ટોપ ગ્રેડના અધિકારીઓને પણ નહિ મળી હોય, તેવી ફેરવેલ પાર્ટી આ કૂતરાઓને મળી, Photos

Fri, 01 Oct 2021-4:26 pm,

અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સ કે નાણાંની હેરાફેરી કરનાર મુસાફરોને પકડનાર કે તેમની પર વોચ રાખનાર ત્રણ સ્નિફર ડોગ નિવૃત્ત થતા ખાસ પ્રકારની ફેરવેલનું આયોજન કરવામાં આવ્યુ. 3 ડોગને પ્રથમ વખત ત્રણેય ડોગને ધામધૂમથી વિદાય કરવામાં આવ્યા, જ્યાં મેઘાણીનગર સ્થિત સીઆઇએસએફના હેડક્વાર્ટર ખાતે 3 ડોગનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો. જ્યાં ત્રણેય ડોગના માનમાં ખાસ કેક કટીંગ કરવામાં આવ્યુ. જે સમયે સીઆઇએસએફના અધિકારી અને અન્ય જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. 

હાલમાં એરપોર્ટ પર લેબ્રાડોર બ્રીડના કુલ છ જેટલા સ્નિફર ડોગ છે. જેમ કર્મચારીની કામ કરવાની 60 વર્ષની વય નક્કી હોય છે. ત્યારબાદ તેમને ફરજ પરથી નિવૃત્ત કરી નવા કર્મચારીની ભરતી કરવામાં આવે છે, તેવી જ રીતે અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા ત્રણ ડોગને તેમના કામ પરથી નિવૃત્ત થતા તેઓને અનોખી રીતે વિદાય આપવામાં આવી. જેમાં બીની, મેપલ નામના બે ફીમેલ અને મેલ ડોગનો સમાવેશ થાય છે. 

લેબ્રાડોરની બ્રીડ ધરાવતા ડોગનું નિવૃત થવાનું આયુષ્ય 11 વર્ષનું હોય છે. જેઓ છેલ્લા પાંચ વર્ષથી એરપોર્ટ પર ફરજ બજાવતા હતા. આ ડોગ્સને સાચવવાનો ખર્ચ બહુ મોંઘો હોય છે. સામાન્ય માણસની જેમ તેમનો પણ ડાયટ પ્લાન સહિત નિયમીત મેડિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે. એરપોર્ટ પર સીઆઇએસએફની પાસેની ડોગ સ્કવોર્ડને ઇમપ્રોવાઇઝડ એક્સપ્લોઝવ ડિવાઇસ (આઇઇડી) પારખવાની ખાસ પ્રકારની તાલીમ અપાય છે. 

રાંચીમાં આવેલા બીએસએફના ડોગ માટે બનાવેલા સ્પેશિયલ ટ્રેનીંગ સેન્ટરમાં છ મહિના સુધી ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. જે કરન્સી કે ડ્રગ્સને પારખવા માટે અલગ અલગ કેટેગરીમાં ડોગને તાલીમબદ્ધ કરવામાં આવે છે.   

જો અમદાવાદ એરપોર્ટ પરથી જતા મુસાફરના લગેજમાં કરન્સી હોય તેની  સ્પેશિયલ તાલીમ આપેલ ડોગ મુસાફરના લગેજ પર જઇને બેસી જાય છે. એરપોર્ટ પર વેલ ટ્રેઇન્ડ ડોગ હજારો મુસાફરોની આવનજાવન વચ્ચે પણ તેને પકડી લે છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link