અંબાલાલ પટેલની તોફાની આગાહી, ડિસેમ્બરની આ તારીખે ફરીથી ગુજરાતમાં આવશે વરસાદ
અંબાલાલ પટેલે કહ્યું કે, અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં હલચલ થવાથી 16 થી 22 ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં પવનના તોફાનો સાથે માવઠું પડશે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હીમ વર્ષા થશે. ભારે હીમ વર્ષા થવાથી જમ્મુ-કાશ્મીરના સરોવરો પણ થીજી જશે. જેની અસર ગુજરાત સુધી થશે. જેના પરિણામે આગામી 48 કલાક સુધી ગુજરાતમાં ભારે ઠંડી રહેવાની શક્યતા રહેશે. જો કે 14 ડિસેમ્બરની આસપાસ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર ઉભુ થશે. જે બાદ 26 ડિસેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બની શકે છે. જેના પરિણામે આગામી જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવશે. જેમાં ઉત્તરાયણ સુધી ગુજરાતના કેટલાક ઠેકાણે પવનના તોફાનો સાથે કમોસમી વરસાદ પડી શકે છે.
તેમણે કહ્યું કે, ડિસેમ્બર મહિનામાં પણ હવામાનમાં પલટો આવશે. આગામી 48 કલાક સુધી ઠંડી રહેશે, પરંતુ 17 ડિસેમ્બર બાદ લઘુત્તમ તાપમાન ધીમે-ધીમે વધવા લાગશે. જો કે ઉત્તર ગુજરાત અને પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધીને 18 થી 20 ડિગ્રી સુધી જઈ શકે છે. આ દરમિયાન સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 27 થી 28 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 26 થી 28 ડિગ્રી અને મધ્ય ગુજરાતમાં 28 ડિગ્રીની આસપાસ રહી શકે છે. આમ છતાં ક્યારેક એકાદ-બે ડિગ્રી તાપમાન ઉપર-નીચે જઈ શકે છે. જ્યારે 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળવાયું આવશે અને ક્યાંક-ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે.
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, 10 ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીમાં વધારો થશે. તાપમાન 12 ડિગ્રીથી નીચું જાય તેવી શક્યતા છે. 14-18 ડિસેમ્બરે બાંગાળના ઉપસગારમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. તો 23 ડિસેમ્બરથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. આમ, અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ફેંગલ સિવાય વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે. વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. 14થી 18 ડિસેમ્બરના બંગાળના ઉપાસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતા રહે. જેની દક્ષિણ પૂર્વ તટ પર રહેશે.