ગુજરાતમાં વરસાદની આગાહી : 13 મે સુધી આ જિલ્લાઓમાં આવશે ભારેથી અતિભારે વરસાદ

Gujarat Rain Alert : મે મહિનામાં ગુજરાતનો મિજાજ બદલાયો છે. પરંતું વાતાવરણમાં પલટો યથાવત રહેશે. અંબાલાલ પટેલે 13 મે સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. તો પરેશ ગોસ્વામીએ 14 થી 18 મે દરમિયાન કમોસમી માવઠાની આગાહી કરી છે. 

આજે 10 મેએ ક્યાં ક્યાં વરસાદની આગાહી

1/5
image

આગાહી મુજબ, આજે 10મી તારીખે રાજ્યના તમામ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

આવતીકાલે 11 મેએ ક્યાં ક્યાં વરસાદની આગાહી

2/5
image

આગાહી મુજબ, 11મી તારીખે રાજ્યના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.  

12 મેના રોજ ક્યાં ક્યાં વરસાદની આગાહી

3/5
image

આગાહી મુજબ, 12મી તારીખે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી.  

13 મેના રોજ ક્યાં ક્યાં વરસાદની આગાહી

4/5
image

આગાહી મુજબ, 13મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

14 થી 18મી મે દરમિયાન વરસાદ આવશે 

5/5
image

પરેશ ગોસ્વામીએ વરસાદનો વરતારો કાઢતા કહ્યું કે, મે મહિનામાં બે થી ત્રણ વખત પ્રી-મોન્સૂન એકિટવિટી જોવા મળી શકે છે. જેમાં ખાસ કરીને 14 થી 18મી મે વચ્ચેના ચાર દિવસનો સમય પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રથમ તબક્કો હશે. જે બાદ 25મી મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થાય, ત્યારે પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો બીજો તબક્કો આવતો હોય છે. જેમાં સાર્વત્રિક નહીં, પરંતુ કેટલાક ભાગોની અંદર છૂટોછવાયો વરસાદ રહેતો હોય છે.