન-અફઘાન સીમા પર એક શરણાર્થી શિબિરમાં રહેતી શરબત ગુલાની તસવીર લીધી હતી. 

4/5

પાકિસ્તાનમાં એરેસ્ટ કરાઈ હતી

પાકિસ્તાનમાં એરેસ્ટ કરાઈ હતી

શરબત ગુલા પર વર્ષ 2016 માં પાકિસ્તાનમાં નકલી દસ્તાવેજના આધાર પર રહેવાનો આરોપ હતો. જેના માટે તેની ધરપકડ કરાઈ હતી. બાદમાં તેને ફરીથી અફઘાનિસ્તાન મોકલાઈ હતી.

5/5

શરબત ગુલાને છે ચાર બાળકો

શરબત ગુલાને છે ચાર બાળકો

શરબત ગુલાના પતિનું નિધન થયુ છે અને તેને ચાર સંતાનો છો. ઈટલી સરકારે ગુરુવારે જણાવ્યું કે, શરબત ગુલાને તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનમાંથી સુરક્ષિત રીતે કાઢવામા આવી છે.