એપ્રિલ કરતા ખતરનાક હશે મે-જુન, દરિયામાં મોજા ઉંચા ઉછળશે, આંધી-વંટોળના તોફાન આવશે

Written ByDipti Savant
Published: Apr 18, 2025, 09:35 AM IST|Updated: Apr 18, 2025, 09:35 AM IST

Amabal Patel And Paresh Goswami Prediction : ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં અચાનક વાવાઝોડા જેવા વરસાદ સાથે ચેતવણી બહાર પાડવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાતનું વાતાવરણ પણ પલટાયું છે. આ વચ્ચે ગુજરાતના બે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગામી દિવસો માટેની આગાહી ચોંકાવનારી છે. તેમના મુજબ, એપ્રિલ જ નહિ, મે અને જુન મહિનો પણ તોફાની બની રહેવાનો છે. 

એપ્રિલમાં હજી ઘણું બધું જોવા મળશે - અંબાલાલ પટેલ 1/4

એપ્રિલમાં હજી ઘણું બધું જોવા મળશે - અંબાલાલ પટેલ 

અંબાલાલ પટેલે ચેતવણી આપી કે, ગુજરાતમાં આ સમયે પવન રહેવાની શક્યતા છે. 22 એપ્રિલ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદી છાંટા રહેશે. 26 એપ્રિલ પછી આકરી ગરમી રહેશે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી પાર કરવાની શક્યતા છે. 26 એપ્રિલ બાદ આકરી ગરમી પડશે. ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. એપ્રિલ માસમાં હવામાનમાં વારંવાર પલટો આવશે. એપ્રિલ માસમાં પવનનું જોર રહેશે, જેની અસર બાગાયતી પાકોમાં થશે. જૂનાગઢ, અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહેશે. તો દક્ષિણ ગુજરાત માં તાપમાન ૪૦ ડિગ્રી તાપમાન જઈ શકે છે. 

મે-જુનમાં મોટા પલટા આવશે 2/4

મે-જુનમાં મોટા પલટા આવશે 

પરેશ ગોસ્વામીએ કહ્યું કે, હાલ તો આકરો ઉનાળો જોવા મળી રહ્યો છે. પરંતુ આવનારા દિવસમાં એટલે કે મે મહિનામા બેથી ત્રણ વખત પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે. આવનાર સમયમાં આકરો ઉનાળો જોવા મળશે. મે મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવીટી બેથી ત્રણ વખત જોવા મળશે. એપ્રિલ મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવિટીની કોઇ શક્યતા નથી. પરંતું 14થી 18 મેની વચ્ચે એક પ્રિમોન્સુન એક્ટિવીટી થશે. બીજી પ્રિમોન્સુન એક્ટિવીટી મે મહિના છેલ્લા અઠવાડિયામાં જોવા મળશે. 25 મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થતુ હોય છે તેમાં પ્રિમોન્સુન એક્ટિવિટીની શક્યતા વધારે છે. જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પ્રિમોન્સુન એક્ટિવીટી જોવા મળશે તેવી શક્યતા છે. 

15 જુનમાં આંધી વંટોળ આવશે 3/4

15 જુનમાં આંધી વંટોળ આવશે 

ગ્રહોની સ્થિતિ જોઈને તેઓએ કહ્યું કે, આ વખતે મીનનો શનિ છે એટલે 15 જૂન પેહલા ભારે પવનના તોફાનો, ભારે આંધી વંટોળ, દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શક્યતાઓ રહેશે. લગભગ 10 મેં બાદ કાચા મકાનના છાપરાઓ ઉડે તેવી શક્યતાઓ છે. રાજ્યમાં કાચા મકાનના પતરા ઉડશે. 25 એપ્રિલથી હવાનું દબાણ ઘટશે. હવાનું દબાણ લગભગ 1 હજાર 4 થી 1 હજાર 1 સુધી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં થઈ શકે છે.   

મે મહિનામાં કંઈક મોટું થશે 4/4

મે મહિનામાં કંઈક મોટું થશે 

10થી 14 મેમાં ભારે આંધી-વંટોળ અરબ દેશો તરફથી આવે અને કાચા છાપરાના પતરા ઉડી જાય તેવા પવનની ગતિ રહી શકે છે. મહત્તમ તાપમાન રાજ્યના કેટલાક ભાગોમાં 46 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે. જે 22 મેથી 4 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે. ત્યારે ગરમીના કારણે હિમાલયના ગ્લેશિયર પીગળવાની શક્યતાઓ રહેશે.