વાતાવરણ ડામાડોળ થયા બાદ હવામાન વિભાગની ડરામણી આગાહી, ગરમીનો મોટો રાઉન્ડ આવશે

Weather Update : આખા દેશનું વાતાવરણ ડામાડોળ થયા બાદ હવામાન વિભાગે ડરામણી આગાહી કરી છે. ગુજરાતમાં હવે કાળઝાળ ગરમીનો રાઉન્ડ આવશે. હવામાન વિભાગે તીવ્ર ગરમી સામે મોટું એલર્ટ આપ્યું છે. 

હવામાન વિભાગની ડરામણી આગાહી

1/3
image

ગુજરાતના આકાશમાંથી વરસશે અગનગોળા વરસવાની આગાહી હવામાન વિભાગે કરે છે. ઘરથી બહાર નિકળશો તો ગરમીથી તોબા તોબા કરી જશો. કમોસમી વરસાદથી આંશિક રાહત બાદ હવે ફરી કાળઝાળ ગરમી પડશે. રાજ્યમાં ફરી આકરી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી ઊંચકાશે. દરિયાઈ વિસ્તારમાં ગરમ, ભેજવાળું વાતાવરણ રહેશે.    

ગરમીનું એલર્ટ 

2/3
image

હવામાન વિભાગે લેટેસ્ટ આગાહીમાં કહ્યું કે, ઉત્તર-પશ્ચિમ ભારતમાં ફરી એકવાર તીવ્ર ગરમી અને ગરમીનું મોજું આવવાની શક્યતા છે.આગામી દિવસોમાં પૂર્વ રાજસ્થાન, દક્ષિણ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાતના વિવિધ ભાગોમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે. IMD એ લોકોને આ સમયગાળા દરમિયાન વધારાની સાવધાની રાખવાની પણ અપીલ કરી છે.  

વધુ એકવાર વાવાઝોડાની શક્યતા 

3/3
image

21-26 એપ્રિલ દરમિયાન પૂર્વી રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે. આ ઉપરાંત, મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢમાં 21-25 એપ્રિલ સુધી, હરિયાણા, ઓડિશામાં 22-25 એપ્રિલ દરમિયાન, ઉત્તરપ્રદેશમાં 22-26 એપ્રિલ દરમિયાન પંજાબમાં 23-25 એપ્રિલ દરમિયાન ગરમીનું મોજું રહેવાની શક્યતા છે. ૨૩-૨૬ એપ્રિલ દરમિયાન ગંગા પશ્ચિમ બંગાળ, પશ્ચિમ રાજસ્થાનમાં અને ૨૫ અને ૨૬ એપ્રિલના રોજ બિહાર અને ઝારખંડમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે. IMD એ જણાવ્યું હતું કે આગામી 7 દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં વાવાઝોડાની શક્યતા છે. તે જ સમયે, પવન 30-40 કિમી પ્રતિ કલાકથી વધીને 50 કિમી પ્રતિ કલાક થવાની સંભાવના છે. ૨૧-૨૬ એપ્રિલ દરમિયાન આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી છે. ૨૨-૨૬ એપ્રિલ દરમિયાન અરુણાચલ પ્રદેશમાં અને ૨૧ અને ૨૩ એપ્રિલે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે.