હે ભગવાન! દુર્ઘટનાગ્રસ્ત વિમાન ડોક્ટરોની હોસ્ટેલ પર જઈ પડ્યું, ઈમારત બળીને ખાખ

Ahmedabad Plane Crash Pictures: અમદાવાદમાં આજે  એક અત્યંત દર્દનાક પ્લેન અકસ્માતની ઘટના ઘટી છે. અમદાવાદ એરપોર્ટથી એર ઈન્ડિયની ફ્લાઈટે લંડન જવા માટે ટેકઓફ કર્યું અને ગણતરીની પળોમાં મેઘાણીનગરમાં ક્રેશ થઈ ગયું. પહેલા એવું લાગ્યું કે ફક્ત પ્લેન ક્રેશ થયું છે. થોડીવાર બાદ સમજમાં આવ્યું કે તે રનવેથી થોડા અંતરે આવેલી ડોક્ટરોની હોસ્ટેલ પર જઈ પડ્યું. વિમાનનો એક ભાગ બિલ્ડિંગમાં લટકેલો પણ જોવા મળી રહ્યો છે. આ તસવીર એટલી ભયાનક છે અને અકસ્માતની કહાની વર્ણવી રહી છે. 

હે ભગવાન આ શું થયું

1/7
image

ડ્રીમલાઈન પ્લેનમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી સહિત 242 લોકો સવાર હતા. બે પાઈલોટ હતા અને 10 ક્રૂ મેમ્બર હતા. લંડન જવા માટે પ્લેનમાં ઘણું ફ્યૂલ હતું પરંતુ ટેકઓફ બાદ તે ઉપર જઈ શક્યું નહીં. પાઈલોટને ટ્રેનિંગ એ પ્રકારે હોય છે કે આવી સ્થિતિમાં પ્લેનને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની કોશિશ કરવી પરંતુ કદાચ આ પ્લેનને આગળ લઈ જવાની તક મળી નહીં. 

આખું બિલ્ડિંગ બળી ગયું

2/7
image

અમદાવાદમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક રીતે જાણવા મળે છે કે લંડન જનારું એર ઈન્ડિયાનું પ્લેન ડોક્ટરોની હોસ્ટેલ પર દુર્ઘટનાગ્રસ્ત થયું. 2-3 મિનિટની અંદર જ પોલીસ અને અન્ય એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. લગભગ 70-80% ક્ષેત્ર સાફ થઈ ચૂક્યો છે. તમામ એજન્સીઓ અહીં કામ કરી રહી છે. તસવીરોમાં પાંચ માળની બિલ્ડિંગમાં આગ જોવા મળી રહી છે. સમગ્ર બિલ્ડિંગ કાળી અને બળેલી  દેખાય છે. 

બિલ્ડિંગ પર પ્લેન

3/7
image

આ તસવીર પણ હચમચાવ નાખે એવી છે. તસવીર જોઈને દરેક ભારતવાસી પ્રાર્થના કરી રહ્યા છે કે અકસ્માત પ્રભાવિત લોકો સલામત રહે. પીડિતો વિશે હજુ વધુ જાણકારી શેર કરાઈ નથી. હોસ્ટેલને કેટલું નુકસાન થયું છે તે પણ જાણી શકાયુ નથી. 

મારો પુત્ર હોસ્ટેલમાં ખાવા ગયો હતો

4/7
image

અકસ્માત બાદ તરત રામિલા નામની મહિલાએ જણાવ્યું કે તેમનો પુત્ર હોસ્ટેલમાં લંચ બ્રેક સમયે ગયો હતો. ત્યાં પ્લેન ક્રેશ થયું. મારો પુત્ર સેફ છે અને મે તેની સાથે વાત કરી છે. તે બીજા ફ્લોરથી કૂદી ગયો હતો. તેને ઈજા થઈ છે. તે બીજે હોસ્પિટલની કેન્ટિન હતી જે પ્લેન ક્રેશમાં સૌથી વધુ પ્રભાવિત થઈ. 

બિલ્ડિંગ, ગાડી, ઝાડ બધુ બળ્યું

5/7
image

આ તસવીર જુઓ..હોસ્ટેલ પરિસરમાં રહેલું આ બિલ્ડિંગ જ નહીં પરંતુ કારો, ઝાડ પણ ખરાબ રીતે બળી ગયા. એક્સપર્ટ જણાવે છે કે લાંબા અંતર માટે જઈ રહેલા પ્લેનમાં 100 ટનની આસપાસ ઈંધણ હતું જેનાથી ખુબ નુક્સાન થયું અને આગ લાગી હતી. 

પ્લેનમાં કોણ કોણ હતું, બ્લેક બોક્સ જણાવશે કારણ

6/7
image

એર ઈન્ડિયાએ જણાવ્યું કેઅમદાવાદ થી 1.38 વાગે ફ્લાઈટ ટેકઓફ થઈ અને આ ફ્લાઈટમાં 242 મુસાફરો અને ક્રુ સભ્યો હતા. જેમાંથી 169  ભારતીય નાગરિકો, 53  બ્રિટિશ નાગરિકો અને 1 કેનેડિયન નાગરિક હતા. 7 પોર્ટુગીસ નાગરિકો હતા. ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા. વધુ જાણકારી માટે હેલ્પલાઈન નંબર  1800 5691 444 પણ જાહેર કરાયો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 170 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. જો કે બીજે હોસ્પિટલના ડોક્ટરની હોસ્ટેલ કે કેન્ટીન પર પ્લેન ક્રેશ થવાથી કેટલું નુકસાન થયું તે હજુ પુષ્ટિ થઈ નથી. હવે બ્લેક બોક્સથી ખબર પડશે કે અકસ્માત કઈ પરિસ્થિતિમાં થયો. ગણતરીની સેકન્ડો પહેલા પાઈલોટે કયો સંદેશો આપ્યો હતો. 

હે ભગવાન આ શું થયું

7/7
image

ડ્રીમલાઈન પ્લેનમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી સહિત 242 લોકો સવાર હતા. બે પાઈલોટ હતા અને 10 ક્રૂ મેમ્બર હતા. લંડન જવા માટે પ્લેનમાં ઘણું ફ્યૂલ હતું પરંતુ ટેકઓફ બાદ તે ઉપર જઈ શક્યું નહીં. પાઈલોટને ટ્રેનિંગ એ પ્રકારે હોય છે કે આવી સ્થિતિમાં પ્લેનને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની કોશિશ કરવી પરંતુ કદાચ આ પ્લેનને આગળ લઈ જવાની તક મળી નહીં.