અંબાલાલ પટેલે કરી ભર ઉનાળે આંધી વંટોળની આગાહી, IMD એ પણ આપી ચેતવણી

Ambalal Patel Prediction : માર્ચ મહિના માટે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે ચેતવણી આપી કે, હવે કાળઝાળ ગરમી માટે તૈયાર થઈ જાઓ. 20 માર્ચથી ગરમીનો પ્રકોપ વધવાનો છે. તો બીજી તરફ IMD તરફથી પણ નવું અપડેટ આપ્યું છે. જે મુજબ, માર્ચ મહિનાનો અડધો ભાગ જ પૂરો થયો છે, તેમાં ગરમીએ તબાહી મચાવવી શરૂ કરી દીધી. ઘણા રાજ્યોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર જશે. 

અંબાલાલ પટેલની આગાહી

1/5
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 20 એપ્રિલથી ગરમી વધુ ગરમી પડવાની શક્યતા છે. 26 મે સુધી આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે. તો આ વર્ષે અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં આકરી ગરમીની શક્યતા છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે. કચ્છમાં પવન સાથે ગરમી પડવાની શક્યતા છે.   

ઘણા રાજ્યોમાં વરસાદ અને ઓલાવૃષ્ટિની શક્યતા

2/5
image

ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી થોડા દિવસો માટે વરસાદ અને ઓલાવૃષ્ટિનું એલર્ટ જાહેર કર્યું છે. 16 અને 17 માર્ચ, 2025 માટે દેશના ઘણા રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ, તેજ પવનો અને કરા પડવાની શક્યતા છે. આ હવામાન પલટાથી ખેડૂતોની ફસલોને નુકસાન થઈ શકે છે, તેમજ સામાન્ય જનજીવન, રસ્તા પરિવહન અને વીજ પુરવઠામાં પણ મુશ્કેલીઓ આવી શકે છે. IMDની આગાહી મુજબ, 16 અને 17 માર્ચે દેશના ઘણા ભાગોમાં વરસાદ અને ઓલાવૃષ્ટિની શક્યતા છે, જે ખેડૂતો અને સામાન્ય જનજીવન માટે પડકારરૂપ બની શકે છે. લોકોને સાવધાની રાખવા અને સલામતીના પગલાં લેવા હવામાન વિભાગે અપીલ કરી છે.

બંગાળથી કર્ણાટક સુધી હીટ વેવ એલર્ટ

3/5
image

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં આગામી દિવસોમાં તીવ્ર ગરમીનું મોજું ફરી શકે છે. માર્ચ મહિનાનો અડધો ભાગ જ પસાર થયો છે અને તે દરમિયાન ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો. ભારતીય હવામાન વિભાગે 20 માર્ચથી બંગાળના પશ્ચિમી જિલ્લાઓમાં ગરમીનું મોજું અને ગંગા ક્ષેત્રમાં વરસાદની આગાહી કરી છે. રવિવારે હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના પશ્ચિમી જિલ્લાઓમાં મંગળવાર સુધી ગરમીનું મોજું રહેવાની અને આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના ગંગા ક્ષેત્રમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે.

ગુજરાત સહિત દેશભરમાં ભીષણ ગરમીનો પ્રકોપ

4/5
image

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ અઠવાડિયે ઘણા રાજ્યોમાં હીટવેવની સંભાવના છે. ઓડિશામાં અલગ અલગ સ્થળોએ તીવ્ર હીટવેવની સ્થિતિ બનશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આજથી બે દિવસ ગરમીનો પારો વધશે. હવામાન વિભાગે કચ્છમાં હિટવેવ સાથે યલો એલર્ટ આપ્યું છે, સાથે જ આગામી 5 દિવસ રાજ્યભરમાં ડિસકમ્ફર્ટ કંડીશનનું અનુમાન પણ લગાવ્યું છે. આ સિવાય વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તર તેલંગાણામાં છૂટાછવાયા સ્થળોએ ગરમીનું મોજું રહેશે. ગંગા પશ્ચિમ બંગાળ, ઉત્તર આંતરિક કર્ણાટક, કેરળ અને માહે, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં અલગ અલગ સ્થળોએ ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે. છત્તીસગઢમાં પણ તાપમાન 40 ડિગ્રીને પાર કરી શકે છે.

નવું સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું 

5/5
image

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પાકિસ્તાન અને નજીકના જમ્મુ ક્ષેત્રમાં સમુદ્ર સપાટીથી 3.1 થી 9.6 કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. ઉત્તરપૂર્વ રાજસ્થાન અને નજીકના દક્ષિણ હરિયાણા પર સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન સુધી દક્ષિણ હરિયાણા સુધી એક સાયક્લોનિક સકર્યુલેશન ઉત્તરપૂર્વ રાજસ્થાનને અડીને સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર સ્થિત છે. ઉત્તરપૂર્વીય આસામ પર ચક્રવાતી પવનોનો વિસ્તાર યથાવત છે.