Photos: અમદાવાદમાં મોટી પ્લેન દુર્ઘટના, એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ, 242 મુસાફરો હતા સવાર, જુઓ તસવીરો

Plane crash near Ahmedabad airport: અમદાવાદ એરપોર્ટ પર પ્લેન ટેકઓફ થયા બાદ મોટી દુર્ઘટના સર્જાય છે. જાણકારી પ્રમાણે આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. અમદાવાદના મેઘાણીનગરમાં આ પ્લેન ક્રેશ થયું છે.

1/5
image

Ahmedabad News: અમદાવાદના ઈતિહાસમાં પ્લેન દુર્ઘટનાની બીજી સૌથી મોટી ઘટના બની છે. અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા બાદ એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આ પ્લેન ક્રેશ થયું છે.

2/5
image

પ્રાથમિક માહિતી અનુસાર આ વિમાન અમદાવાદથી લંડન ઉડાન ભરી રહ્યું હતું. જેમાં 242 જેટલા મુસાફરો સવાર હતા.

3/5
image

મેઘાણીનગરમાં વિમાન ક્રેશ થવાની સાથે ઘૂમાડાના ગોટે-ગોટા જોવા મળી રહ્યાં છે. અનેક વિસ્તારો સુધી ધૂમાડા જોવા મળી રહ્યું છે.  

4/5
image

આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

5/5
image

વિમાન દુર્ઘટનાની સામે આવેલી તસવીરો ભયાનક છે. આ દુર્ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા કે મૃત્યુ થયા તેની સત્તાવાર માહિતી હજુ તંત્ર દ્વારા આપવામાં આવી નથી.