ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ આવશે, અંબાલાલ પટેલે માર્ચમાં માવઠાની તારીખ સાથે કરી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

1/5
image

અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, માર્ચના બીજા પખવાડિયાથી દેશ સહિત ગુજરાતમાં હવામાન પલટાશે. 16 થી 20 માર્ચ અને 24 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીના કારણે દેશના ઘણા ભાગોમાં ચોમાસા જેવો વરસાદની શકયતા છે. 

અંબાલાલની ગરમીની આગાહી

2/5
image

કમોસમી માવઠાની આગાહીની સાથે અંબાલાલ પટેલે કહ્યુ કે, ગુજરાતમાં પણ પ્રિ-મોન્સુન એક્ટિવિટી સાથે વરસાદની શક્યતા છે. ઉત્તર ભારતમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને કેટલાક ભાગોમાં કરા પડવાની શક્યાતા છે. 

આજે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ગરમીને લઈ એલર્ટ

3/5
image

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આકરી ગરમીની આગાહી કરી છે. જે મુજબ, ગરમ ભેજવાળું વાતાવરણ રહેવાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના 12 જિલ્લાઓનું તાપમાન 37 ડિગ્રીને પાર પહોંચી જશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસમાં વાતાવરણમાં 3-5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. તો અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાવવાની શક્યતા છે. 

કયા જિલ્લામાં કેટલો પારો

4/5
image

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, અમદાવાદમાં 37.7, ડીસામાં 37.3, ગાંધીનગરમાં 37.2, વડોદરામાં 37.2, કંડલામાં 37.6, અમરેલીમાં 37.7, રાજકોટમાં 37.9, સુરેન્દ્રનગરમાં 37.5, મહુવામાં 37.8, કેશોદમાં 37.7, અને દીવમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

રાજ્યના 12 જિલ્લાઓનું તાપમાન 37 ડિગ્રીને પાર

5/5
image

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસમાં જ વાતાવરણમાં 3-5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. તો અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાવવાની શક્યતા છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. જેમાં હાલ ભાવનગર સૌથી ગરમ શહેર બન્યું છે. રાજ્યમાં ભાવનગર શહેર ૩૮ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન સાથે સૌથી ગરમ રહ્યું છે. અન્ય શહેરોની વાત કરીએ તો, રાજકોટમાં ૩૭.૯ ડિગ્રી, અમદાવાદમાં ૩૭.૭ ડિગ્રી અને ગાંધીનગરમાં ૩૭.૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.