બિગ-બીની દોહિત્રીને ગમી ગયું અમદાવાદ, તસવીરો શેર કરીને કહ્યું, અમદાવાદ મારા માટે બીજું ઘર!
Navya Naveli Nanda At IIM Ahmedabad : અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ અમદાવાદને તેનું બીજું ઘર બનાવ્યું છે. IIM અમદાવાદ કેમ્પસમાં અભ્યાસ દરમિયાન તેણે ક્લિક કરેલી તસવીરો શેર કરી છે.
નવ્યા નવેલી નંદા હાલ IIM અમદાવાદમાં સ્ટડી કરી રહી છે. ત્યારે તેને સ્ટડી દરમિયાન તેના ફ્રેન્ડ્સ સાથે અને કેમ્પસના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.
અનેક લોકો નવ્યા નવેલીની આ તસવીરોને પસંદ કરી રહ્યાં છે. તે પોતાની અમદાવાદની સ્ટડી લાઈફ દરમિયાન ક્લિક કરી રહેલી તસવીરોથી લોકોને જોડી રહી છે.
નવ્યા નવેલીની તસવીરો પરથી લાગી રહ્યું છે તે અમદાવાદમાં બહુ જ ખુશ છે. તે સ્ટડી લાઈફને એન્જોય કરી રહી છે. તેણે IIM Ahmedabad ની કેમ્પસમાં કેન્ટીનથી લઈને ફ્રેન્ડ્સ સાથે મસ્તીની અનેક તસવીરો શેર કરી છે.
અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદાની દીકરી નવ્યા નંદા અત્યારે અમદાવાદના IIMમાં બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામની સ્ટડી કરી રહી છે. જે આમાગી વર્ષ 2026 સુધી સ્ટડી કરશે.
Trending Photos