ડિસેમ્બરમાં અરબસાગરમાં હલચલ લાવશે આફત! આકરી ઠંડી અને માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં ધીમે-ધીમે હવે ફૂલ ગુલામી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે થતો ઠંડીનો અહેસાસ હાલ તો લોકોને સારો લાગી રહ્યો છે. પરંતુ 10 ડિસેમ્બર બાદ આજ ઠંડી લોકોને ઘરોમાં પૂરાઈ રહેવા માટે મજબૂર કરી દેશે. જાણો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી અને માવઠા વિશે શું કરી છે આગાહી.

અંબાલાલ પટેલે કહ્યું કે, 10-13 ડિસેમ્બરથી ગુજરાતમાં ઠંડી જોર પકડશે. સવારના સમયે હાડ થીજવતી ઠંડી રહેશે, તો બપોરના સમયે 29 ડિગ્રી તાપમાન રહેશે. કોઈ ભાગમાં 30-31 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે. 16-17 તારીખે ફરી તાપમાનમાં ફેરફાર થશે. જેના બાદ 22 ડિસેમ્બરની આસપાસ કાતિલ ઠંડી પડશે. જાન્યુઆરીમાં પણ ઠંડા પવનો ફૂંકાશે.

આગાહીકાર અંબાલાલ પટેલ ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવ્યા છે. ડિસેમ્બરના અંતમાં જગતના તાતે ફરી માવઠાનું જોખમ ઉભુ થયુ છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થશે. ડિસેમ્બરના અંતમાં હળવું ચક્રવાત બનવાની સંભાવના છે. અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે. બન્ને સિસ્ટમના કારણે 22 ડિસેમ્બર પછી માવઠું પડી શકે છે.

એટલે કે ખેડૂતો હજુ દિવાળી પર આવેલા માવઠાના મારમાંથી બેઠા થયા છે, ત્યારે પાકનો સત્યાનાશ વેરવા માટે બીજુ માવઠું આવી રહ્યું છે. ડિસેમ્બર શરૂ થવા છતાં હજુ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી. પરંતુ જો અંબાલાલ પટેલની આગાહી સાચી પડી તો બે દિવસ બાદ આકરી ઠંડીની સાથે-સાથે કમોસમી વરસાદ પણ લોકોની હાલાકી વધારશે.
Trending Photos