કાલે સૌરાષ્ટ્ર-કચ્છના આ વિસ્તારોમાં ભારે વરસાદ: ચોમાસાને લઈને અંબાલાલે કરી નળિયા તોડે એવી આગાહી!
Gujarat Weather forecast: માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતોને હજુ પણ રાહત મળવાના અણસાર નથી. કેમ કે હવામાન વિભાગે હજુ 3 દિવસ માટે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગના અંદાજ મુજબ હાલ સૌરાષ્ટ્રથી પૂર્વ મધ્ય અરબ સાગર પર એક ટ્રફ સક્રિય છે. જે આખા રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ લાવશે. આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા છે. સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે આજથી હવે તાપામાનમાં પણ ધીમે ધીમે વધારો થશે.
કૃતિકા નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી છે. 25 મે થી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે . 28 મે થી 4 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. આવતીકાલથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસુ બેસી શકે છે.
28 મે થી 4 જૂન સુધી કેરળમાં ચોમાસુ પ્રવેશ કરી શકે છે. આ વખતે ચોમાસુ વહેલું બેસશે તેવી આગાહી અગાઉ જ હવામાન ખાતું કરી ચૂક્યું છે. ગુજરાતમાં 15 જૂન આસપાસ વરસાદ આવશે, અને 25 જૂન થી 5 જૂલાઈ વચ્ચે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે.. રાજ્યમાં હજૂ પણ કમોસમી વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. આજે અને આવતીકાલે એટલે કે 14મેના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઇ છે. તો 15 થી 19 મે દરમિયાન રાજ્યાના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઇ છે. જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે.
આ 34 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 12-13 મે 2025ના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, વલસાડ, વલસાડ, તા.પં. ગુજરાતના દમણ, દાદરા નગર હવેલી, દીવ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાઓ. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદ સાથે વીજળી અને વાવાઝોડા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન, આ જિલ્લાઓમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
આગામી પાંચ દિવસમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. સૌરાષ્ટ્ર તરફથી એક ટ્રફ પસાર થતું હોવાથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મૂશળધાર વરસાદની સાથે-સાથે ચક્રવાતના એંધાણ આપ્યા છે. અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો 15થી 19 મે વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ સાથે વરસાદ આવશે. ભાવે વરસાદની સાથે તોફાની પવન પણ ફૂંકાશે.
Trending Photos