Ambalal Patel RainForecast: જાણીતા હવામાન નિષ્ણાતની નવી આગાહી ડરાવી દે તેવી છે. હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ઠંડી લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં 27 જાન્યુઆરી સુધી સવારના ભાગોમાં રહેવાની શક્યતાઓ છે. 28 જાન્યુઆરીથી મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો આવી શકે છે. 28 મી જાન્યુઆરીએ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં આવશે. 30 અને 31 જાન્યુઆરી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતાઓ છે. જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવનના તોફાનો થશે અને કમોસમી વરસાદ, કરા પડવા અને ક્યાંક મેઘ ગર્જના થાય તેવી શક્યતા છે.
1/7અંબાલાલ પટેલે ફરી એકવાર ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. પવન સાથે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની શક્યતા સેવાઈ રહી છે.
2/7આગામી સપ્તાહમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. અમદાવાદમાં આગામી 3 અને 4 ફેબ્રુઆરીના રોજ વરસાદની આગાહી છે. ગુજરાતમાં વધુ એકવાર કમોસમી સંકટ આવી રહ્યું છે. ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે અને માવઠું આવશે. ત્યારે ફરી એકવાર વરસાદી સંકટથી ચેતીને રહેજો.
3/7હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 5 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં ફરી માવઠું આવશે. સાથે જ તેમણે ફેબ્રુઆરી પછી ઉનાળાની શરૂઆત થશે તેવું જણાવ્યું છે. માવઠું પડશે તો ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ત્યારે માવઠાની આગાહીથી ગુજરાતના ખેડૂતો ચિંતામાં છે.
4/7ગરમી અંગે આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 19 ફેબ્રુઆરીથી રાજ્યમાં ગરમીનો પારો વધશે. 19 ફેબ્રુઆરીથી આગામી બે માસમાં રોગિષ્ટ ઋતુ રહેશે. જેથી ધન અને સ્વાસ્થ્ય સુધી કાળજી રાખવી.
5/7હવામાન નિષ્ણાતો જણાવી રહ્યાં છે કે, 30 જાન્યુઆરીથી માવઠાનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. જેમાં 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી ઠંડીનો પારો 10 ડિગ્રી ગગડે તેવી શક્યતા છે. એટુલં જ નહિ, વરસાદની પણ આગાહી છે. 3 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યમાં ઠંડા પવનો પણ ફૂંકાશે. ઠંડીનો ચમકારો જોવા મળશે. આ દિવસોમાં પવનની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
6/7હવામાન આગાહીકાર અંબાલાલે આ દિવસોમાં ખેડૂતોને સલાહ આપતા કહ્યું કે, બદલાયેલા વાતાવરણને કારણે ઘઉંના પાકને બહુ અસર નહીં થાય. જોકે જીરાના પાકને અસર થઈ શકે છે. ઘઉંના પાકના ખેડૂતોએ ફેબ્રુઆરી 5 તારીખની આસપાસ બદલાયેલા વાતાવરણની અસર થઈ શકે છે, એટલે સાવચેત રહેવું.
7/7તેમણે વધુમાં કહ્યું કે, ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં, બંગાળ ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ સજાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગોમાં કમોસમી વરસાદ આવવાની શક્યતાઓ છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ અથવા ઝાપટા પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ આવશે. જો કે, લા-નીનોની અસર બાબતમાં કેટલાક તજજ્ઞોના મનમાં અવઢવ છે. તેની અસરના કારણે બંગાળ ઉપસાગર સર્કિય રહેશે અને 15 ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં પલટા આવશે.