ઉત્તર ગુજરાત, અમદાવાદ સહિત ગુજરાતના આ 4 જિલ્લામાં મોટું એલર્ટ; મેના પહેલા અઠવાડિયામાં વરસાદ થશે!

Ambalal Patel Ni Agahi: ગુજરાતમાં વાવાઝોડાને કારણે વરસાદ પણ પડી શકે છે. મેની શરૂઆતમાં પણ ધૂળની ડમરીઓ આવશે. તે જ સમયે, હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

1/9
image

ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે. એપ્રિલ તો ગયો, પરંતુ મે મહિનો તોફાની રહેશે તેવી આગાહી છે. મે મહિનામાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે. ત્યારે ગુજરાતમાં મે મહિનો તોફાની બની રહેવાના એંધાણ છે. મે મહિનાની શરૂઆતમાં જ હવામાન આગાહીકારોએ ધૂળનું તોફાન, વાવાઝોડાની આગાહી કરી છે.

2/9
image

એપ્રિલ મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવિટીની કોઇ શક્યતા નથી. પરંતુ 14થી 18 મેની વચ્ચે એક પ્રિમોન્સુન એક્ટિવીટી થશે. બીજી પ્રિમોન્સુન એક્ટિવીટી મે મહિના છેલ્લા અઠવાડિયામાં જોવા મળશે. 25 મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થતુ હોય છે તેમાં પ્રિમોન્સુન એક્ટિવિટીની શક્યતા વધારે છે. જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પ્રિમોન્સુન એક્ટિવીટી જોવા મળશે તેવી શક્યતા છે. 

3/9
image

ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મેના પહેલા સપ્તાહમાં જ વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 30 એપ્રિલ પછી હવામાનમાં ફેરફાર થશે જેના કારણે 10 થી 11 મે દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડશે. બે દિવસ પછી એટલે કે 30 એપ્રિલ પછી ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.

4/9
image

રાજ્યમાં મે મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદ પડી શકે છે. 8 મેની આસપાસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. મેના પ્રથમ સપ્તાહમાં હવામાન બદલાશે. કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે.

5/9
image

મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જ માવઠા સાથે આંધી-તોફાન આવવાની શક્યતા બતાવવામાં આવી રહી છે. અંબાલાલ પટેલે કરી આગાહી કરી છે કે 30 એપ્રિલ બાદથી વાતાવરણમાં પલટો આવશે અને પ્રિ-મોન્સૂન એક્ટિવીટી ચાલુ થઈ જશે. જેના કારણે 10થી 11 મે સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થશે, સાથે જ ભારે પવન સાથે આંધી-વંટોળ ફૂંકાશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે માવઠું થશે. ભરઉનાળે માવઠુ થવાના કારણે ભારે પવન ફૂંકાવાથી આંબા પરના મોર ખરી જતાં કેરીના પાકને ભારે નુકસાન થશે.    

એપ્રિલમાં પ્રિ-મોન્સુન નહીં આવે...

6/9
image

એપ્રિલમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની કોઈ શક્યતા નથી, પરંતુ 14મીથી 18મી મે વચ્ચે પ્રીમોન્સૂન થઈ શકે છે. બીજી પ્રિ-મોન્સુન મેના છેલ્લા સપ્તાહમાં જોવા મળી શકે છે. સાથે જ જૂનમાં પણ પ્રિ-મોન્સુન જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29 એપ્રિલથી 4 મે દરમિયાન ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. કેટલીક જગ્યાએ કરા સાથે વરસાદ પડી શકે છે.

7/9
image

અંબાલાલ પટેલે કહ્યું કે, બે દિવસ બાદ એટલે કે 30 એપ્રિલ બાદ ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની કરી આગાહી છે. તો 8 મેના રોજ ઉત્તર ભારત અને ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના કારણે વાતાવરણમાં પલટો આવતા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાત સાથે પાકિસ્તાનમાં પણ બદલાયેલા વાતાવરણની અસર જોવા મળી શકે છે. 

8/9
image

અંબાલાલ પટેલે કહ્યું કે, મે મહિનામાં ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી છે. 8 મે આસપાસ ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. તો આ બાદ મેથી 4 જુન સુધી અરબી સમુદ્રમાં સાઇકલોનનું નિર્માણ થશે. 

ક્યારે વરસાદ પડી શકે?

9/9
image

ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં 29 એપ્રિલથી હળવો વરસાદ થવાની સંભાવના છે. તેથી ગુજરાતમાં 8 મેના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે.