ચોમાસા પહેલા ત્રાટકશે વાવાઝોડું, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહી, ગુજરાતમાં આવશે અતિભારે વરસાદ

Cyclone Shakri Alert : ભરઉનાળે તમિલનાડુમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. શુક્રવારે ગુજરાતના 3 જિલ્લામાં ભારે પવન સાથે વરસ્યો છે. આ વર્ષે સમગ્ર દેશમાં ચોમાસું વહેલું બેસી જશે. ત્યારે આ વચ્ચે જ વાવાઝોડાના ભણકારા વાગી ગયા છે. અંબાલાલ પટેલે કરી છે વાવાઝોડાની આગાહી.

હજી પણ કમોસમી વરસાદની આગાહી 

1/4
image

શુક્રવારે ડાંગ, વલસાડ અને અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ રહ્યો હતો. સતત કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. કેરી સહિતના પાકોને મોટાપાયે નુકસાની સર્જાઈ છે. જોકે, હજુ પણ 7 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.   

આવી રહ્યું છે શક્તિ વાવાઝોડું 

2/4
image

અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20 મે બાદ વાતાવરણમાં ભારે પલટો આવશે. અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે. જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં 12 થી 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં 20 મેથી 24 મે સુધી સાયકલોનની અસરો જોવા મળશે. તેમણે ક્હ્યુ કે, આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. તારીખ 25 થી 5 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે ગરમી પડવાની પણ સંભાવના છે. આ વખતે રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના પ્રબળ છે.  

ગુજરાતમાં ભર ઉનાળે વરસાદના યોગ સર્જાયા

3/4
image

રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે દાસે કહ્યું કે, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ગાજવીજ અને ભારે પવનની આગાહી છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી વરસાદની સંભાવના છે. અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહે અને વાદળ છાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં તાપમાનમાં વધુ ફેરફાર નહીં જોવા મળે છે.   

ચોમાસું આ તારીખે આવી જશે 

4/4
image

આ વર્ષે દેશમાં ચોમાસું વહેલું આવવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. કારણ કે, આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું વહેલું પહોંચી ગયું છે. પરિબળો સાનુકૂળ હોવાથી ચોમાસું વહેલું આવશે. કેરળમાં 27મે સુધીમાં ચોમાસું પ્રવેશ કરશે તેવી સ્થિતિ સર્જાઈ છે. તો ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા છે.