કાતિલ ઠંડીનો મોટો રાઉન્ડ આ તારીખથી આવશે : અંબાલાલ પટેલની આગાહી

Weather Update News : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 11 જાન્યુઆરી બાદ ઠંડી વધશે,,, ઉત્તર ભારતમાં રેકોર્ડ તોડ ઠંડી પડશે,,, ગુજરાતમાં 8 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન રહેશે,,, ઉત્તરાયણનાં પર્વમાં ઠંડી સાથે પવન રહેશે

પહાડી વિસ્તારમાંથી આવ્યા ઠંડા પવન

1/4
image

રાજ્યમાં પવનનું જોર વધશે. ઠંડીમાં  20 ડિસેમ્બર સુધી મોટા ફેરફાર થશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગહી કરી. લઘુત્તમ ઉષ્ણતામાન 12થી 14 રહી શકે છે. તો 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીને વેગ મળશે. 27 ડિસેમ્બર બાદ ઠંડીમાં વધારો થશે. પહાડી વિસ્તારોમાંથી આવતા ઠંડા પવનોએ ઘણા રાજ્યોમાં ઠંડી વધારી દીધી છે. રાજસ્થાનના 18 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે આવી ગયું. 7 શહેરોમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે પહોંચી ગયું. ફતેહપુર 1.9 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહ્યું. મધ્ય પ્રદેશના 19 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું. પચમઢીમાં પારો સૌથી ઓછો 5.8 ડિગ્રી નોંધાયો. હવામાન વિભાગ અનુસાર, પહાડોમાંથી ઠંડી હવાઓ આવવાને કારણે આજે અને આવતીકાલે ઠંડીની અસર વધુ વધશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

2/4
image

તેમણે જણાવ્યું કે, રાજ્યમાં વાદળછાયું વાતાવરણ થશે. રાજ્યમાં બપોર પછી કેટલાક ભાગોમાં વાદળો આવશે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પંચમહાલ તથા કચ્છના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળો આવશે. જેની સાથે રાજ્યમાં પવનનું જોર વધશે. વાદળો હટતા રાજ્યમાં ઠંડી વધુ અનુભવાશે. 

કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે

3/4
image

હવામા નિષ્ણાતે કહ્યું કે, ઠંડીમાં વધારો-ઘટાડો 20 ડિસેમ્બર સુધી રહેશે. લઘુત્તમ ઉષ્ણતામાન 12 થી 14 ડિગ્રી સુધી રહી શકે છે. 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીને વેગ મળશે. 27 ડિસેમ્બર બાદ ઠંડીમાં વધારો થશે. પરંતું 11 જાન્યુઆરી બાદ ઠંડી વધશે. તેમણે કહ્યં કે, લા નીનો અસરના કારણે જાન્યુઆરી સુધી ઠંડી અનુભવાશે. ઉત્તર ભારતમાં રેકોર્ડબ્રેક ઠંડી પડશે. તો ગુજરાતમાં 8 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન રહેશે. ઉત્તરાયણના પર્વમાં ઠંડી સાથે પવન રહેશે.

હવામાન વિભાગની આગાહી 

4/4
image

હવામાન નિષ્ણાતોએ આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન અંગે માહિતી આપી છે. અમદાવાદ સેન્ટરના હવામાન વિભાગના ડિરેક્ટર એકે દાસે જણાવ્યું હતું કે 11 ડિસેમ્બર સુધી હવામાન શુષ્ક રહેવાની ધારણા છે. લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. આગામી તાપમાનની સ્થિતિ વિશે માહિતી આપતા એકે દાસે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉત્તર દિશાના પવનો ફૂંકાશે. રાજ્યના દક્ષિણ ભાગોમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાશે. પવનની ગતિ 15-20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની ધારણા છે.