સાસુ-જમાઈની લવસ્ટોરીમાં અચાનક થયો મોટો ખુલાસો, ભાગવામાં આ લોકોએ કરી હતી મદદ, અગાઉ પણ ભાગ્યો હતો
ઉત્તર પ્રદેશના અલીગઢમાં ભાવિ જમાઈ ભાવિ સાસુને લઈને ભાગી ગયાની ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે. હવે આ કેસમાં એક મોટો ખુલાસો થયો છે.
Aligarh Saas Damad Case Latest Update: અલીગઢના સાસુ જમાઈ કેસમાં રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. જે લોકોને ચોંકાવી રહ્યા છે કે આવું કઈ રીતે હોઈ શકે. હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. જેનાથી જાણવા મળ્યું છે કે રાહુલ તેની સાસુ અનિતા પહેલા કોઈ અન્ય સાથે પણ ભાગી ગયો હતો. આ વાત સાંભળીને તમને પણ શોક લાગ્યો હશે. પરંતુ આ સાચુ છે. સાસુ જમાઈ હાલ ક્યાં છે અને અનિતા પહેલા તે કોની સાથે ભાગ્યો હતો અને આ કેસમાં કાર્યવાહી થઈ હતી કે નહીં તે પણ જાણો.
કોની સાથે ભાગ્યો હતો રાહુલ
લગ્નની બરાબર પહેલા જ ભાવિ સાસુને લઈને રફુચક્કર થઈ જનારો રાહુલ અગાઉ પણ અન્ય મહિલા સાથે ભાગી ચૂક્યો છે. આ ઘટના લગભગ એક વર્ષ પહેલાની છે. મીડિયા રિપોર્ટ્ મુજબ રાહુલ તેના પાડોશી ગામમાં રહેતી મહિલા સાથે ભાગી ગયો હતો. બંને 2 મહિના સાથે રહ્યા હતા અને પછી પાછા આવી ગયા હતા. આ મામલે મહિલાના પરિજનોએ શરમના કારણે કોઈ પોલીસ ફરિયાદ કરી નહતી. આ કારણે રાહુલ ઉપર પણ કોઈ આંચ આવી નહતી.
રાહુલ વિશે જેવી આ વાત સામે આવી તો લાગે છે કે હવે આ છોકરો પહેલેથી જ આવી મનોવૃત્તિવાળો લાગે છે. એક વર્ષ પહેલા કોઈ અન્ય મહિલાને ભગાડી ગયો અને પછી એક વર્ષ બાદ જેની સાથે લગ્ન થવાના હતા તેની માને ભગાડી ગયો. બરાબર લગ્નના 8 દિવસ પહેલા જ. આ કેસ બાદ જે છોકરી સાથે રાહુલના લગ્ન થવાના હતા તેના જીવનમાં જાણે તોફાન આવી ગયું છે. તેણે કેવા કેવા સપના જોયા હશે પણ તેની જ સગી માતાએ તેના સપના પર પાણી ફેરવી વાળ્યું.
આ લોકોએ ભાગવામાં કરી મદદ?
રાહુલ તેની ભાવિ સાસુ અનિતા સાથે ભાગી ગયો જે ઉંમરમાં ઘણી મોટી છે. અનિતા તેની દીકરીના દહેજના ભેગા કરેલા પૈસા અને દાગીના લઈને પ્રેમી જમાઈ સાથે રફુચક્કર થઈ ગઈ. મીડિયા રિપોર્ટ મુજબ આ કેસમાં એક ખુલાસો એ પણ થયો છે કે રાહુલની મદદ તેના મિત્રો અને જીજાજીએ જ કરી હતી. આ વળી પાછા એ જ જીજાજી હતા જેમણે અનિતાની દીકરી શિવાની સાથે રાહુલનો સંબંધ નક્કી કરાવ્યો હતો.
Trending Photos