ગુજરાત પર વધુ એક આફત! ભર શિયાળે કમોસમી વરસાદ બોલાવશે તબાહી! અંબાલાલ પટેલની ભયંકર આગાહી

Ambalal Patel Forecast: ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી વધી રહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થતાં અમદાવાદનું તાપમાન 17 ડિગ્રીએ પહોંચ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ તાપમાનમાં ઘટાડો રહેવાની શક્યતા છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતા ઠંડીનો અનુભવ થશે. ઠંડીની શરૂઆત થતા ગાર્ડનમાં લોકો કસરત કરતા નજરે પડ્યા. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. 13 નવેમ્બર સુધી ઉત્તર ભારતમાં ઠંડી વધશે. ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધશે. ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 

1/6
image

વરસાદ અંગેની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. આ સાથે દીવ અને દમણ દાદરા નગર હવેલી પણ વાતાવરણ શુષ્ક રહેશે. ક્યાંય પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી. રાજ્યમાં ડિસેમ્બર સુધી અલગ અલગ તબક્કે કમોસમી વરસાદી માહોલ બનશે. અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, હજુ નવેમ્બરમાં આવશે માવઠું, ડિસેમ્બર માસમાં પણ આવશે માવઠું. જાન્યુઆરીમાં પણ છે માવઠાની ઘાત. ફેબ્રુઆરીમાં પણ થશે મુશ્કેલીનું માવઠું જશે.

2/6
image

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 18થી 24 નવેમ્બરે ફરી એક વખત માવઠું થઈ શકે છે. 16થી 18 નવેમ્બરમાં એક ચક્રવાત સર્જાશે. બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે. જ્યારે 18થી 20 નવેમ્બર દરમિયાન ચક્રવાતની અસર રહેશે. આ સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે. 18થી 24 દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે. જ્યારે 15 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા રહેશે.

3/6
image

16 ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે. 20 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જાણે કે હિમચાદર થઈ ગઈ હોય તેવું જોવા મળશે. 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળશે, હાડ કંપાવતી ઠંડી પડશે. 11 જાન્યુઆરીથી ઠંડા પવન ફૂંકાશે. તેમજ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવન ફૂંકાશે. રાજ્યમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસ દરમિયાન ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે. ત્યારબાદ આ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 

4/6
image

નવી આગાહી કહે છે કે, આગામી 15 નવેમ્બર સુધી રવી પાકો માટે હવામાન સુધરતું જશે. રાજ્યમાં હવ ઠંડા પવનો ફૂંકાશે. ઉત્તર એશિયાના ઠંડા પવનો તથા કેસ્પિયન સમુદ્રના પવનો પાકિસ્તાન થઈ ઉત્તર ભારતમાં આવશે. 15 નવેમ્બર બાદ ઉત્તર ભારતમાં પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપ આવકા જશે. રાજ્યમાં ન્યૂનતમ ઉષ્ણતામાન 17 થી 18 ડિગ્રી સેલ્સિયસ રહેશે. 16 નવેમ્બર બાદ મહત્તમ ઉષ્ણતામાન 31 ડિગ્રી આસપાસ રહેશે.   

5/6
image

18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગ માત્ર કમોસમી વરસાદ આવી શકે છે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. ડિસેમ્બરમાં ક્યારેક વાદળછાયું વાતાવરણ સાથે માવઠું આવી શકે છે. લા નીનોના સંકેતો સાંપડવાના કારણે ઠંડી વધુ પડવાની શક્યતા છે. ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી તબક્કાવાર કમોસમી વરસાદ થઈ શકે છે. 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થતા 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બની શકે છે. 

6/6
image

ચક્રવાતના કારણે 23 થી 26 નવેમ્બર ફરી રાજ્યમાં માવઠા જેવું વાતાવરણ સર્જાશે. 26 થી 28 નવેમ્બર બીજું પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઠંડી પડશે. ડિસેમ્બર 6 થી 8 માં વાદળછાયું વાતાવરણ રહેશે. 24 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા છે. 24 નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી આવતા ઠંડી લાવશે. બંગાળના ઉપસાગરના ભેજના કારણે માવઠા આવી શકે છે.