કાળઝાળ ગરમી વચ્ચે મોટો ખતરો, અંબાલાલ પટેલે 20 માર્ચથી કંઈક મોટું થવાની આપી છે આગાહી
Heatwave Alert In Gujarat : રાજ્યમાં 2 દિવસ બાદ ફરી વધશે ગરમીનું ટોર્ચર... ગરમીનો પારો 3 ડિગ્રી ઉંચકાશે... પવનની દીશા બદલાતા ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી આગાહી...
માર્ચ કરતા વધુ ગરમી એપ્રિલમાં પડશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 20 એપ્રિલથી ગરમી વધુ ગરમી પડવાની શક્યતા છે. 26 મે સુધી આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે. તો આ વર્ષે અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં આકરી ગરમીની શક્યતા છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે. કચ્છમાં પવન સાથે ગરમી પડવાની શક્યતા છે.
20 માર્ચથી દેશના વાતાવરણમાં હલચલ થશે
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં આગામી દિવસોમાં તીવ્ર ગરમીનું મોજું ફરી શકે છે. માર્ચ મહિનાનો અડધો ભાગ જ પસાર થયો છે અને તે દરમિયાન ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો. ભારતીય હવામાન વિભાગે 20 માર્ચથી બંગાળના પશ્ચિમી જિલ્લાઓમાં ગરમીનું મોજું અને ગંગા ક્ષેત્રમાં વરસાદની આગાહી કરી છે. રવિવારે હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના પશ્ચિમી જિલ્લાઓમાં મંગળવાર સુધી ગરમીનું મોજું રહેવાની અને આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના ગંગા ક્ષેત્રમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે.
ગુજરાત માટે આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ અઠવાડિયે ઘણા રાજ્યોમાં હીટવેવની સંભાવના છે. ઓડિશામાં અલગ અલગ સ્થળોએ તીવ્ર હીટવેવની સ્થિતિ બનશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આજથી બે દિવસ ગરમીનો પારો વધશે. હવામાન વિભાગે કચ્છમાં હિટવેવ સાથે યલો એલર્ટ આપ્યું છે, સાથે જ આગામી 5 દિવસ રાજ્યભરમાં ડિસકમ્ફર્ટ કંડીશનનું અનુમાન પણ લગાવ્યું છે. આ સિવાય વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તર તેલંગાણામાં છૂટાછવાયા સ્થળોએ ગરમીનું મોજું રહેશે. ગંગા પશ્ચિમ બંગાળ, ઉત્તર આંતરિક કર્ણાટક, કેરળ અને માહે, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં અલગ અલગ સ્થળોએ ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે. છત્તીસગઢમાં પણ તાપમાન 40 ડિગ્રીને પાર કરી શકે છે.
Trending Photos