close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

Photos: અક્ષય કુમારને કેવી રીતે મળી પહેલી ફિલ્મ, આનાથી શીખયા હતા એક્ટિંગ

‘સૌગંઘ’, ‘ખિલાડીયો કા ખિલાડી’, ‘મોહરા’, ‘ટોયલેટ એક પ્રેમ કથા’, અને ‘પેડ મેન’ સહિત ઘણી હિટ ફિલ્મો આપી ચુકેલા અક્ષય કુમાર ફિલ્મોમાં આવ્યા પહેલા મોડલિંગ કરતા હતા. ખાસવાત તો એ છે

બોલીવુડના મિસ્ટર ખિલાડી એટલે કે અક્ષય કુમાર 9 સપ્ટેમ્બરે તેનો જન્મ દિવસ માનાવી રહ્યો છે. ‘સૌગંઘ’, ‘ખિલાડીયો કા ખિલાડી’, ‘મોહરા’, ‘ટોયલેટ એક પ્રેમ કથા’, અને ‘પેડ મેન’ સહિત ઘણી હિટ ફિલ્મો આપી ચુકેલા અક્ષય કુમાર ફિલ્મોમાં આવ્યા પહેલા મોડલિંગ કરતા હતા. ખાસવાત તો એ છે કે આજના જમાનાના આ સુપસ્ટારે બોલીવુડ એક્ટર ચંકી પાંડેય પાસેથી એક્ટિંગ શીખ્યા છે. અક્ષય કુમારે જણાવ્યું હતું કે તેમના એક્ટર ચંકી પાંડેય ત્રણ દાયકા પહેલા અક્ટિંગ શીખવાડતા હતા અને તે તેમના ઘણો મોટા ફેન હતા.

1/9

ચંકી પાંડેયના ફેન

ચંકી પાંડેયના ફેન

‘હાઉસફુલ 3’ના એક પ્રમોશનલ ઇવેન્ટમાં અક્ષયે કહ્યું હતું કે, ‘જે જગ્યાએ ચંકી સાહેબ એક્ટિંગ શીખવાડ્યા કરતા હતા, ત્યાં તેઓ મારા સીનિયર હતા. ઘણીવાર તેમને જોયા કરતો અને રાહ જોતો કે ક્યારે તેઓ આવે છે. તેમની ફિલ્મ ‘આગ હી આગ’ (1987) રિલીઝ થઇ હતી. જે સુપર હિટ રહી હતી. હું ચંકી પાંડેનું ખુબ જ મોટો ફેન છું.’

2/9

ચંકીને ફિલ્મોમાં ફોલો કર્યા

ચંકીને ફિલ્મોમાં ફોલો કર્યા

અક્ષયે કહ્યું હતું કે, મારી શરૂઆતની 50-60 ફિલ્મો જોજો. તેમાં હું કેવા લાગતો હતો. ચંકીને 1980ના દાયકામાં લોકપ્રિય ફિલ્મ ‘તેજાબ’ અને આંખે ‘આંખે’ (1990)માં એક્ટિંગની એક્ટિંગ કરી અને હજુ પણ ફિલ્મોમાં દેખાઇ રહી છે.

3/9

ફિટનેસને લઇને ખોલ્યા રાજ

ફિટનેસને લઇને ખોલ્યા રાજ

ફિટનેસ અને ત્રણ દાયકા પછી પણ એવા જ દેખવાના સવાલનો જવાબ તેમણે આપતા કહ્યું હતું કે, ‘મને લાગે છે કે ખુશ રહો અને ફિલ્મોમાં કોમેડી કરતા રહો, તો હમેશા યુવા રહોગે અને રોજ બે કિલોમીટર સ્વિમિંગ કરું છું.’

4/9

આવી રીતે મળી હતી પહેલી ફિલ્મ

આવી રીતે મળી હતી પહેલી ફિલ્મ

અક્ષય મોડલિંગની સાથે ફિલ્મોમાં કામ કરવા માંગતો હતો. એટલા માટે ફિલ્મ પ્રોડ્યૂસરની ઓફિસના ચક્કર કાપવા લાગોયો હતો. એકવાર તેને બેંગલુરૂ એક એડ ફિલ્મ માટે જવાનું હતું. તેની ફ્લાઇટ સવારની હતી અને તેને લાગ્યું કે ફ્લાઇટ સાંજની છે. આ ગલતફેમીમાં તેની ફ્લાઇટ છુટી ગઇ હતી. અક્ષય કુમારે ખુબ જ અફસોસ થયો અને તે તેના ટાઇમ પાસ કરવા ફરવા નિકળી ગયો હતા. ફરતા ફરતા તે ફિલ્મ પ્રોડ્યૂસરના ઓફિસ પહોંચી ગયો હતા. તે સાંજે તેમની મુલાકાત પ્રમોદ ચક્રવર્તીથી થઇ અને તેમને ફિલ્મ ‘દીદાર’માં એક્ટરનો રોલ મળ્યો હતો.

5/9

સાસને કારમાં બેસી-બેસીને કરે છે પ્રણામ

સાસને કારમાં બેસી-બેસીને કરે છે પ્રણામ

અક્ષય કુમારને લઇને એખ ખાસવાત તો આ છે કે જ્યારે પણ પોતાની સાસ અટલે કે ડિંપલ કપાડિયાના ઘર સામેથી નીકળે છે. ત્યારે તેમને ફોન કરી ઘરની બારી પર આવવાનું કહેતો હતા. તેટલીવારમાં અક્ષયની કાર ડિંમપના ઘર આગળ પહોંચી જતી અને તે ત્યાંથી જ સાસને પ્રણામ કરી આગળ વધતો હતો.

6/9

દિલ્હીમાં વિતાવ્યું બાળપણ

દિલ્હીમાં વિતાવ્યું બાળપણ

9 સપ્ટેમ્બર 1967માં અમૃતસરમાં જન્મેલા અક્ષય કુમારનું સાચુ નામ રાજીવ કુમાર ભાટિયા છે. આ બોલીવુડ સુપરસ્ટારનું બાળપણ દિલ્હીના ચાંદની ચોકમાં વિત્યું છે. ત્યાં તેમનું ભણતર સાઉથ સેંટ્રલ મુંબઇના ગુરુ નાનક ખાલસા કોલેજમાં થયું હતું.

7/9

બે બાળકોનો છે પિતા

બે બાળકોનો છે પિતા

અક્ષયના લગ્ન બોલીવુડના દિગ્ગજ એક્ટર ‘કાકા’ એટલે રાજેશ ખન્નાની દિકરી ટ્વિકંલ ખન્ના સાથે થયા હતા. તેમને એક દિકરો અને એક દિકરી છે.

8/9

જ્યારે ‘કાકા’ને ભાવ આપ્યો નહીં

જ્યારે ‘કાકા’ને ભાવ આપ્યો નહીં

અક્ષયે તેના એક ઇંટરવ્યૂમાં જણાવ્યું હતું કે લગ્ન પહેલા એકવાર કામની શોધમાં રાજશ ખન્નાની ઓફિસ પહોંચ્યા હતા. જ્યાં ઘણો સમય રાહ જોયા પછી ખન્ના તેમને મળ્યા વગર નીકળી ગયા હતા. તે દરમિયાન તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું કે કાકાની દીકરી તેની પત્ની બનશે.

9/9

આ ફિલ્મમાં બન્યો પહેલીવાર હીરો

આ ફિલ્મમાં બન્યો પહેલીવાર હીરો

અક્ષય કુમારે વર્ષ 1991માં બનેલી સૌગંધ ફિલ્મમાં પહેલીવાર હીરો તરીકે કામ કર્યું હતું. આ પહેલા તેમણે ‘આજ’ ફિલ્મમાં એખ માર્શલ આર્ટ્સ ટ્રેનરની ભૂમિકા ભજવી હતી. મહેશ ભટ્ટની આ ફિલ્મમાં અક્ષયે માત્ર 7 સેકંડનો રોલ મળ્યો હતો. જોકે, ત્યારબાદ અક્ષયે ક્યારે પાછું ફરીને જોયું નથી અને ખિલાજી, રાઉડી રાઠોડ, રુસ્તમ અને પેડમેન જેવી હિટ ફિલ્મો આપી ચે. બોલીવુડના આ દિગ્ગજ કલાકાર અત્યાર સુધીમાં પદ્મશ્રી અને નેશનલ ફિલ્મ ફેયર સહિત ઘણા પુરસ્કારોથી નવાજમાં આવ્યા છે.