15 નવેમ્બર બાદ ગુજરાતના આ વિસ્તારોમાં આવશે વાતાવરણમાં પલટો! ડિસેમ્બરમાં વાવાઝોડું, તારીખ સાથે આગાહી

Ambalal Patel Forecast: અંબાલાલ પટેલે વાવાઝોડાનું એલર્ટ આપ્યુ છે. તેમણે કહ્યું કે 24 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે. તેની અસર દક્ષિણ પૂર્વિય ટટો અને દક્ષિણ ભારતમાં થવાની શક્યતા રહેશે. દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ ગાળામાં તારીખ 26 થી નવેમ્બરમાં 28 નવેમ્બર આસપાસ કે તે પહેલા એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. તારીખ 20 ઓક્ટોબરથી વાદળો જણાશે અને નવેમ્બરની આખર તારીખ સુધીમાં જણાશે. 

1/5
image

ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે તાપમાનનો પારો ઘટવા લાગ્યો છે. હવે વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં 16 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી આપવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અત્યારે હાલ સવારમાં ઠંડા પવનો ફૂંકાશે, પરંતુ તારીખ 14 બાદ લઘુતમ તાપમાનમાં નજીવો વધારો થવાની શક્યતા રેહશે. મહત્તમ ઉષ્ણતામાન 30 -31 ડિગ્રી સેલ્સિયસ રહેશે શક્યતા રહેશે. 

2/5
image

લા નીનોના સંકેતો સાંપડવાના કારણે ઠંડી વધુ પડવાની શક્યતા છે. ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી તબક્કાવાર કમોસમી વરસાદ થઈ શકે છે. 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થતા 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બની શકે છે. 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગ માત્ર કમોસમી વરસાદ આવી શકે છે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. ડિસેમ્બરમાં ક્યારેક વાદળછાયું વાતાવરણ સાથે માવઠું આવી શકે છે. 

3/5
image

એટલું જ નહીં ડિસેમ્બર મહિનામાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. 24 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે. તેની અસર દક્ષિણ પૂર્વિય ટટો અને દક્ષિણ ભારતમાં થવાની શક્યતા રહેશે દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અત્યારે હાલ સવારમાં ઠંડા પવનો ફૂંકાશે, પરંતુ તારીખ 14 બાદ લઘુતમ તાપમાનમાં નજીવો વધારો થવાની શક્યતા રેહશે. મહત્તમ ઉષ્ણતામાન 30 -31 ડિગ્રી સેલ્સિયસ રહેશે શક્યતા રહેશે. 

4/5
image

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. હાલ લઘુત્તમ તાપમાનમા વધુ ફેરફાર નહી થાય. અમદાવાદમા 15 તો ગાંધીનગરમા 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી ઓછું 11.6 ડિગ્રી તાપમાન દાહોદમાં નોંધાયું. પવનની દિશાના કારણે સવારે અને રાત્રે ઠંડી તો દિવસમાં ગરમીનો અનુભવ થશે. નવેમ્બર મહિનામા સામાન્ય કરતા નીચું તાપમાન નોંધાયું. આ વચ્ચે અંબાલાલ પટેલે નવી આગાહી કરીને ચેતવણી આપી છે.   

5/5
image

ઠંડીની આગાહી કરતા તેમણે કહ્યું કે, ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે એટલે હવે ધીરે ધીરે ઠંડી શરૂઆત થશે. 22મી ડિસેમ્બરથી આકરી ઠંડી ગુજરાતમાં પડશે. ડિસેમ્બરમાં માવઠું થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં મધ્ય અને ઉત્તરના કેટલાક ભાગોમાં અને ગુજરાતના છુટા છવાયા ભાગોમાં થવાની શક્યતા છે. 24 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે. તેની અસર દક્ષિણ પૂર્વિય ટટો અને દક્ષિણ ભારતમાં થવાની શક્યતા રહેશે દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.