Alia Bhatt એ શરૂ કર્યું પોતાનું પ્રોડક્શન હાઉસ, આ છે ઓફિસના Inside Photos

આલિયા ભટ્ટે તાજેતરમાં જ તેના પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી છે. આ પ્રોડક્શન હાઉસનું નામ ઇટરનલ શનસાઈન પ્રોડક્શન છે, જેના અંતર્ગત આલિયા ભટ્ટ ફિલ્મોનું નિર્માણ કરશે. હવે આલિયાના પ્રોડક્શન હાઉસની ઓફિસના ફોટો સામે આવ્યા છે.

Mar 1, 2021, 08:07 PM IST
1/4

આલિયા ભટ્ટના આ પ્રોડક્શન હાઉસનું ઇન્ટીરિયર ડિઝાઈનિંગનું કામ તેના મિત્ર અને પ્રોડક્શન ડિઝાઈનર રૂપિન સૂચકે કર્યુ છે. આ ઓફિસ ખુબજ સુંદર છે અને આલિયાએ તેની પાલતુ બિલાડીને તેમાં ખાસ જગ્યા આપી છે.

2/4

પ્રોડક્શન હાઉસના બેનરથી લઇને ઓફિસની દીવારો અને દરવાજા સુધી આલિયાની બિલાડીઓને જોઈ શકાય છે. આ ક્યૂટ ડ્રોઈંગ જોઇને લાગે છે કે, આ આલિયાની નવી કેટ Juniper છે. આ ઉપરાંત પ્રોડક્શન બેનર પર તેની બિલાડી એડવર્ડને મળતી કેટ જોવા મળે છે.

3/4

તમને જણાવી દઇએ કે, શાહરૂખ ખાને આલિયા ભટ્ટ સાથે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મનું નામ ડાર્લિંગ્સ છે અને આ એક ડાર્ક કોમેડી ફિલ્મ હશે. ફિલ્મ ડાર્લિંગ્સની સાથે આલિયા ભટ્ટ ફિલ્મ પ્રોડક્શનની દુનિયામાં પણ પગ મુકવા જઈ રહી છે.

4/4

આલિયાએ તેની પ્રોડક્શન કંપની ઈંટરનલ સનશાઈન પ્રોડક્શન્સની શરૂઆત કરી છે અને ડાર્લિંગ્સ તેના બેનર હેઠળ બનતી પ્રથમ ફિલ્મ છે. આલિયાએ એક ટિઝર શેર કર્યું છે. ટિઝર શેર કરવાની સાથે તેણે લખ્યું છે આ સ્પેશિયલ છે. હું ડાર્લિંગ્સની જાહેરાત કરી રહી છું જે ઇન્ટરનલ સનશાઈન પ્રોડક્શન હેઠળ મારી પ્રથમ ફિલ્મ છે. મારા ફેવરેટ શાહરૂખ સાથે.