એપ્રિલ મહિના માટે અંબાલાલની ભયાનક આગાહી, આ તારીખે ફરી વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ આવશે

Ambalal Patel Ni Agahi : આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી...24 કલાક બાદ ગરમીથી મળશે આંશિક રાહત...21 એપ્રિલથી ફરી ગરમીમાં થશે વધારો...જોકે, ગુજરાતમાં કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાનો છે. 

હવામાન વિભાગની આગાહી

1/4
image

હવામાન વિભાગના ડાયરેક્ટર એસકે દાસે કહ્યું કે, આગામી 24 કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી છે. 24 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે તાપમાન ઘટશે. 24 કલાક બાદ કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળશે. 24 કલાક બાદ મહતમ તાપમાન 2 થી 3 ડીગ્રી તાપમાન ઘટશે. 19 એપ્રિલના પવનની ગતિ તેજ રહેવાના કારણે માછીમારોને દરિયો ન ખેડાવ સૂચના અપાઈ છે. 21 એપ્રિલથી ફરી તાપમાન વધશે.   

આખું ગુજરાત હીટવેવના સકંજામાં

2/4
image

આગાહી અનુસાર, આજથી ગુજરાત હિટવેવની ચપેટમાં આવી જશે. ગુજરાતમાં હિટવેવના નવા રાઉન્ડનું લોજિક એવું છે કે, ઉત્તર પશ્ચિમના ગરમ પવનો ગુજરાતમાં તાપમાનનો પારો ઉંચો ચઢાવશે.    

એપ્રિલમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે 

3/4
image

અંબાલાલ પટેલે ચેતવણી આપી કે, ગુજરાતમાં આ સમયે પવન રહેવાની શક્યતા છે. 22 એપ્રિલ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદી છાંટા રહેશે. 26 એપ્રિલ પછી આકરી ગરમી રહેશે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી પાર કરવાની શક્યતા છે. 

એપ્રિલ મહિનો તોફાની બની રહેશે  

4/4
image

26 એપ્રિલ બાદ આકરી ગરમી પડશે. ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. એપ્રિલ માસમાં હવામાનમાં વારંવાર પલટો આવશે. એપ્રિલ માસમાં પવનનું જોર રહેશે, જેની અસર બાગાયતી પાકોમાં થશે. જૂનાગઢ, અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહેશે. તો દક્ષિણ ગુજરાત માં તાપમાન ૪૦ ડિગ્રી તાપમાન જઈ શકે છે.