ઠંડી અને માવઠાને લઈ અંબાલાલની મોટી આગાહી! આ તારીખથી ગુજરાતમાં કડકડતી ઠંડી બોલાવશે ભુક્કા

Gujarat Weather: ગુજરાતમાં લગભગ તમામ જિલ્લાઓમાંથી હવે વરસાદે વિરામ લીધો છે. ચોમાસાની વિદાય થઈ ગઈ છે. તહેવારોની સિઝન ચાલી રહી છે અને દિવાળીનો આનંદ ચારે બાજુ છવાયેલો છે. પરંતુ આ વચ્ચે વધું એક ચોંકાવનારી આગાહી સામે આવી છે. દિવાળીના તહેવાર ટાણે માવઠું મજા બગાડે તો નવાઈ નહીં...વરસાદ જ નહીં કડકડતી ઠંડી માટે પણ તૈયાર રહેજો... તો ચાલો જાણીએ શું કરી અંબાલાલે આગાહી?

1/5
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત અને દેશના હવામાન અંગે એક વિસ્તૃત અને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જે આગામી તહેવારો અને શિયાળાની ઋતુ પર મોટી અસર કરી શકે છે. તેમની આગાહી મુજબ, ઓક્ટોબરના ઉત્તરાર્ધમાં વાતાવરણમાં પલટો આવશે અને દિવાળીના સમયે માવઠું થવાની શક્યતા છે, જ્યારે ડિસેમ્બર મહિનાથી હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થશે.

2/5
image

અંબાલાલ પટેલનું કહેવું છે કે, 22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે.

3/5
image

અંબાલાલ પટેલની આગાહીઓ હંમેશા ચોંકાવનારી હોય છે, અને આ વખતે તો તહેવારોની મજા મેઘરાજા બગાડે તેવી સંભાવના છે. તો તહેવારોની તૈયારીઓમાં આગાહીને પણ ધ્યાનમાં રાખજો. ધોધમાર વરસાદને સહન કરીને ગુજરાતીઓ હવે હાર્ડ થીજતી ઠંડી માટે તૈયાર થઈ જજો. કારણ કે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે. તહેવારોના ટાણે જ ફરી માવઠાનો માર પડે તેવી સંભાવના છે. દિવાળી અને નવા વર્ષમાં વરસાદના ઝાપટા વરસી શકે છે. 

4/5
image

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 13થી 17 ઓક્ટોબર વચ્ચે વાદળછાયું વાતાવરણ રહી શકે. 18થી 21 ઓક્ટોબર વચ્ચે માવઠું પડે તેવી મજબૂત સંભાવના. પરંતુ વરસાદ પછી ઠંડીનો તોફાન આવી શકે છે. 23 ઓક્ટોબરથી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે, અને 22 ડિસેમ્બરથી હાર્ડ થીજવતી ઠંડીની શરૂઆત થશે. નવેમ્બરની શરૂઆતમાં દેશના દક્ષિણ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત, બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું પણ આવવાની સંભાવના છે, જે રાજ્યના હવામાનને અસર કરી શકે. 

5/5
image

નવેમ્બર મહિનામાં હવામાનમાં મોટા પરિવર્તનોનો પ્રારંભ થશે. ૨૩ ઓક્ટોબરથી: ગુજરાતમાં સવારના સમયે ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ જશે. નવેમ્બરની શરૂઆત: દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા છે, જેના કારણે ઠંડીનું મોજું મેદાની વિસ્તારો સુધી પહોંચશે. નવેમ્બરની શરૂઆત (દક્ષિણ ભારત): દક્ષિણ ભારતમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે, જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને માવઠું થવાની શક્યતા રહેશે. ૧૮ નવેમ્બરથી: બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું (ચક્રવાત) થવાની શક્યતા રહેલી છે, જે ગુજરાતના વાતાવરણને પણ પ્રભાવિત કરી શકે છે. ૨૩ થી ૨૬ નવેમ્બર: દેશના ઉત્તરીય પર્વતો પર ફરી હિમવર્ષા થતાં ગુજરાત તરફ ઠંડા પવનો ફૂંકાશે, જેનાથી ઠંડીમાં વધારો થશે.