ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે! 17-18-19 તારીખે આ વિસ્તારોમાં આવ્યા ભેગા ભૂક્કા કાઢશે મેઘો!

Written ByKinjal Patel
Published: Jun 15, 2025, 07:43 AM IST|Updated: Jun 15, 2025, 07:43 AM IST

Gujarat Rain Forecast:  ગુજરાતમાં ચોમાસાની પધરામણી થઈ ચૂકી છે, ત્યારે આજથી ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતને પણ ચોમાસુ ઘમરોળે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ગત 26 તારીખથી મુંબઈમાં ચોમાસું નિષ્ક્રિય થયું હતું. એટલે કે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ છે. આવા સંજોગોમાં 19 દિવસ બાદ ચોમાસાને લઈ શુભ સંકેત મળ્યા છે.

1/5

ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જ્યારે રાજસ્થાનથી વિદર્ભ સુધી ટ્રફ લાઈન સર્જાઈ છે. બીજી બાજુ, અરબ સાગરથી ઓડિશા સુધી ટ્રફ લાઈન સક્રિય છે. 19 દિવસ બાદ ચોમાસાને લઈ શુભ સંકેત સામે આવ્યા છે. ગુજરાતમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ જોવા મળી રહી છે. તે જોતાં ચોમાસું 72 કલાકમાં ગુજરાતમાં બેસી શકે છે.

2/5

વરસાદની આગાહીની વાત કરીએ તો 7 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણની સંભાવના છે. હળવાથી લઈ અતિભારે વરસાદની સંભાવના છે. આજે નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. કાલે નર્મદા, તાપી, નવસારીમાં ભારે વરસાદનું એલર્ટ છે, ડાંગ, વલસાડમાં કાલે ભારે વરસાદની આગાહી છે.

3/5

17 જૂને અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં 17, 18 જૂને ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમરેલી, ભાવનગરમાં 17, 18 જૂને ઓરેન્જ એલર્ટ છે.

4/5

આ વખતે નૈઋત્યના ચોમાસાના આગમને ખુશ કરી દીધા હતા. કેમ કે, સામાન્ય તારીખ 1 જૂન કરતાં વહેલા 24 જૂને જ ચોમાસાએ કેરળમાં દસ્તક દીધી હતી. જે બાદ મોટી છલાંગ મારતાં ખૂબ ઝડપથી લગભગ 26 તારીખ સુધી મહારાષ્ટ્રના મુંબઈ સુધી પહોંચી ગયું હતું.   

આજે ક્યાં વરસાદ પડશે?5/5

આજે ક્યાં વરસાદ પડશે?

હવામાન વિભાગ અનુસાર, આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. IMD અનુસાર 15થી 16 જૂન દરમિયાન વરસાદી ગતિવિધિઓ તીવ્ર બનશે, અને રાજ્યના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે, જેમાં 50-60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, ક્યારેક 70 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે છૂટાછવાયા વરસાદ પડી શકે છે, પરંતુ ભારે વરસાદની અપેક્ષા નથી.