પ્લેન ક્રેશ બાદથી આ અમદાવાદી ફિલ્મ સર્જકનો કોઈ અત્તોપત્તો નથી, બનાવ સમયે ત્યાં જ હતા
Mahesh Jirawala Missing : અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ગાયબ થયા ગુજરાતી ફિલ્મમેકર.. મહેશ જિરાવાલાનું છેલ્લું લોકેશન ઘટના સ્થળથી 700m દૂર, મૃતકો સાથે DNA મેચ કરવામાં આવશે
પ્લેન ક્રેશ બાદથી મહેશ જીરાવાલાનો કોઈ સંપર્ક નથી
12 જુનના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ પ્લેન રહેણાંક વિસ્તારોમાં પડ્યું હોવાથી અનેક સ્થાનિક લોકો તેનો ભોગ બન્યા. તો અનેક લોકો હજી પણ મિસિંગ છે. જેમાં ગુજરાતી ફિલ્મના સર્જક મહેશ જીરાવાલા પણ મિસિંગ હોવાનું સામે આવ્યું છે. 12 જુને બપોરે ઘટના બન્યા બાદથી તેમનો કોઈ અત્તોપત્તો જ નથી. દુર્ઘટના બાદથી જ તેમનો ફોન બંધ આવી રહ્યો છે.
અકસ્માત સ્થળથી 700 મીટર દૂર ઉભા હતા
દુર્ઘટના સમયે મહેશ જીરાવાલા તેની આસપાસ જ હતા. અકસ્માત બાદ કલાકો સુધી તેમની પત્નીએ તેમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પણ ફોન બંધ આવતો હતો. આ બાદ તેમણે પોલીસ સ્ટેશનમાં તેમના ગુમ થવાની ફરિયાદ કરી. જેના બાદ જાણવા મળ્યું કે, બપોરે જે સમયે દુર્ઘટના બની 1.44 કાલ બાદથી જ મહેશનો મોબાઈલ બંધ થયો હતો. એટલું જ નહિ, પોલીસને મહેશનું છેલ્લું લોકેશન પણ અકસ્માતની જગ્યાથી 700 મીટર દૂર હોવાનું તપાસમાં ખૂલ્યું છે.
પત્નીને ફોન કરીને કહી હતી આ માહિતી
મહેશની પત્ની હેતલે જણાવ્યું કે તે 12 જૂને અમદાવાદના લો ગાર્ડન ગયો હતો. ત્યાં તેની એક મીટિંગ હતી. બપોરે 1:14 વાગ્યે, તેણે તેની પત્નીને ફોન કરીને કહ્યું કે- મીટિંગ પૂરી થઈ ગઈ છે અને તે ઘરે પાછો ફરી રહ્યો છે. થોડા સમય પછી, જ્યારે તે પાછો ન ફર્યો, ત્યારે તેની પત્નીએ તેને ફોન કર્યો, પરંતુ તેનો નંબર બંધ આવી રહ્યો હતો.
પરિવારે ડીએનએ સેમ્પલ આપ્યા
મહેશ જીરાવાલા પણ અકસ્માતમાં મોતને ભેટેલા હોઈ શકે છે તેવી સંભાવના હોવાથી તેમના પરિવારે મહેશના DNA સેમ્પલ સિવિલ હોસ્પિટલમાં મોકલી દીધા છે. તેને ઘટના સ્થળ નજીક મળેલા મૃતદેહો સાથે મેચ કરવામાં આવશે. પરંતું હાલ જીરાવાલા પરિવાર ચિંતાતુર હાલતમાં છે.
કોણ છે મહેશ જીરાવાલા
ફિલ્મ નિર્માતા મહેશ કલાવડિયા, જે મહેશ જીરાવાલા તરીકે જાણીતા છે. તેમણે જીગ્નેશ કવિરાજ, કૌશિક ભરવાડ અને કિશન રાવલ જેવા ઘણા ફેમસ ગુજરાતી કલાકારો સાથે ઘણા ગુજરાતી વીડિયોમાં પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.
Trending Photos