Aishwarya કેમ પહોંચી ગઈ પાકિસ્તાનમાં? સોશિયલ મીડિયા પર તસવીરોએ મચાવ્યો તરખાટ, જાણો પાકિસ્તાન પહોંચેલી 'બચ્ચન બહુ' ની સાચી હકીકત

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી, વિશ્વ સુંદરી અને બચ્ચન પરિવારની બહુ એટલેકે, ઐશ્વર્યા અચાનક કેમ પહોંચી ગઈ પાકિસ્તાનમાં? આ અમે નથી કહી રહ્યાં પણ હાલ તેમના લાખો-કરોડો ચાહકોના મોંઢા પર આજ સવાલ છે. કારણકે, પાકિસ્તાનમાંથી અચાનક સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાની અનેક તસવીરો વહેતી થઈ છે. શું છે સાચી હકીકત તે જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

1/7
image

સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર ઐશ્વર્યા રાય બચ્ચન આજ કાલ  ખુબ ચર્ચામાં છે. અને ચર્ચાનું કારણ છે આમના ઈમરાન, જી હાં પાકિસ્તાનમાં ઐશ્વર્યા રાય બચ્ચન જેવી દેખાતી યુવતી આમના ઈમરાનના કારણે ઐશ્વર્યા રાય બચ્ચન પણ ચર્ચામાં છે. આ યુવતીનો ચેહરો ઐશ્વર્યા સાથે મળતો આવે છે જેના કારણે  લોકોને ઐશ્વર્યાની હમશકલ કહે છે.

2/7
image

સોશિયલ મીડિયા પર આ પાકિસ્તાની યુવતી ધૂમ મચાવી રહી છે. અમાનાની અદાઓ જોઈને તમે પણ ચોંકી જશો. અમાના આબેહુબ ઐશ્વર્યા રાય જેવી જ લાગે છે.

3/7
image

આમના ઈમરાન હકીકતમાં એક વીડિયો બ્લોગર છે. તેનો ફેસ ઐશ્વર્યા સાથે મળતી આવે છે જેના કારણે પાકિસ્તાનમાં તેની ખુબ ચર્ચાઓ થઈ રહી છે.

4/7
image

સોશિયલ મીડિયા પર તેને ઐશ્વર્યાની ડુપ્લિકેટ કહેવામાં આવ્યું છે. તેના કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યાં છે. જેમાં ફેન્સ કહે છે તે એકદમ ઐશ્વર્યા જેવી દેખાય છે.

5/7
image

આ પહેલા પણ ઐશ્વવર્યા જેવી દેખાતી યુવતીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી પરંતુ આમનાના ફેન્સ દિવસેને દિવસે વધતા જાય છે.

6/7
image

કેટલાક લોકનું કહેવું છે કે આમનાએ ઐશ્વર્યા જેવી દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાઈ છે. પરંતુ આ વાતની પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

7/7
image

વાત કોઈ પણ હોય હકીકત એ છે કે આમના ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે.